IRFC BOND 2021 : IRFCએ 20 વર્ષના બોન્ડ દ્વારા 1,375 કરોડનું મૂડી ભંડોળ એકત્ર કર્યું, 6 ગણો ભરાયો ઈશ્યુ

|

Mar 28, 2021 | 5:26 PM

IRFC BOND 2021 : IRFCના આ બોન્ડને દેશના તેમજ વિદેશના રોકાણકારો તરફથી બમ્પર પ્રતિસાદ મળ્યો છે.

IRFC BOND 2021 : IRFCએ 20 વર્ષના બોન્ડ દ્વારા 1,375 કરોડનું મૂડી ભંડોળ એકત્ર કર્યું, 6 ગણો ભરાયો ઈશ્યુ
IRFC BOND 2021

Follow us on

IRFC BOND 2021 : ઇન્ડિયન રેલ્વે ફાઈનાન્સ કોર્પોરેશન – IRFCએ 26 માર્ચને શુક્રવારે 20 વર્ષના બોન્ડ જાહેર કરીને માર્કેટમાંથી રૂ. 1,375 કરોડનું મૂડી ભંડોળ એકત્ર કર્યું છે. IRFCના આ બોન્ડને એટલો બમ્પર પ્રતિસાદ મળ્યો કે આ ઈશ્યુ તેની બેઝ સાઈઝ રૂ.500 કરોડ  કરતા 6 ગણો વધારે ભરાયો હતો.

બોન્ડને 6 ગણા વધુ નાણા મળ્યા
IRFCના આ બોન્ડને દેશના તેમજ વિદેશના રોકાણકારો તરફથી બમ્પર પ્રતિસાદ મળ્યો છે. આ ઈશ્યુ તેની  બેઝ સાઈઝ રૂ.500 કરોડ  કરતા 6 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો છે. IRFCના આ બોન્ડ ને મળેલા આ પ્રતિસાદથી આવનારા સમયમાં આવા સેગમેન્ટ બોન્ડ્સ માટે એક નવો બેંચમાર્ક સેટ થયો છે. કંપનીને ચાલુ નાણાકીય વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાની મંજૂરી મળી હતી. કંપનીએ આ વાર્ષિક લક્ષ્ય હાંસલ કર્યું છે. કંપનીને દેશી અને વિદેશી રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

શુક્રવારે બોન્ડ જાહેર કરવામાં આવ્યો 
IRFCએ શુક્રવારે વાર્ષિક ધોરણે મેચ્યોરિટી સોવરીન બોન્ડ (maturity sovereign bonds) જાહેર કર્યા છે. આ બોન્ડ લગભગ 10 બેસિસ પોઇન્ટ (BPS) ના ઘટાડા સાથે  ભેગો કરવામાં  આવ્યો છે. તાજેતરના સમયમાં આ પ્રથમ ઘટના છે જ્યારે ટોચના રેટેડ કોર્પોરેટ  બોન્ડ દ્વારા નીચા દરે સ્થાનિક બજારમાં લાંબા ગાળા માટે પૈસા એકત્ર કરવામાં આવ્યાં છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બોન્ડ માર્કેટમાં સંભવિત તેજી
IRFC દ્વારા આ ભંડોળ ઉભું કરવાથી કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં સંભવિત તેજી જોવા મળી રહી છે. આમાં બોરોઅર્સ માટે ભંડોળ ખર્ચ ઓછો છે. IRFCએ સ્થાનિક બોન્ડ્સ દ્વારા 6.80% ઓફર કરીને 20.1 વર્ષ પાકતી મુદત સાથે રૂ. 1,375 કરોડ એકત્ર કર્યા છે. ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) ના આંકડા દર્શાવે છે કે 2041 માં પાકતા સરકારી પેપર્સનું વ્યાજ 6.90% છે. જ્યારે IRFCએ આના કરતા 10 BPSના ઘટાડા સાથે  નાણાં એકઠા કર્યા છે. એટલે કે IRFCએ ઓછા વ્યાજે ભંડોળ ભેગું કર્યું છે.

IRFC બોન્ડમાં રોકાણકરોનો વિશ્વાસ વધ્યો
ભારતીય રેલ્વેના આધુનિકરણ, વિસ્તરણ અને વિકાસમાં IRFCની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ટોચનું રેટિંગ ધરાવતી સરકારી ઈશ્યુઅર સ્થાનિક બજારમાં આટલા મોટા માર્જિન સાથે સોવરીન  બજારમાં પ્રવેશ કરે એવું ભાગ્યે જ બને છે. જે  દેશમાં મોટા ડેટ રોકાણકારોનો IRFC બોન્ડમાં વિશ્વાસ દર્શાવે છે

Next Article