
આયક૨ રિટર્ન ભરનારા ટેક્સપેયર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) નાણાકીય વર્ષ 2025-26 એટલે કે એસેસમેન્ટ યર (AY) 2026-27 માટે ટેક્સ ઓડિટના દાયરામાં આવતા ટેક્સપેયર્સને રાહત આપી છે. CBDT એ ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 21 દિવસ લંબાવીને 21 નવેમ્બર 2026 કરી દીધી છે. પહેલા આ તારીખ 31 ઓક્ટોબર 2026 હતી.
આ સાથે જ ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની સમયમર્યાદા પણ વધારવામાં આવી છે. અગાઉ ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2026 હતી, જેને હવે વધારીને 21 ઓક્ટોબર 2026 કરી દેવામાં આવી છે.
હવે જે ટેક્સપેયર્સના ખાતાઓનું ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 હેઠળ ઓડિટ જરૂરી છે, તેમના માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ હવે 21 નવેમ્બર 2026 રહેશે. પહેલા તેમણે 31 ઓક્ટોબર સુધી ITR ફાઈલ કરવાનું હતું.
આ સિવાય, સંબંધિત ટેક્સ ઓડિટ રિપોર્ટ હવે 21 ઓક્ટોબર 2026 સુધી જમા કરાવી શકાશે. ઓડિટ રિપોર્ટ માટે ટેક્સપેયર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને પહેલાની સરખામણીએ વધારાનો સમય મળશે.
ટેક્સ ઓડિટ પૂર્ણ કરવા માટે ટેક્સપેયર્સ અને ઓડિટર્સે ઘણી માહિતી મેળવવી અને સરખાવવી પડે છે. આમાં GST રિટર્ન, TDS અને TCS ની માહિતી, Form 26AS, Annual Information Statement (AIS) અને Taxpayer Information Summary (TIS) જેવી માહિતીની તપાસ જોડાયેલ છે.
The Central Board of Direct Taxes (CBDT) has decided to extend the due date of furnishing of Return of Income for Assessment Year 2026-27 in the case of persons mentioned at S. No. 2 in the Table below Explanation 2 to sub-section (1) of section 139 of the Income-tax Act, 1961 from 31st October, 2026 to 21st November, 2026.
Accordingly, the ‘specified date’ for furnishing of the report of audit under the provisions of the Income-tax Act, 1961 for Assessment Year 2026-27, in the case of such persons, stands extended to 21st October, 2026
Press Release Issued.
— Income Tax India (@IncomeTaxIndia) September 28, 2026
આ ઉપરાંત વ્યવસાય સાથે જોડાયેલી આવક, ખર્ચ, અચલ સંપત્તિ, લોન, Statutory liabilities, સંબંધિત પક્ષો સાથેના વ્યવહારો અને બીજી જરૂરી માહિતીની પણ ચકાસણી કરવામાં આવે છે. કોઈ પણ માહિતીમાં તફાવત જણાય તો તેને સુધારવામાં કે ફરીથી તપાસવામાં વધારાનો સમય લાગી શકે છે.
ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંગઠન અને ટેક્સ પ્રોફેશનલ્સે સરકાર પાસે ડેડલાઈન વધારવાની માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે, ઓડિટ પૂર્ણ કરવા, અલગ-અલગ રેકોર્ડ્સ સરખાવવા અને જરૂરી માહિતીની ચકાસણી કરવા માટે પહેલા નક્કી કરેલી સમયમર્યાદા ઓછી પડી રહી હતી.
ડેડલાઈન વધવાનો અર્થ એ નથી કે, ટેક્સપેયર્સ ઓડિટનું કામ છેલ્લી ઘડી સુધી બાકી રાખે. આ વધારાના સમયનો ઉપયોગ બાકી કામ પૂર્ણ કરવા અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવામાં કરવો જોઈએ. ટેક્સપેયર્સે પોતાના બુક્સ ઓફ એકાઉન્ટ્સ, બેંક સ્ટેટમેન્ટ, બિલ અને ઈનવોઈસ, GST રેકોર્ડ અને TDS ને લગતી માહિતી અપડેટ રાખવી જોઈએ.
આ સાથે જ AIS, TIS અને Form 26AS પણ ચકાસી લેવા જોઈએ. જો આ રેકોર્ડ્સ અને ચોપડાઓમાં કોઈ તફાવત હોય, તો તેને ઓડિટ રિપોર્ટ જમા થતા પહેલા સુધારી લેવો જોઈએ.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ્યારે ટેક્સ ઓડિટ રિપોર્ટ ઇન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર અપલોડ કરશે, ત્યાર પછી ટેક્સપેયર્સે પોતાના ઇન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ એકાઉન્ટમાંથી રિપોર્ટને સ્વીકારવો (Accept કરવો) પડશે. આથી, ટેક્સપેયર્સે માત્ર ઓડિટ રિપોર્ટ અપલોડ થાય ત્યાં સુધીનો જ સમય ન જોવો જોઈએ પરંતુ તેને સ્વીકારવા માટે પણ પૂરતો સમય રાખવો જોઈએ.