ITR Verification: હવે 30 દિવસમાં જ ITRનું વેરિફિકેશન કરવુ પડશે, નહીં તો તમારા રિટર્નનો કોઈ ફાયદો થશે નહીં

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 30 દિવસની અંદર 1 ઓગસ્ટના રોજ ભરેલ ITRની ચકાસણી કરવી જરૂરી રહેશે. એટલે કે, જો તમે 31 જુલાઈ સુધી તમારું ITR ફાઈલ કર્યું નથી તો 30-દિવસનો નિયમ તમારી સાથે લાગુ થશે નહીં.

ITR Verification: હવે 30 દિવસમાં જ ITRનું વેરિફિકેશન કરવુ પડશે, નહીં તો તમારા રિટર્નનો કોઈ ફાયદો થશે નહીં
Image Credit source: File Image
| Edited By: | Updated on: Aug 01, 2022 | 8:34 PM

જો ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR Filing) 31 જુલાઈ સુધીમાં ભર્યુ છે તો તેનું વેરિફિકેશન પણ કરી લો. આ કામ પૂર્ણ કરવું એ ITR ફાઈલ કરવા જેટલું જ મહત્વપૂર્ણ છે. ખાસ વાત એ છે કે તમને ITR વેરિફિકેશન માટે આ વખતે માત્ર 30 દિવસનો સમય મળશે. પહેલા આ સમયગાળો 120 દિવસનો હતો તો પછી વિલંબ શાનો? ITR વેરિફિકેશન તરત જ કરાવો. આ કામ ઓનલાઈન પણ થઈ શકે છે. જો તમે ઈચ્છો તો તમે બેંગલોર CPC ઓફિસને પત્ર મોકલીને પણ આ કામ કરી શકો છો. પરંતુ જ્યારે તમને આ સુવિધા ઘરે બેઠા મળી રહી છે, ત્યારે આટલી મહેનત શા માટે કરો.

120 દિવસની જગ્યાએ 30 દિવસની અંદર ITR વેરિફિકેશન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તેના વિશે સીબીડીટીએ જણાવ્યું છે. સીબીડીટીએ 29 જુલાઈ, 2022ના રોજ આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 30 દિવસની અંદર 1 ઓગસ્ટના રોજ ભરેલ ITRની ચકાસણી કરવી જરૂરી રહેશે. એટલે કે, જો તમે 31 જુલાઈ સુધી તમારું ITR ફાઈલ કર્યું નથી તો 30-દિવસનો નિયમ તમારી સાથે લાગુ થશે નહીં. જે લોકો 1 ઓગસ્ટ પછી ITR ફાઈલ કરશે, તેમણે 120 દિવસમાં નહીં પણ 30 દિવસમાં ITR વેરિફિકેશન કરવું પડશે.

ધારો કે તમે રિટર્ન ફાઈલ કર્યાના 30 દિવસમાં રિટર્ન વેરિફિકેશન ન કરો તો શું થશે? આવી સ્થિતિમાં તમારા ITRને નકામું ગણવામાં આવશે. CBDT માની લેશે કે તમે ક્યારેય ITR ફાઈલ કર્યું નથી. આ રીતે તમારું ITR સંપૂર્ણપણે અમાન્ય ગણાશે. પરિણામે, તમારા ITR પર પ્રક્રિયા કરવામાં આવશે નહીં અને તમારા રિફંડના નાણાં તમારા ખાતામાં જમા થશે નહીં. તમારે એકસાથે ઘણા બધા નુકસાન સહન કરવા પડી શકે છે તો પછી ઉકેલ શું છે? ઉકેલ એ છે કે તરત જ ઈ-વેરિફિકેશન કરવું, જે ઓનલાઈન, ઘરે બેસીને અને થોડીવારમાં થઈ જાય છે.

આ રીતે કરો ITRનું ઈ-વેરિફિકેશન

  1. જે બેંકમાં તમારું ખાતું છે તેનું નેટ બેંકિંગ ખાતું ખોલો. જો તમારી પાસે ICICI બેંક એકાઉન્ટ છે તો નેટ બેંકિંગમાં સાઈન ઈન કરો
  2. હવે ઈ-ફાઈલ કરેલા રિટર્ન જોવા માટે ‘વ્યૂ રિટર્ન/ફોર્મ’ પસંદ કરો
  3. રીટર્ન પેન્ડીંગ ફોર ઈ-વેરીફીકેશન ઓપ્શન પર ક્લિક કરો
  4. હવે e-verify પસંદ કરો
  5. એક નાની પોપ-અપ વિન્ડો દેખાશે જે તમને ઈ-વેરિફિકેશન કન્ફર્મ કરવાનું કહેશે. અહીં Continue પર ક્લિક કરો. તમારા આવકવેરા રિટર્નની ચકાસણી કરવા માટે એક EVC જનરેટ કરવામાં આવશે. આ અટેચમેન્ટને ડાઉનલોડ કરો અને તમારી પાસે રાખો, તે પછીથી કામમાં આવી શકે છે.

Published On - 8:33 pm, Mon, 1 August 22