ITR Filing : 2.38 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ થયાં, 31 ડિસેમ્બર બાદ ચૂકવવી પડશે લેટ ફી

નવા ઈન્કમ ટેક્સ પોર્ટલની શરૂઆત સાથે કેટલાક નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે જેને અવગણીને ITR ફાઈલ થશે નહીં. યુઝર ભલે ગમે તેટલા ટેકનિકલ નિષ્ણાતો હોય પરંતુ તેમણે ફેરફારોને જાણવા પડશે.

ITR Filing : 2.38 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ થયાં, 31 ડિસેમ્બર બાદ ચૂકવવી પડશે લેટ ફી
these 7 documents will will reduce your worries regarding ITR Filing
| Edited By: | Updated on: Nov 10, 2021 | 7:43 AM

આવકવેરા વિભાગ(Income Tax Department)ના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આકારણી વર્ષ 2021-22 માટે 2.38 કરોડથી વધુ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) પ્રાપ્ત થયા છે. આવકવેરા વિભાગે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આકારણી વર્ષ 2021-22 માટે IT રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 છે.

CBDT માર્ગદર્શિકા મુજબ જો કોઈ વ્યક્તિગત કરદાતા 31 ડિસેમ્બર 2021ની ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ ચૂકી જાય તો તેણે લેટ ફી ચૂકવવી પડશે અને લેટ રિટર્ન ફાઇલ કરવુંપડશે.

IT વિભાગે તેના ટ્વીટમાં કહ્યું કે અમે તમને વિનંતી કરીએ છીએ કે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમારું ITR ફાઈલ કરો જો હજી સુધી ફાઇલ નથી કર્યું. શરૂઆતમાં અંતિમ તારીખ 31મી જુલાઈ 2021 હતી પરંતુ હવે કોઈ વ્યક્તિ 31મી ડિસેમ્બર 2021 સુધી ફાઇલ કરી શકો છે.

આઇટી વિભાગના જણાવ્યા અનુસાર 2.08 કરોડથી વધુ ITR ની ચકાસણી કરવામાં આવી છે. 1.68 કરોડથી વધુ ITR પ્રોસેસ થયા છે . તે જ સમયે 64 લાખથી વધુ કેસમાં રિફંડ જારી કરવામાં આવ્યા છે.

 

 

ITR ફાઇલ કરતી વખતે આ દસ્તાવેજો તમારી સાથે રાખો
આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે બધા જરૂરી દસ્તાવેજો તમારી સાથે રાખવા મહત્વપૂર્ણ છે. મોટાભાગના પગારદાર કરદાતાઓ ITR-1 ફોર્મનો ઉપયોગ કરે છે અને તેમાં મોટાભાગની માહિતી પહેલાથી ભરેલી હોય છે.

સરકારના નવા લોંચ કરાયેલા ઈ-ફાઈલિંગ પોર્ટલમાં પણ ITR-1નો ડેટા પહેલાથી જ દાખલ છે. જો કે, ધ્યાનમાં રાખો કે નવું ટેક્સ ફાઇલિંગ પોર્ટલ ઘણી તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે જેના કારણે તમારે ITR ફોર્મમાં પહેલાથી ભરેલી વિગતો તપાસવી જોઈએ. તમારે તમારું ITR ફાઇલ કરતા પહેલા દસ્તાવેજો પાસે રાખવા જોઈએ.

ઇન્કમ ટેક્સ પોર્ટલ પર આ માહિતી તરત જ અપડેટ કરો
નવા ઈન્કમ ટેક્સ પોર્ટલની શરૂઆત સાથે કેટલાક નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે જેને અવગણીને ITR ફાઈલ થશે નહીં. યુઝર ભલે ગમે તેટલા ટેકનિકલ નિષ્ણાતો હોય પરંતુ તેમણે ફેરફારોને જાણવા પડશે. આ ફેરફારો અનુસાર પોર્ટલમાં અપડેટ કર્યું હશે તો જ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ (ITR Filing) કરી શકાય છે.

નવા ઇન્કમટેક્સ પોર્ટલ પર જ્યાં સુધી તમે તમારી બેંક ખાતાની માહિતી અપડેટ નહિ કરો ત્યાં સુધી તમે ITR Filing કરી શકતા નથી. આ જ કારણ છે કે ઘણા લોકો ઘણા દિવસોથી નવા પોર્ટલ પર ટેક્સ ફાઈલ કરી રહ્યા છે પરંતુ તેમનો ITR હજુ પણ અટકી રહ્યો છે. એકવાર તપાસો કે બેંક વિગતો નવા પોર્ટલમાં અપડેટ કરવામાં આવી છે કે નહીં. જો નહીં તો બેંક એકાઉન્ટ અપડેટ કરો પછી ITR ફાઇલ કરો તમારું કામ સરળતાથી થઈ જશે.

 

આ પણ વાંચો :  પદ્મભૂષણથી સન્માનિત થયા બાદ આનંદ મહિન્દ્રાએ પોતાને ‘અયોગ્ય’ ગણાવ્યા! કારણ જણાવી લોકોનું જીતી લીધું દિલ

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today: રાહતના સમાચાર, આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ

Published On - 7:42 am, Wed, 10 November 21