IPO : ચાલુ સપ્તાહે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, જાણો IPO અને કંપનીની યોજનાઓ વિશે વિગતવાર

|

Oct 26, 2021 | 7:18 AM

Nykaa નો IPO 28 ઓક્ટોબરના રોજ ખુલશે. બીજો IPO Fino Payment Bank હશે. તે 29 ઓક્ટોબરે ખુલશે. જો તમે પણ IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો રોકાણ પહેલા જાણો શું કહી રહ્યા છે નિષ્ણાત

IPO : ચાલુ સપ્તાહે બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, જાણો IPO અને કંપનીની યોજનાઓ વિશે વિગતવાર
Tega Industries IPO

Follow us on

આ વર્ષે આઈપીઓ માર્કેટમાં સતત તેજી છવાયેલી રહી છે. આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં IPO લોન્ચ કરવામાં આવ્યા છે. ભંડોળ એકત્ર કરવાના સંદર્ભમાં પણ IPO જુના રેકોર્ડ તોડી રહ્યા છે. આ અઠવાડિયે વધુ બે IPO પણ ખુલશે. Nykaa નો IPO 28 ઓક્ટોબરના રોજ ખુલશે. બીજો IPO Fino Payment Bank હશે. તે 29 ઓક્ટોબરે ખુલશે. જો તમે પણ IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો રોકાણ પહેલા જાણો શું કહી રહ્યા છે નિષ્ણાત…

Nykaa IPO
FSN E-Commerce Venturesનો જે બ્યુટી એન્ડ વેલનેસ પ્રોડક્ટ્સના ઓનલાઇન સેલર Nykaa નું સંચાલન કરે છે તેનો IPO 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ખુલશે. કંપનીએ રૂ 1,085-1,125 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તે રૂ 630 કરોડના નવા શેર ઇશ્યૂ કરશે અને પ્રમોટરો અને વર્તમાન શેરધારકો વતી ચાર કરોડથી વધુ શેરની ઓફર ફોર સેલ (OFS) રહશે.

કંપનીને આ મહિનાની શરૂઆતમાં માર્કેટ રેગ્યુલેટર SEBI તરફથી IPO માટે પરવાનગી મળી હતી. IPO માંથી ઉભા થયેલા ભંડોળનો ઉપયોગ નવા રિટેલ સ્ટોર્સ અને વેરહાઉસ ખોલવા ઉપરાંત દેવું ઘટાડવા માટે કરવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કંપની 9 વર્ષ પહેલા શરૂ થઈ હતી
Nykaa ની શરૂઆત નવ વર્ષ પહેલા ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયર દ્વારા કરવામાં આવી હતી. ફાલ્ગુની ઉપરાંત તેના પ્રમોટર્સમાં સંજય નાયર, ફાલ્ગુની નાયર ફેમિલી ટ્રસ્ટ અને સંજય નાયર ફેમિલી ટ્રસ્ટનો સમાવેશ થાય છે.OFS માં હિસ્સો સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને કેટલાક શેરધારકો વતી વેચવામાં આવશે. ગત નાણાકીય વર્ષમાં કંપનીની આવક વધીને રૂ 2,441 કરોડ થઈ હતી અને તેણે રૂ 61.9 કરોડનો નફો કર્યો હતો.

માર્ચના અંત સુધીમાં કંપનીની મોબાઈલ એપ્સ લગભગ 4.37 કરોડ ડાઉનલોડ થઈ ગઈ હતી. મોબાઈલ એપ ખરીદી તેના ઓનલાઈન ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુના 86 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, મોર્ગન સ્ટેન્લી, બોફા સિક્યોરિટીઝ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ, જેએમ ફાઇનાન્શિયલ અને ICICI સિક્યોરિટીઝ IPO માટે મર્ચન્ટ બેન્કર્સ છે. કંપનીના શેર 11 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.

Fino Payments Bank IPO 
ફિનો પેમેન્ટ્સ બેંક લિમિટેડ(Fino Payments Bank Ltd)નો IPO 29 ઓક્ટોબરના રોજ ખુલશે અને 2 નવેમ્બરે બંધ થશે. આ આઇપીઓમાં રૂ. 300 કરોડના ફ્રેશ ઈશ્યુ રહેશે. આ સાથે જ ફિનો પેટેક લિમિટેડ ઓફર ફોર સેલમાં 1.56 કરોડ શેર વેચશે. આ સ્ટોક 12 નવેમ્બરે એક્સચેન્જોમાં લિસ્ટ થશે. નોંધપાત્ર છે કે ફિનો પેમેન્ટ બેન્કમાં Blackstone, ICICI Group, Bharat Petroleum અને IFC જેવા મોટા રોકાણકારોનું રોકાણ છે.

Axis Capital, CLSA Capital, ICICI Securities and Nomura Financial advisory and Securities આ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે. આ IPOના ફ્રેશ ઈશ્યુમાંથી મળેલી આવકનો ઉપયોગ કંપનીની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા કંપનીના ટિયર 1 કેપિટલ બેઝને વધારવા માટે કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2021 માં કંપનીનો ટિયર 1 કેપિટલ રેશિયો 56.25 ટકા હતો.

ઝડપથી વિકસતી કંપની
ફિનો પેમેન્ટ બેંક એક ફાઇનાન્સર કંપની છે જે નાણાકીય ઉત્પાદનોની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. કંપનીનો વ્યવસાય મુખ્યત્વે ડિજિટલ અને પેમેન્ટ આધારિત સેવાઓ પર કેન્દ્રિત છે. માર્ચ 2021 સુધી આ પ્લેટફોર્મ દ્વારા લગભગ 43.49 કરોડ વ્યવહારો થયા હતા. આ તમામ વ્યવહારોનું કુલ મૂલ્ય 1.33 લાખ કરોડ રૂપિયા હતું.

જો તમે કંપનીની નાણાકીય કામગીરી પર નજર કરો તો 2021 ના નાણાકીય વર્ષમાં કુલ આવક 791.03 કરોડ રૂપિયા હતી. જે ગયા વર્ષે રૂ. 691.40 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન કંપનીને રૂ. 20.47 કરોડનો નફો થયો હતો.

આ પણ વાંચો :  Air India – Tata ડીલ ઉપર લાગી અંતિમ મહોર, 18000 કરોડ રૂપિયાના કરારના શેર પરચેઝ એગ્રીમેન્ટ પર થયા હસ્તાક્ષર

આ પણ વાંચો :  BPCL Privatizationની યોજનામાં આવ્યો અવરોધ, બોલી લગાવનાર કંપનીઓને નથી મળી રહ્યા સહયોગી

Next Article