Income Tax Refund : આવકવેરા વિભાગ દ્વારા 1.62 લાખ કરોડનું રિફંડ અપાયું, આ રીતે તપાસો તમારા ખાતાની સ્થિતિ

જો કોઈ વિક્ષેપ ન હોવા છતાં પણ રિફંડ ન આવે તો આવકવેરા વિભાગમાં ફરિયાદ કરી શકાય છે.

Income Tax Refund : આવકવેરા વિભાગ દ્વારા 1.62 લાખ કરોડનું રિફંડ અપાયું, આ રીતે તપાસો તમારા ખાતાની સ્થિતિ
income tax department ( File photo)
| Edited By: | Updated on: Jan 28, 2022 | 6:45 AM

આવકવેરા(Income Tax) વિભાગે ગુરુવારે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 1.79 કરોડ કરદાતાઓને રૂ. 1.62 લાખ કરોડથી વધુનું રિફંડ જારી કર્યું છે. આમાં આકારણી વર્ષ 2020-21 માટે 1.41 કરોડ રિફંડનો સમાવેશ થાય છે જે રૂ. 27,111.40 કરોડ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એપ્રિલ 1, 2021 અને જાન્યુઆરી 24, 2022 વચ્ચે 1.79 કરોડથી વધુ કરદાતાઓને રૂ. 1,62,448 કરોડથી વધુનું રિફંડ જારી કર્યું છે તેમ આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું છે.

 

 

ઘરે બેઠા આવકવેરા વિભાગને ફરિયાદ કરી શકો છો

જો કોઈ વિક્ષેપ ન હોવા છતાં પણ રિફંડ ન આવે તો આવકવેરા વિભાગમાં ફરિયાદ કરી શકાય છે. આવકવેરા વિભાગે આ માટે ટોલ ફ્રી નંબર 18001801961/1961 જારી કર્યા છે. કરદાતાઓ આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

 

આવકવેરા વિભાગની નવી વેબસાઇટ પરથી રિફંડની સ્થિતિ આ રીતે તપાસો

  • સૌથી પહેલા તમારે વેબસાઇટ www.incometax.gov.in પર જવું પડશે.
  • યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરો.
  • લોગીન કર્યા પછી, તમને ઈ-ફાઈલિંગનો વિકલ્પ દેખાશે.
  • હવે તમે ઈન્કમ ટેક્સ રિટર્ન પસંદ કરો
  • તે પછી View File Return પર ક્લિક કરો.
  • હવે તમારા ITRની વિગતો બતાવવામાં આવશે.

 

PAN અને Adhaar ને લિંક કરો

રિટર્ન ફાઇલ કરતા પહેલા આ સૌથી મહત્વની બાબત છે. તમારે તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) તમારા આધાર સાથે લિંક કરવો પડશે. તે જ સમયે, PAN-Adhaar લિંક કરવાની સમયમર્યાદા પણ લંબાવવામાં આવી છે. હવે તેને 31 માર્ચ 2022 સુધી લિંક કરી શકાશે.

 

આ પણ વાંચો :  Air India ની 69 વર્ષ બાદ Tata Group માં ઘર વાપસી, 18000 કરોડની ડીલ અંતર્ગત Tata દેશની બીજી સૌથી મોટી Airline Company બનશે

 

આ પણ વાંચો : Budget 2022: RBIના ભૂતપૂર્વ ગવર્નર ડી સુબ્બારાવે કહ્યું- બજેટમાં અસમાનતાને દૂર કરવા અને રોજગાર પેદા કરવા પર ભાર મૂકવો જોઈએ