આવકવેરા વિભાગે(Income Tax Department) ચાલુ નાણાકીય વર્ષ (2021-22)માં 22 નવેમ્બર સુધી 1.11 કરોડથી વધુ કરદાતાઓને રૂ 1,23,667 કરોડથી વધુ રિફંડ આપ્યું છે. આ આંકડો 1 એપ્રિલ 2021 અને 22 નવેમ્બર 2021 વચ્ચે કરવામાં આવેલા રિફંડનો છે. આ રકમમાં વ્યક્તિગત આવકવેરાનું રિફંડ રૂ 41,649 કરોડ જ્યારે કોર્પોરેટનું રિફંડ રૂ 82,018 કરોડ હતું.
CBDT issues refunds of over Rs. 1,23,667 crore to more than 1.11 crore taxpayers from 1st Apr,2021 to 22nd November,2021. Income tax refunds of Rs. 41,649 crore have been issued in 1,08,88,278 cases &corporate tax refunds of Rs. 82,018 crore have been issued in 1,81,218cases(1/2)
— Income Tax India (@IncomeTaxIndia) November 24, 2021
આવકવેરા વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “સીબીડીટીએ 1 એપ્રિલ, 2021 અને નવેમ્બર 22, 2021 વચ્ચે 1.11 કરોડ કરતાં વધુ કરદાતાઓને રૂ. 1,23,667 કરોડથી વધુનું રિફંડ આપ્યું છે. 1,08,88,278 કેસમાં રૂ 41,649 કરોડનું ઇન્કમ ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે. 1,81,218 કેસમાં રૂ 82,018 કરોડનું કોર્પોરેટ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યું છે.
નોંધપાત્ર છે કે છેલ્લા નાણાકીય વર્ષ 2020-21માં આવકવેરા વિભાગે 2.38 કરોડ કરદાતાઓને 2.62 લાખ કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ જારી કર્યા હતા. આ નાણાકીય વર્ષ 2019-20માં જારી કરાયેલા રૂ 1.83 લાખ કરોડના રિફંડ કરતાં 43.2 ટકા વધુ છે.
આવકવેરા વિભાગની નવી વેબસાઇટ પરથી રિફંડની સ્થિતિ આ રીતે તપાસો
ITR ફાઈલ કરતાં પહેલા પતાવીલો આ કામ
સરકારે તાજેતરમાં આકારણી વર્ષ 2021-22 માટે ઇન્કમટેક્સરિટર્ન ભરવાની તારીખ ત્રણ મહિના લંબાવી છે. AY 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખ ત્રણ મહિના વધારીને 31 ડિસેમ્બર, 2021 સુધી કરવામાં આવી છે. CBDTની માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ કરદાતા આ તારીખ સુધીમાં રિટર્ન ફાઈલ કરવામાં સક્ષમ ન હોય તો તેણે લેટ ફી ચૂકવવી પડશે અને વિલંબિત ITR ફાઇલ કરવું પડશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતા પહેલા ઘણી બધી બાબતો પણ ધ્યાન આપવું જરૂરી છે.
PAN અને Adhaar ને લિંક કરો
રિટર્ન ફાઇલ કરતા પહેલા આ સૌથી મહત્વની બાબત છે. તમારે તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) તમારા આધાર સાથે લિંક કરવો પડશે. તે જ સમયે, PAN-Adhaar લિંક કરવાની સમયમર્યાદા પણ લંબાવવામાં આવી છે. હવે તેને 31 માર્ચ 2022 સુધી લિંક કરી શકાશે.
આ પણ વાંચો : SBI ALERT : SBI એ તેના ગ્રાહકોને આપી સૂચના! બેન્કિંગ સેવા ચાલુ રાખવી હોય તો ફટાફટ પતાવીલો આ કામ, જાણો વિગતવાર
આ પણ વાંચો : Petrol Diesel Price Today : સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો 1 લીટર ઇંધણની કિંમત શું છે?
Published On - 8:16 am, Thu, 25 November 21