IPO : આજે આ બે કંપનીઓના IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યા , રોકાણ પહેલા કંપની વિશે વિગતવાર

|

Aug 10, 2021 | 7:11 AM

જો તમે પણ IPO માર્કેટમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે આજે સારી તક છે. આજે Aptus Housing Finance IPO અને Chemplast Sanmar IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યા છે.

સમાચાર સાંભળો
IPO : આજે આ બે કંપનીઓના IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યા , રોકાણ પહેલા કંપની વિશે વિગતવાર
two companies opened ipo for subscription

Follow us on

કોરોના કાળમાં IPO ની ભરમાર લાગી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી તેજી ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રહેવાનું અનુમાન છે. ચાલુ સપ્તાહે ૪ કંપનીઓ રોકાણ માટેની તક લાવી છે. સોમવારે બે કંપનીઓએ સબ્સ્ક્રિપશન શરૂ કર્યા બાદ આજે વધુ બે કંપનીઓ કમાણીની તક લાવી રહી છે.

જો તમે પણ IPO માર્કેટમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે આજે સારી તક છે. આજે Aptus Housing Finance IPO અને Chemplast Sanmar IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યા છે. આ અગાઉ સોમવારે પણ બે IPO બજારમાં આવ્યા છે . ૯ ઓગસ્ટે CarTrade Tech IPO અને Chemplast Sanmar IPO આવ્યા છે ૧૧ ઓગસ્ટ સુધી ખુલ્લા રહેશે. આ વર્ષે IPO એ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. તત્વ ચિંતન, ક્લિયર સાયન્સ, જીઆર ઇન્ફ્રા સહિતના ઘણા આઇપીઓ બજારમાં મજબૂત લિસ્ટિંગ મેળવી ચુક્યા છે.

જાણો આજે સબ્સ્ક્રિપશન માટે ખુલેલા IPO વિશે

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Aptus Housing Finance IPO
>> કંપનીએ આ IPO માટે 346-353 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
>> આ IPO નું લોટ સાઇઝ 42 છે એટલે કે પ્રાઇસ બેન્ડના ઉપલા ભાવ મુજબ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,826 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
>> આ IPO આજે 10 ઓગસ્ટના રોજ ખુલ્યો છે અને 12 ઓગસ્ટના રોજ બંધ થશે.

Chemplast Sanmar IPO
>> તેના ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ 530-541 રૂપિયા રાખવામાં આવી છે.
>> 27 શેરની લોટ સાઇઝ નક્કી કરવામાં આવી છે.
>> ઉપલા ભાવ મુજબ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,607 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
>> IPO આજે 10 ઓગસ્ટના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 12 ઓગસ્ટના રોજ બંધ થશે.
>> સ્પેશિયાલિટી કેમિકલ કંપની ChemPlast Sanmar નો IPO 3,850 કરોડ રૂપિયાનો રહશે.

 

આ પણ વાંચો : હવે પરિવહન મંત્રાલય વિશેષ પ્રકારનું ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરશે , જાણો શું હશે તફાવત અને કોને ઈશ્યુ કરાશે

આ પણ વાંચો : Happiest Minds hiring: આવી રહી છે નોકરીઓની અઢળક તક, આ IT કંપની 900 લોકોને રોજગારી આપશે, જાણો વિગતવાર

Next Article