AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટેક્સપેયર્સને મોટી રાહત… ITR ફાઈલ કરવાની અને ઓડિટ રિપોર્ટની તારીખ લંબાવાઈ

જો તમારે પણ ઇન્કમ ટેક્સ ઓડિટ કરાવવાનું થાય છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. CBDT એ ITR ફાઈલ કરવાથી લઈને ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની ડેડલાઈન લંબાવી દીધી છે. આ એક નિર્ણયથી ટેક્સપેયર્સને પોતાના ખાતાઓની ચકાસણી કરવા અને સચોટ માહિતી સાથે રિટર્ન ભરવા માટે વધારાનો સમય મળશે.

Breaking News: ટેક્સપેયર્સને મોટી રાહત... ITR ફાઈલ કરવાની અને ઓડિટ રિપોર્ટની તારીખ લંબાવાઈ
Image Credit source: AI Generated
| Updated on: Sep 28, 2026 | 6:34 PM
Share

આયક૨ રિટર્ન ભરનારા ટેક્સપેયર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) નાણાકીય વર્ષ 2025-26 એટલે કે એસેસમેન્ટ યર (AY) 2026-27 માટે ટેક્સ ઓડિટના દાયરામાં આવતા ટેક્સપેયર્સને રાહત આપી છે. CBDT એ ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 21 દિવસ લંબાવીને 21 નવેમ્બર 2026 કરી દીધી છે. પહેલા આ તારીખ 31 ઓક્ટોબર 2026 હતી.

આ સાથે જ ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની સમયમર્યાદા પણ વધારવામાં આવી છે. અગાઉ ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2026 હતી, જેને હવે વધારીને 21 ઓક્ટોબર 2026 કરી દેવામાં આવી છે.

ITR ભરવાની નવી તારીખ કઈ છે?

હવે જે ટેક્સપેયર્સના ખાતાઓનું ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 હેઠળ ઓડિટ જરૂરી છે, તેમના માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ હવે 21 નવેમ્બર 2026 રહેશે. પહેલા તેમણે 31 ઓક્ટોબર સુધી ITR ફાઈલ કરવાનું હતું.

આ સિવાય, સંબંધિત ટેક્સ ઓડિટ રિપોર્ટ હવે 21 ઓક્ટોબર 2026 સુધી જમા કરાવી શકાશે. ઓડિટ રિપોર્ટ માટે ટેક્સપેયર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને પહેલાની સરખામણીએ વધારાનો સમય મળશે.

Tax Audit ની ડેડલાઈન શા માટે વધારવામાં આવી?

ટેક્સ ઓડિટ પૂર્ણ કરવા માટે ટેક્સપેયર્સ અને ઓડિટર્સે ઘણી માહિતી મેળવવી અને સરખાવવી પડે છે. આમાં GST રિટર્ન, TDS અને TCS ની માહિતી, Form 26AS, Annual Information Statement (AIS) અને Taxpayer Information Summary (TIS) જેવી માહિતીની તપાસ જોડાયેલ છે.

આ ઉપરાંત વ્યવસાય સાથે જોડાયેલી આવક, ખર્ચ, અચલ સંપત્તિ, લોન, Statutory liabilities, સંબંધિત પક્ષો સાથેના વ્યવહારો અને બીજી જરૂરી માહિતીની પણ ચકાસણી કરવામાં આવે છે. કોઈ પણ માહિતીમાં તફાવત જણાય તો તેને સુધારવામાં કે ફરીથી તપાસવામાં વધારાનો સમય લાગી શકે છે.

ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંગઠન અને ટેક્સ પ્રોફેશનલ્સે સરકાર પાસે ડેડલાઈન વધારવાની માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે, ઓડિટ પૂર્ણ કરવા, અલગ-અલગ રેકોર્ડ્સ સરખાવવા અને જરૂરી માહિતીની ચકાસણી કરવા માટે પહેલા નક્કી કરેલી સમયમર્યાદા ઓછી પડી રહી હતી.

હવે ટેક્સપેયર્સે શું કરવું જોઈએ?

ડેડલાઈન વધવાનો અર્થ એ નથી કે, ટેક્સપેયર્સ ઓડિટનું કામ છેલ્લી ઘડી સુધી બાકી રાખે. આ વધારાના સમયનો ઉપયોગ બાકી કામ પૂર્ણ કરવા અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવામાં કરવો જોઈએ. ટેક્સપેયર્સે પોતાના બુક્સ ઓફ એકાઉન્ટ્સ, બેંક સ્ટેટમેન્ટ, બિલ અને ઈનવોઈસ, GST રેકોર્ડ અને TDS ને લગતી માહિતી અપડેટ રાખવી જોઈએ.

આ સાથે જ AIS, TIS અને Form 26AS પણ ચકાસી લેવા જોઈએ. જો આ રેકોર્ડ્સ અને ચોપડાઓમાં કોઈ તફાવત હોય, તો તેને ઓડિટ રિપોર્ટ જમા થતા પહેલા સુધારી લેવો જોઈએ.

Audit Report જમા થયા પછી શું કરવું પડશે?

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ્યારે ટેક્સ ઓડિટ રિપોર્ટ ઇન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર અપલોડ કરશે, ત્યાર પછી ટેક્સપેયર્સે પોતાના ઇન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ એકાઉન્ટમાંથી રિપોર્ટને સ્વીકારવો (Accept કરવો) પડશે. આથી, ટેક્સપેયર્સે માત્ર ઓડિટ રિપોર્ટ અપલોડ થાય ત્યાં સુધીનો જ સમય ન જોવો જોઈએ પરંતુ તેને સ્વીકારવા માટે પણ પૂરતો સમય રાખવો જોઈએ.

NSE IPO: 3 દિવસમાં ઉચ્ચતમ સ્તરથી 6.25% તૂટ્યો શેર, શોર્ટ ટર્મમાં જોખમના સંકેત, તો લોંગ ટર્મનું રોકાણ સેફ કે અનસેફ?

Follow Us
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો
Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
g clip-path="url(#clip0_868_265)">