મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા જિન્ના હાઉસ પર હાલ કોની માલિકી છે? જિન્ના પરિવારની કે સરકારની?

મુંબઈના મલબાર હિલ પર આવેલું જિન્ના હાઉસ, એક એવું ઐતિહાસિક સ્થાપત્ય છે, જે ભારત-પાકિસ્તાનના ભાગલાની સમગ્ર પ્રક્રિયાનું સાક્ષી છે. આ બંગલો, જેનું મૂળ નામ સાઉથ કોર્ટ હતું, તે મોહમ્મદ અલી જિન્નાનું ડ્રીમ હાઉસ હતું. 1936માં નિર્મિત આ ઇમારત યુરોપિયન આર્કિટેક્ચરથી સજાવવામાં આવી હતી અને તેની ડિઝાઈન ક્લાઉડ બેટલીએ કરી હતી. અહીં જ 1944માં મહાત્મા ગાંધી અને જિન્ના વચ્ચે ભાગલા અંગેની મહત્વપૂર્ણ વાતચીત થઈ હતી.

મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા જિન્ના હાઉસ પર હાલ કોની માલિકી છે? જિન્ના પરિવારની કે સરકારની?
| Updated on: Dec 06, 2025 | 7:41 PM

સાઉથ મુંબઈમાં આવેલુ મલબાર હિલ, આલિશાન બંગલોઝ, સમુદ્રના કિનારે ફેલાયેલી શાંતિ અને દેશના મોટા-મોટા ઉદ્યોગપતિઓની લાઈફસ્ટાઈલની ઝલક મળે છે. જિંદલ, ગોદરેજ, રૂઈયા જેવા નામોની વચ્ચે એક જુનુ શાંત સાક્ષી બનીને ઉભુ છે જિન્હા હાઉસ. જિન્હા હાઉસ એ માત્ર એક બંગલો નથી. આ એ જગ્યા છે જ્યાં 79 વર્ષ પહેલા એક દેશના બે ટૂકડા કરવાની પટકથા લખવામાં આવી. તેનુ મૂળ નામ તો હતુ ‘સાઉથ કોર્ટ’ જો કે ઈતિહાસમાં તે ‘જિન્હા હાઉસ’ ના નામથી જાણીતુ બની ગયુ. હવે આ બંગલાને નવો બનાવવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રાલય એટલે કે MEA દ્વારા તેની આખરી મજૂરીની રાહ જોવાઈ છે. મંજૂરી મળતા જ જિન્હાના બંગલાના રિનોવેશનનું કામ શરૂ થઈ જશે. MEA આ બંગલાને હવે એક રાજનાયિક સ્થાન બનાવવા માગે છે. જ્યાં MEAના અધિકારીઓ રહેશે અને કામ કરશે. મુંબઈ હેરિટેજ કન્ઝર્વેશન કમિટી (MHCC) એ ઓગસ્ટ 2023માં આ ઈમરાતને ઠીક કરવાની પરવાનગી આપી દીધી હતી. આ ઈમારત ગ્રેડ-2 હેરિટેજ સાઈટ છે. એ પહેલા જાણીએ કે જિન્હા હાઉસનો ઈતિહાસ શું...

Published On - 8:35 pm, Wed, 3 December 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો