ITR Filing: નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ આજે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં, જાણો કઈ સુવિધાઓ પ્રભાવિત થશે?

|

Oct 24, 2021 | 6:52 AM

મેન્ટેનન્સ એક્ટિવિટી માટે થોડા સમય માટે વેબસાઇટ બંધ કરવી સામાન્ય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) પણ RTGS, NEFT વગેરે સેવાઓ માટે સમયાંતરે આ પ્રકારની એલર્ટ જારી કરે છે.

ITR Filing: નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ આજે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં, જાણો કઈ સુવિધાઓ પ્રભાવિત થશે?
The new income tax portal will not work till 10 am today

Follow us on

શું તમે પણ આવકવેરા વિભાગની નવી આવકવેરા પોર્ટલ વેબસાઈટ દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાનું વિચારી રહ્યા છો? તો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. આવકવેરા વિભાગની નવી વેબસાઇટ એક નિશ્ચિત સમય માટે બંધ રહેશે. મેન્ટેનન્સના કારણે આ વેબસાઇટ આજે રવિવારે સવારે 10 વાગ્યા સુધી કામ કરી શકાશે નહીં.

નવી આવકવેરાની વેબસાઈટ ખોલવા પર એક નોટિસ લખવામાં આવી રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, “સાવધાન: મેન્ટેનન્સ એક્ટિવિટીના કારણે વેબસાઇટ રવિવારે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં.”

આ તમામ કામોને અસર થશે
આ દરમિયાન તમારે ITR ફાઈલ કરવાની, પોતાને કાનૂની વારસદાર તરીકે રજીસ્ટર કરાવવાની, ટેક્સ રિટર્નની ચકાસણી માટે તમારી ડિજિટલ હસ્તાક્ષર નોંધણી કરવી, તમારું ફોર્મ 26AS ડાઉનલોડ કરવું અને નવી ઈ-ફાઈલિંગ વેબસાઈટ સહિત અન્ય કાર્યોની જરૂર પડશે તો તમારે તેને એક્સેસ કરી શકશો નહીં.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મેન્ટેનન્સ એક્ટિવિટી માટે થોડા સમય માટે વેબસાઇટ બંધ કરવી સામાન્ય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) પણ RTGS, NEFT વગેરે સેવાઓ માટે સમયાંતરે આ પ્રકારની એલર્ટ જારી કરે છે.

ઇન્ફોસિસ દ્વારા તૈયાર કરાઈ છે વેબસાઈટ
આવકવેરા વિભાગના નવા પોર્ટલમાં લોકોને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નવું પોર્ટલ www.incometax.gov.in ભારતીય IT કંપની Infosys દ્વારા ડેવલોપ કરવામાં આવ્યું છે. તેને સાત જૂને લોન્ચ કરવામાં આવી હતી. લોકોને પડતી મુશ્કેલીઓને કારણે સરકારે ITR ફાઇલ કરવાની સમયમર્યાદા પણ લંબાવી હતી.

ITR કઈ રીતે e-Verify કરી શકાય?
નાણા મંત્રાલયે હવે આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરાયેલી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ (Faceless Assessment Scheme) હેઠળ સબમિટ કરેલા ઈ-રેકોર્ડ્સના પ્રમાણીકરણ નિયમોને વધુ સરળ બનાવી દીધા છે. હવે ઇન્કમ ટેક્સ પોર્ટલ પર કરદાતાના રજિસ્ટર્ડ એકાઉન્ટમાંથી સબમિટ કરાયેલા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સને ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) મારફતે કરદાતા દ્વારા પ્રમાણિત ગણવામાં આવશે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ચકાસવાની રીતો
તમે તમારા ITR ને ઓનલાઈન તેમજ ઓફલાઈન પણ ચકાસી શકો છો. એકવાર તમારું ITR ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર અપલોડ થઈ જાય પછી IT વિભાગ તમને તમારા ITR ને ચકાસવા માટે 120 દિવસનો સમય આપે છે. જો તે આ સમયગાળા દરમિયાન વેરિફિકેશન પૂર્ણ ન થાય તો IT કાયદા મુજબ તમારી ટેક્સ ફાઇલિંગ અમાન્ય રહેશે.

ITR વેરિફિકેશન કેવી રીતે કરી શકાય?
>> ઇ-વેરિફિકેશન પ્રક્રિયા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ‘ઇ-વેરીફાઇ રિટર્ન્સ’ ક્વિક લિંક પર ક્લિક કરો.?
>> પછી PAN, આકારણી વર્ષ વગેરે જેવી જરૂરી માહિતી ભરો.
>> હવે ‘E-Verify’ પર ક્લિક કરો.
>> આ પછી તમે તમારો ઈ-વેરિફિકેશન કોડ (EVC) જનરેટ થશે.

આ પણ વાંચો :  ICICI Bank Q2 Results: બીજા ક્વાર્ટરમાં પ્રોફિટમાં આવ્યો 25 ટકાનો ઉછાળો, કુલ 6,092 કરોડની કમાણી

આ પણ વાંચો : પાવર સેક્ટરને બચાવવા માટે પાવર મંત્રાલયે જાહેર કર્યા નવા નિયમો, નાણાકીય બોજ ઘટાડવામાં મળશે મદદ

Next Article