Joint Home Loan: પર્સનલ હોમલોનની સરખામણીએ આ લોન કેટલી લાભદાયક? જાણો અહેવાલ દ્વારા

|

Feb 07, 2022 | 8:39 AM

જો હોમ લોન માટે એક પણ મહિલા અરજદાર (Female Applicant for Home Loan) હોય તો તેને ઘણા લાભો મળે છે.

Joint Home Loan: પર્સનલ હોમલોનની સરખામણીએ આ લોન કેટલી લાભદાયક? જાણો અહેવાલ દ્વારા
Joint Home Loan

Follow us on

દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર ઈચ્છે છે. આ માટે લોકો હોમ લોન(Home Loan)નો સહારો લે છે. આજકાલ લગભગ તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ હોમ લોનનો લાભ આપે છે. હોમ લોન સાથે ઘર ખરીદવું સરળ અને અનુકૂળ બને છે. ઘણી વખત ધ્યાન ઉપર આવે છે કે બે લોકો એકસાથેભેગા મળીને લોન લે છે. આને જોઈન્ટ હોમ લોન(Joint Home Loan) કહેવામાં આવે છે. તમે તમારી બહેન કે પત્ની વગેરે સાથે મળીને પણ આવી લોન લઈ શકો છો. જો એક વ્યક્તિ હોમ લોન(Personal Home Loan) લઈ શકવા સક્ષમ ન હોય તો બે લોકો સાથે મળીને લોન લઈ શકે છે. આ પ્રકારની લોનને જોઈન્ટ હોમ લોન(Joint Home Loan) કહેવામાં આવે છે.

મહિલાઓને વધુ લાભ મળે છે

જો હોમ લોન માટે એક પણ મહિલા અરજદાર (Female Applicant for Home Loan) હોય તો તેને ઘણા લાભો મળે છે. સૌથી મહત્વનો મુદ્દો ઓછું વ્યાજ દર છે. મહિલાઓને સામાન્ય વ્યાજ દરથી લગભગ 0.5 ટકા સુધી (5 Basis Points) નું ડિસ્કાઉન્ટ મળે છે.

જોઈન્ટ હોમ લોનના ફાયદા

જોઈન્ટ હોમ લોનનો સૌથી મોટો ફાયદો (Joint Home Loan Benefits) એ છે કે ઓછા ક્રેડિટ સ્કોર (Credit Score)સાથે પણ તમને બે લોકોના કારણે વધુ લોન મળે છે. આ ઉપરાંત જોઈન્ટ હોમ લોન હેઠળ આવકવેરામાં છૂટ પણ મળે છે. જ્યારે તમે હોમ લોન લો છો ત્યારે તમને કલમ 80C હેઠળ કર કપાત મળે છે. બંને ધિરાણકર્તા 2 લાખ થી 5 લાખ સુધીનો લાભ મેળવી શકે છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

તમને જણાવી દઈએ કે જોઈન્ટ હોમ લોન લેવાના કેટલાક ગેરફાયદા પણ છે. આ અંતર્ગત જો તમે સમયસર લોનની EMI ભરપાઈ ન કરો તો તમારા ક્રેડિટ સ્કોર પર પણ અસર થાય છે. જોઈન્ટ લોન મેળવવી સરળ છે પરંતુ તે બેંકો માટે જોખમી હોઈ શકે છે કારણ કે તમે લોન ગેરંટી તરીકે જોઈન્ટ હોમ લોનનો ઉપયોગ કરી શકતા નથી.

 

આ પણ વાંચો : GSTના દાયરામાં આવી શકે છે એવિએશન ફ્યુઅલ, GST કાઉન્સિલની આગામી બેઠકમાં થશે ચર્ચા- નાણામંત્રી

 

આ પણ વાંચો : જાણો શા માટે આનંદ મહીન્દ્રા અમૃતસરના આ રેસ્ટોરન્ટમાં જમવા માટે જવા માગે છે, સોશીયલ મીડીયામાં જણાવ્યું કારણ

Published On - 8:21 am, Mon, 7 February 22

Next Article