તમારી રસોઈમાં વપરાયેલું Cooking Oil અસલી છે કે ભેળસેળયુક્ત? FSSAI ની આ રીત 2 મિનિટમાં નકલી તેલની પોલ ખોલી નાંખશે

|

Sep 28, 2021 | 8:11 AM

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ તેલમાં ભેળસેળ સામે ટ્વિટર પર Detecting Food Adulterants નામનું અભિયાન શરૂ કર્યું છે. લાંબા સમય સુધી ભેળસેળયુક્ત તેલ ખાવું આપણા માટે જીવલેણ બની શકે છે. FSSAI આ અભિયાન અંતર્ગત લોકોને કહી રહ્યું છે કે કેવી રીતે ઘરે ભોજનમાં ભેળસેળનેકઈ રીતે તપાસવી.

સમાચાર સાંભળો
તમારી રસોઈમાં વપરાયેલું Cooking Oil  અસલી છે કે ભેળસેળયુક્ત? FSSAI ની આ રીત 2 મિનિટમાં નકલી તેલની પોલ ખોલી નાંખશે
Detecting Food Adulterants Series by FSSAI

Follow us on

તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘરમાં તેલનો વપરાશ વધે છે પરંતુ તહેવારોમાં તેલમાં ભેળસેળની ફરિયાદો પણ વધે છે. અસલમાં ભેળસેળયુક્ત તેલનો રંગ પીળો બનાવવા માટે તેમાં ખતરનાક metanil yellow ઉમેરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેથી જ આજે અમે તમને જણાવીએ છીએ કે બજારમાં મળતું તેલ અસલી છે કે નહીં તે કઈ રીતે જાણી શકાય?

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ તેલમાં ભેળસેળ સામે ટ્વિટર પર Detecting Food Adulterants નામનું અભિયાન શરૂ કર્યું છે. લાંબા સમય સુધી ભેળસેળયુક્ત તેલ ખાવું આપણા માટે જીવલેણ બની શકે છે. FSSAI આ અભિયાન અંતર્ગત લોકોને કહી રહ્યું છે કે કેવી રીતે ઘરે ભોજનમાં ભેળસેળનેકઈ રીતે તપાસવી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આ વિડીયોમાં FSSAI એ કૂકિંગ ઓઇલમાં metanil yellow જેવા ખતરનાક રંગનો ઉપયોગ શોધવા માટે એક સરળ રીત સમજાવી છે. જાણો કે તમે ઘરેલુ તેલમાં ભેળસેળ કેવી રીતે ચકાસી શકો છો.

 

 

તેલમાં ભેળસેળ કેવી રીતે તપાસવી
1. સૌપ્રથમ એક ટેસ્ટ ટ્યુબમાં 1 મિલી તેલનું સેમ્પલ લો.
2. હવે તેમાં 4ml ડિસ્ટ્રીલ વોટર ઉમેરો અને ટેસ્ટ ટ્યુબને હલાવો.
3. આ મિક્સરનું 2ml બીજી ટેસ્ટ ટ્યુબમાં લો અને મિક્સરમાં 2l કન્સેન્ટ્રેટેડ HCL ઉમેરો.
4. હવે જો તમને ભેળસેળવાળા તેલના ઉપરના સ્તરમાં કોઈ રંગ પરિવર્તન ન દેખાય તો તેલ અસલી છે.
5. પરંતુ જો ભેળસેળયુક્ત તેલ હોય તો તેના ઉપરના સ્તર પર એસિડમાં રંગ બદલાય છે.

metanil yellowની આડઅસરો
metanil yellow એક ફૂડ કલર છે જેનો ભારતમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, metanil yellow માનવ શરીર માટે ખતરનાક છે. ખરેખર તે આપણા મગજની શીખવાની અને સમજવાની ક્ષમતા ઘટાડે છે. FSSAI એ ટ્વીટમાં કહ્યું છે કે HCL એસિડ ભેળસેળયુક્ત તેલના નમૂનામાંથી પ્રતિબંધિત રંગ નીકળે છે. metanil yellow અને એસિડ લેયરમાં રંગ બદલાય છે. જ્યારે શુદ્ધ તેલ રંગમાં કોઈ ફેરફાર બતાવતું નથી.

 

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : સતત ચોથા દિવસે ડીઝલ સાથે પેટ્રોલના ભાવ પણ વધ્યા, જાણો તમારા શહેરની 1 લીટર ઇંધણની કિંમત

 

આ પણ વાંચો : Paras Defence IPO Share Allotment: વર્ષના સૌથી સફળ IPO ના શેરની થઇ રહી છે ફાળવણી,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ ?

Next Article