IPO : આજે 4 કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, IPO માં Invest કરતા પહેલા જાણો યોજનાઓ વિશે વિગતવાર

|

Aug 04, 2021 | 7:24 AM

આજે 4 કંપનીઓ IPO લાવી રહી. આ બધા મળીને 4100 કરોડથી વધુ રૂપિયા એકત્ર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટ પહેલા 7 કંપનીઓ IPO લાવી રહી છે.

સમાચાર સાંભળો
IPO : આજે 4 કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, IPO માં Invest કરતા પહેલા જાણો યોજનાઓ વિશે વિગતવાર
Today 4 IPO's are bringing investment opportunity

Follow us on

કોરોના કાળમાં IPO ની ભરમાર લાગી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી તેજી ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રહેવાનું અનુમાન છે. આજે 4 કંપનીઓ IPO લાવી રહી. આ બધા મળીને 4100 કરોડથી વધુ રૂપિયા એકત્ર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટ પહેલા 7 કંપનીઓ IPO લાવી રહી છે. આ બધા મળીને 15,000 કરોડથી વધુ રૂપિયા એકત્ર કરી શકે છે. ઉપરાંત બાબા રામદેવની રૂચી સોયા ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) દ્વારા રૂ .4,300 કરોડ એકત્ર કરી શકે છે.

એક નજર આજે રોકાણ માટેની તક ઉપલબ્ધ કરાવનાર IPO ઉપર કરીએ

 

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

1. Devyani International IPO
દેવયાની ઇન્ટરનેશનલનો IPO આજે4 ઓગસ્ટના રોકાણ માટે ખુલ્યો છે. આ IPO 6 ઓગસ્ટના રોજ બંધ થશે. દેવયાની ક્વિક રેસ્ટોરન્ટ સર્વિસ સેગમેન્ટની કંપની છે. તેની ફ્રેન્ચાઇઝીઓમાં કેએફસી, પિઝા હટ જેવા આઉટલેટ્સ છે. આ કંપની ઇશ્યૂને 86 થી 90 રૂપિયા પ્રતિ શેર લાવી રહી છે. તેમાં 165 શેરનું લોટ સાઇઝ છે. દેવયાની ઇન્ટરનેશનલના IPO માં રૂ. 440 કરોડનો ફ્રેશ ઇશ્યૂ બહાર પાડવામાં આવશે જ્યારે ઓફર ફોર સેલમાં 15,53,33,330 ઇક્વિટી શેર વેચવા માટે પ્રયત્નશીલ છે. તેની યોજના બજારમાંથી 1,838 કરોડ એકત્ર કરવાની છે.

 

2. Exxaro Tiles IPO
વિટ્રિફાઇડ ટાઇલ્સ નિર્માતા 2. Exxaro Tiles IPO તેના સૂચિત IPO ની ઇશ્યૂ કિંમત 118-120 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ IPO ઇશ્યૂ 6 ઓગસ્ટ, 2021 ના ​​રોજ બંધ થશે. એક્ઝેરો ટાઇલ્સના આ આઇપીઓ હેઠળ 1,34,24,000 ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. 1,11,86,000 શેરનો નવો ઇશ્યૂ અને 22,38,000 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) હશે. દીક્ષિત કુમાર પટેલ ઓફર ફોર સેલમાં તેના શેર વેચશે. IPO નું લોટ સાઇઝ 125 શેર છે. આ IPO ના નવા ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ રૂપિયા 50 કરોડનું દેવું ચૂકવવા અને 45 કરોડ રૂપિયાની કાર્યકારી મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કરવામાં આવશે.

3. Windlas Bio IPO
વિન્ડલેસ બાયોટેકનો IPO આજે બજારમાં આવશે. આ માટે પ્રાઇસ બેન્ડ 448-460 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યા છે જેની ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. દેહરાદૂન સ્થિત વિન્ડલાસ બાયોટેક ભારતની ટોચની સ્થાનિક ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઈઝેશન (CDMO) કંપનીઓમાંની એક છે. વિન્ડલાસ બાયો ફ્રેશ ઇક્વિટી શેર જારી કરીને 165 કરોડ રૂપિયા એકત્ર કરશે જ્યારે પ્રમોટર્સ અને હાલના શેરધારકો ઓફર-ફોર-સેલ દ્વારા 51,42,067 ઇક્વિટી શેર વેચશે.

4. Krsnaa Diagnostics IPO
કૃષ્ણ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડની જાહેર ઓફરઆજે સબ્સ્ક્રિપ્શન માટે ખુલી છે.આ સાથે કંપનીએ 1,200 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી છે. આ IPO માં 400 કરોડ રૂપિયાના નવા શેર્સ જારી કરવામાં આવશે. આ ઉપરાંત, હાલના પ્રમોટરો અને શેરધારકો પાસેથી 85.3 લાખ શેરના વેચાણ માટે ઓફર ફોર સેલ (OFS) હશે.જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, ઇન્કવાયર્સ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને આઇઆઇએફએલ સિક્યોરિટીઝ બુક રનિંગ લીડ મેનેજર છે.

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ઇંધણની નવી કિંમતો જાહેર કરાઈ, જાણો તમારા શહેરમાં શું ભાવ છે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો

Next Article