IPO Watch : Tega Industries નો IPO બીજા દિવસે 13.5 ગણો ભરાતા સારા લિસ્ટિંગની આશા, આનંદ રાઠી વેલ્થ IPO પણ સંપૂર્ણ ભરાયો

|

Dec 03, 2021 | 8:20 AM

ટેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO બંધ થવાના એક દિવસ પહેલા ગુરુવારે 13.5 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આનંદ રાઠી વેલ્થનો IPO ઇશ્યૂના પ્રથમ દિવસે ગુરુવારે 1.5 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

IPO Watch : Tega Industries નો IPO બીજા દિવસે 13.5 ગણો ભરાતા સારા લિસ્ટિંગની આશા, આનંદ રાઠી વેલ્થ IPO પણ સંપૂર્ણ ભરાયો
Medicare Ltd IPO

Follow us on

ખાણ ઉદ્યોગ માટે સામાન બનાવતી કંપની ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ( Tega Industries IPO ) આજે 3 ડિસેમ્બરે બંધ થશે. ટેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO બંધ થવાના એક દિવસ પહેલા ગુરુવારે 13.5 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

IPOનો રિટેલ હિસ્સો 16.8 ગણો, શ્રીમંત રોકાણકારોનો હિસ્સો 19.2 ગણો અને સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 3.6 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ટેગા ઇન્ડસ્ટ્રીઝ ખાણકામ ઉદ્યોગ માટે સાધનોના ઉત્પાદક છે. તેનો IPO સંપૂર્ણ રીતે વેચાણ માટેની ઓફર છે. IPO માટે પ્રાઇસ બેન્ડ 443-453 રૂપિયા પ્રતિ શેર છે. ટોચના અંતે, કંપનીનું મૂલ્ય તેની FY21ની કમાણી કરતાં લગભગ 22 ગણું છે અને તેનું માર્કેટ કેપ રૂ. 3,000 કરોડ હશે.

IPO હેઠળ, 1,36,69,478 ઇક્વિટી શેર પ્રમોટર્સ અને હાલના શેરધારક દ્વારા વેચાણ માટે ઓફર-ફોર-સેલ હેઠળ ઓફર કરવામાં આવશે. પ્રમોટર મદન મોહન મોહનકા 33.14 લાખ ઇક્વિટી શેર અને મનીષ મોહનકા 6.63 લાખ ઇક્વિટી શેર વેચશે. આ સિવાય યુએસ સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ TA એસોસિએટ્સ સાથે સંકળાયેલ વેગનર ઓફર-ફોર-સેલ દ્વારા 96.92 લાખ શેરનું વેચાણ કરશે. હાલમાં, પ્રમોટર્સ અને પ્રમોટર જૂથ ટેગા ઇન્ડસ્ટ્રીઝમાં 85.17 ટકા હિસ્સો ધરાવે છે જયારે વેગનર પાસે 14.54 ટકા હિસ્સો છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

ટેગા ઇન્ડસ્ટ્રીઝ આવકની દૃષ્ટિએ દેશમાં પોલિમર આધારિત મિલ લાઇનર્સની બીજી સૌથી મોટી ઉત્પાદક છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના ભારતમાં 1978માં સ્વીડનના સ્કજા એબીના સહયોગથી કરવામાં આવી હતી. બાદમાં પ્રમોટર મદન મોહન મોહનાએ 2001માં કંપનીમાં Skaja ABનો સંપૂર્ણ હિસ્સો ખરીદ્યો હતો.

Tega Industries IPO Details

IPO Opening Date Dec 1, 2021
IPO Closing Date Dec 3, 2021
Issue Type Book Built Issue IPO
Face Value ₹10 per equity share
IPO Price ₹443 to ₹453 per equity share
Market Lot 33 Shares

આનંદ રાઠી વેલ્થનો IPO સંપૂર્ણ ભરાયો
આનંદ રાઠી વેલ્થનો IPO ઇશ્યૂના પ્રથમ દિવસે ગુરુવારે 1.5 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.આનંદ રાઠી વેલ્થનો IPO સંપૂર્ણપણે 12 મિલિયન શેરના વેચાણ માટેની ઓફર છે. ઇશ્યૂનું કદ રૂ. 660 કરોડ જેટલું છે. કંપની ખાનગી સંપત્તિ ઉકેલ પ્રદાતા અને મ્યુચ્યુઅલ ફંડ વિતરક છે. તેની પાસે 31 ઓગસ્ટ, 2021 સુધીમાં મેનેજમેન્ટ હેઠળની સંપત્તિ રૂ. 29,470 કરોડ હતી.

Anand Rathi IPO Details
IPO Opening Date Dec 2, 2021
IPO Closing Date Dec 6, 2021
Issue Type Book Built Issue IPO
Face Value ₹5 per equity share
IPO Price ₹530 to ₹550 per equity share
Market Lot 27 Shares

 

આ પણ વાંચો : ઓટો સેક્ટરમાં ચિંતાનો માહોલ? Hero Motocorp નો શેર 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો તો Maruti ના વેચાણમાં પણ ઘટાડો

આ પણ વાંચો : Petrol Diesel Price Today : તમારા વાહનનું ઇંધણ સસ્તું થવાના મળી રહ્યા છે સંકેત, જાણો આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો ભાવ શું છે?

Next Article