સોનાને સંકટ સમયનું સુરક્ષા કવચ માનતા લોકોને દિગ્ગજ અર્થશાસ્ત્રીએ આપી આ ચેતવણી, કહી આ મોટી વાત

આ વર્ષે સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે. પ્રોફેસર અશ્વથ દામોદરન માને છે કે સોનું ઘણુ મોંઘુ છે. ઐતિહાસિક ગુણોત્તરનું વિશ્લેષણ કરીને, તારણ કાઢ્યું કે સોનું તેના મૂલ્ય કરતાં વધુ વેચાઈ રહ્યું છે. દામોદરનના અનુસાર, સોનાની અસલી ક્ષમતા તો વીમા તરીકે તેને કામમાં લેવામાં જ છે.

સોનાને સંકટ સમયનું સુરક્ષા કવચ માનતા લોકોને દિગ્ગજ અર્થશાસ્ત્રીએ આપી આ ચેતવણી, કહી આ મોટી વાત
| Updated on: Nov 27, 2025 | 4:04 PM

સોનાની કિંમતોમાં આ વર્ષે લાલચોળ તેજી જોવા મળી છે અને ભાવોમાં પણ વધારો થયો છે. જે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ ઔંસ $4,000 ને વટાવી ગયો છે. જોકે, ન્યૂયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર અશ્વથ દામોદરને આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું માનવું છે કે રોકાણકારોએ તેની પાછળના સત્યને ઉંડાણપૂર્વક સમજવુ જોઈએ. દામોદરનના મતે, સોનાની કિંમતો “સ્પષ્ટપણે વધુ પડતી” છે. તેમણે તેના એક બ્લોગ પોસ્ટમાં, જણાવ્યું હતું કે 2025 સુધીમાં સોનાના ભાવમાં 57%નો વધારો થયો છે. છેલ્લા દાયકામાં, સોનું $1,060 થી વધીને $4,000 થી વધુ થઈ ગયું છે. જો કે, આ ચમક તેના સાચા ગુણો સાથે મેળ ખાતી નથી. પ્રોફેસર દામોદરને જણાવ્યુ કે સોનાને ઘણીવાર મોંઘવારી અને આર્થિક સંકટ સમયે સુરક્ષા કવચ માનવામાં આવે છે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે આ સંબંધ એટલો સીધો નથી. તેમણે સમજાવ્યું કે સ્ટોક કે બોન્ડની જેમ સોનું કોઈ આવક ઉત્પન્ન કરતું નથી. આથી તે એક નાણાંકિય સંપત્તિથી વધુ એક કલેક્ટીવ એટલે કે સંગ્રહિત વસ્તુની જેમ છે. તેની કિંમતો મોટાભાગે લોકોની...

Published On - 9:34 pm, Sat, 8 November 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો