ITR Filling: HRAની ગણતરી કેવી રીતે કરવી? જાણો તેની સાથે સંબંધિત સંપૂર્ણ માહિતી

HRA એ તમારા પગારનો જ એક ભાગ છે. આ અંતર્ગત તમે ઘરના ભાડા દ્વારા ટેક્સની બચત કરી શકો છો. અમે તમને જણાવીશું કે તમે આનાથી ટેક્સ બેનિફિટ કેવી રીતે મેળવી શકો છો અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.

ITR Filling: HRAની ગણતરી કેવી રીતે કરવી? જાણો તેની સાથે સંબંધિત સંપૂર્ણ માહિતી
| Edited By: | Updated on: Jul 07, 2023 | 1:05 PM

નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થઈ ગયું છે અને નોકરિયાત લોકોને તેના Form 16 મળી ગયા છે. નોકરી કરતા લોકોને હવે ITR ફાઈલ કરવા માટે 31 જુલાઈ સુધીનો સમય આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. આઈટી વિભાગના નિયમ અનુસાર દરેક લોકો કે જેઓ દર વર્ષે રિટર્ન ભરે છે તેઓએ આવકવેરા રિટર્ન સમયસર ફાઈલ કરવું જોઈએ. ITR ફાઇલ કરતા પહેલા તમને તેના સંબંધિત નિયમો વિશે જાણકારી હોવી જરૂરી છે.

તમે ITR ફાઇલ કરતી વખતે એવા ઘણા કોમ્પોનેન્ટ છે જેનાથી ટેક્સની બચત કરી શકાય છે. HRA તેમાંથી એક છે. HRA એ તમારા પગારનો જ એક ભાગ છે. આ અંતર્ગત તમે ઘરના ભાડા દ્વારા ટેક્સની બચત કરી શકો છો. અમે તમને જણાવીશું કે તમે આનાથી ટેક્સ બેનિફિટ કેવી રીતે મેળવી શકો છો અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.

પગારમાં HRA શું હોય છે?

આવકવેરા એક્ટની કલમ 10(13A) હેઠળ HRA એ ખાસ કર બચતની જોગવાઈ છે. HRAનો હેતુ રહેઠાણના ઘર પરના ખર્ચને ઘટાડવાનો છે અને તેને કપાત ભાડા તરીકે લઈ શકાય છે. HRA એ દરેક શહેરમાં અલગ-અલગ હોય છે. મેટ્રો શહેરોમાં તેનો દર વધારે હોય છે. તે ટેક્સ જવાબદારી ઘટાડે છે. તો ચાલો જાણીએ કે HRA ની ગણતરી કેવી રીતે કરવી જોઈએ.

HRA ની ગણતરી કેવી રીતે થાય છે?

HRA ની ગણતરી આપણે એક ઉદાહરણ સાથે સમજીએ. માની લો કે તમે દિલ્હીમાં પ્રાઈવેટ કંપનીમાં કામ કરો છો અને તમારો મૂળ પગાર રૂ. 40,000 છે. મતલબ તમારો વાર્ષિક પગાર રૂ. 4,80,000 છે. હવે તેમાંથી તમને HRA તરીકે 11,000 રૂપિયા મળે છે. જો તમે રહેવા માટે 14,000 રૂપિયા ખર્ચો છો, તો તમે HRA મુક્તિની રકમનો લાભ લઈ શકો છો.

આ પણ વાંચો : Pentagon Rubber IPO Listing: રોકાણકારોને 86 ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યું, શેરમાં બાદમાં નરમાશ દેખાઈ

આ છે તેની ગણતરી

HRA રકમ દર મહિનાના રૂ. 11,000 લેખે ગણતરી કરીએ તો 12 માસના રૂ. 1,32,000 મૂળ પગારના 50% (મેટ્રો શહેરોમાં), એટલે કે રૂ. 4,80,000 નું 50% = રૂ. 2,40,000 તમારા ઘરનું વાસ્તવિક ભાડું, મૂળ પગારના 10% ઓછા કરવામાં આવે તો 1,68,000 (14,000 x 12) (બાદબાકી કરો) રૂ 48,000 (રૂ. 4,80,000 નું 10%) = રૂ. 1,20,000

હવે આ ગણતરી મુજબ તમે સૌથી ઓછી રકમ 1,20,000 ની HRA મુક્તિ માટે પાત્ર બનો છો.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો