IT ઉદ્યોગ સંસ્થા નાસ્કોમે(NASSCOM) મંગળવારે જણાવ્યું હતું કે દેશના IT સેક્ટર(IT Sector) માં નોકરી છોડવાનો દર (Attrition rate) ટોચ પર પહોંચી ગયો છે. નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ (NASSCOM) ના વાઇસ પ્રેસિડેન્ટ ક્રિષ્નન રામાનુજમે જણાવ્યું હતું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં TOP-10 આઈટી કંપનીઓના ડેટા પર નજર કરવામાં આવે તો એવું લાગે છે કે કંપની છોડનારાઓની સંખ્યામાં ઘટાડો ન પણ થયો હોય તો પણ તે સ્થિર કહી શકાય છે.
આઈટી કંપની TCS ના બિઝનેસ અને ટેક્નોલોજી સેવાઓના વડા રામાનુજમે નાસકોમની વ્યૂહાત્મક સમીક્ષા પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે આશા છે કે આઈટી સેક્ટરમાં અમે આ સમસ્યાની ટોચ પર પહોંચી ગયા છીએ અને હવે પરિસ્થિતિમાં સુધારો થશે. તાજેતરના ક્વાર્ટર્સમાં વિશ્વભરની કંપનીઓ તરફથી ડિજિટાઇઝેશનની માંગ વધી હોવાથી ઘણી કંપનીઓએ 20 ટકાથી વધુ કર્મચારીઓએ નોકરી છોડી હોવાની જાણ કરી છે.
આઇટી કંપનીઓએ આયોજન કરતાં વધુ નવા સ્ટાફની ભરતી કરી છે. કર્મચારીને રોકવા માટે રીટેન્શન બોનસ આપવામાં આવે છે. સારો ગ્રોથ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી હતી અને જરૂરી કર્મચારીઓને બઢતી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત HR વિભાગ દ્વારા વિવિધ રણનીતિઓ અપનાવવામાં આવી રહી છે.
વિશ્વભરમાં IT સેવાઓની માંગ વધી છે. તેના કારણે સેક્ટરમાં લગભગ 15.5 ટકાનો વધારો થયો છે. આ છેલ્લા દાયકામાં સૌથી વધુ છે. તે 227 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. હાલમાં આ ક્ષેત્રમાં 50 લાખથી વધુ લોકો કામ કરે છે.
નાસકોમે તેના અહેવાલમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22માં અત્યાર સુધીમાં આ ક્ષેત્રમાં 4.5 લાખ લોકોને સીધા રોજગારી મળી છે. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. આગામી નાણાકીય વર્ષ IT ક્ષેત્ર માટે શાનદાર રહેવાની અપેક્ષા છે. આવતા વર્ષે ડિજિટલ ડિમાન્ડ ચાલુ રહેશે જેના કારણે આ સેક્ટર ઝડપથી આગળ વધશે. 2026 સુધીમાં આ ઉદ્યોગ વધીને 350 અબજ ડોલર થશે.
આ પણ વાંચો : Closing Bell : સોમવારના કડાકાની ઉદાસી આજે આનંદમાં ફેરવાઈ, SENSEX 1736 અંક વધારા સાથે બંધ થયો
આ પણ વાંચો : LIC IPO: તમે પણ દેશના સૌથી મોટા IPO ની રાહ જોઈ રહ્યા છો? જાણો યોજનાની વિગત અને સંભવિત ઈશ્યુ પ્રાઇસ