જેકમાની કંપની એલીબાબાને ચીને ફટકાર્યો 2.78 અબજ ડોલરનો દંડ

|

Apr 10, 2021 | 10:11 AM

અલીબાબા ગ્રુપે (Alibaba Group) પોતાના સત્તાવાર સોશિયલ મિડીયા એકાઉન્ટ મારફતે ચીનની સરકારે ફટકારેલ દંડ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, અમે ઈમાનદારીથી આ સજાનો સ્વીકાર કરીએ છીએ, અને સજાનુ દ્ઢતાથી પાલન કરીશુ

જેકમાની કંપની એલીબાબાને ચીને ફટકાર્યો 2.78 અબજ ડોલરનો દંડ
જેકમાની કંપની અલિબાબા ગ્રુપને ચીને ફટકાર્યો દંડ

Follow us on

ચીનની(China) સામ્યવાદી સરકારે, જેકમાની (Jack Ma) કંપની અલીબાબા (Alibaba) વિરુધ્ધ એકાધિકારના મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચીનની સામ્યવાદી સરકારે, અલીબાબા ગ્રુપની (Alibaba Group) ઈ કોમર્સ કંપનીને એકાધિકાર ભંગના મુદ્દે 18.2 બિલીયન યુઆન ( 2 અબજ 78 કરોડ ડોલર) નો દંડ કર્યો હોવાનુ આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ ટવીટ કરીને જાહેર કર્યુ છે.

બજાર નિયંત્રણો અંગે ચીનના સત્તાધીશોએ ગત ડિસેમ્બર મહિનામાં અલીબાબા (Alibaba) વિરુધ્ધ તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે 18.2 બિલયન યુઆનનો દંડ ફટકારવાનું નક્કી કરાયુ. 2015 બાદ, અલીબાબા ગ્રુપે વૈશ્વિક બજારમાં પોતાની સ્થિતિનો ગેરફાયદો લીધો હતો. અને પોતાના હરીફ એવી ઈ કોમર્સ કંપનીની સાઈટમાં પરેશાની ઊભી કરતા હતા.

અન્ય એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ કહ્યુ છે કે, 2015 બાદ આટલી મોટી માત્રામાં દંડ ફટકારવાનો આ પ્રથમ કિસ્સો છે. આ અગાઉ કોલકોમને આશરે ત્રણ અબજ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની વિગતો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર અલીબાબા ગ્રુપે પોતાના સત્તાવાર સોશિયલ મિડીયા એકાઉન્ટ મારફતે ચીનની સરકારે ફટકારેલ દંડ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, અમે ઈમાનદારીથી આ સજાનો સ્વીકાર કરીએ છીએ, અને સજાનુ દ્ઢતાથી પાલન કરીશુ

Next Article