આજે વધુ એક કંપની રોકાણ માટેની તક લાવી છે. આદિત્ય બિરલા સન લાઇફ AMC (Aditya Birla Sun Life AMC) નો IPO આજે 29 સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આ ઈશ્યુનું સબ્સ્ક્રિપશન 1 ઓક્ટોબરે બંધ થશે.
Aditya Birla Sun Life AMC ના આ IPO ની પ્રાઇસ બેન્ડ 695-712 રૂપિયા પ્રતિ શેર છે. તમને જણાવી દઈએ કે આદિત્ય બિરલા સન લાઈફ AMC આદિત્ય બિરલા ગ્રુપ અને કેનેડાની સન લાઈફ ફાઈનાન્સિયલ ઈન્ક વચ્ચે સંયુક્ત સાહસ છે.
આ IPO 3.88 કરોડ ઇક્વિટી શેરનો હશે. આમાં આદિત્ય બિરલા કેપિટલ દ્વારા 28.51 લાખ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) હશે જ્યારે સન લાઇફ AMC પાસે 1.6 કરોડ શેરની OFS હશે. આ ઓફરના 1,94,000 ઇક્વિટી શેર આદિત્ય બિરલા કેપિટલના શેરધારકો માટે અનામત રાખવામાં આવશે.
20 શેરનું લોટ સાઈઝ
લોટ સાઈઝ 20 શેર હશે અને ત્યારબાદ 20 ના ગુણાંકમાં રોકાણ કરવાનું રહેશે. ઓફરનો 50 ટકા ભાગ QIP રોકાણકારો માટે, 35 ટકા રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત રહેશે.
આ ઇશ્યૂ માટે મર્ચન્ટ બેન્કર્સ કોણ છે?
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, બોફા સિક્યોરિટીઝ ઇન્ડિયા, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા, એક્સિસ કેપિટલ, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ, આઇઆઇએફએલ સિક્યોરિટીઝ, જેએમ ફાઇનાન્સિયલ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ, એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ અને યસ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ મર્ચન્ટ બેન્કર્સ રહેશે.
AUM લગભગ 2,93,642 અબજ રૂપિયા છે
ઉલ્લેખનીય છે કે આદિત્ય બિરલા સન લાઈફ AMC ની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) લગભગ 2,93,642 અબજ રૂપિયા છે. કંપની લગભગ 112 મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન કરે છે. આ સિવાય તે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ, ઓફશોર ફંડ્સમાં રોકાણ અને વૈકલ્પિક રોકાણોની સુવિધા આપે છે.
આગામી બે મહિનામાં 30 કંપનીઓ 45 હજાર કરોડના IPO લાવશે
ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)નું બજાર હાલ તેજીમાં છે. ચાલુ વર્ષે અત્યારસુધી IPO લાવનાર મોટાભાગની કંપનીઓ સફળ રહી છે. સારા રેકોર્ડના પગલે આગામી સમયમાં પણ ઘણી કંપનીઓ IPO લાવવા વિચારી રહી છે. એક અહેવાલ મુજબ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓછામાં ઓછી 30 કંપનીઓ IPO દ્વારા શેર વેચીને કુલ રૂ 45,000 કરોડથી વધુ રકમ એકત્ર કરી શકે છે.
મર્ચન્ટ બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું હતું કે ઉભી થયેલી મૂડીનો મોટો હિસ્સો ટેકનોલોજી આધારિત કંપનીઓ પાસે જઈ શકે છે. ફૂડ સપ્લાય કંપની ઝોમેટોના સફળ આઈપીઓએ નવી ટેક કંપનીઓને આઈપીઓ માટે પ્રોત્સાહિત કર્યા છે. ઝોમેટોનો આઈપીઓ 38 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.
બેન્કિંગ સોર્સ અનુસાર જે કંપનીઓ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન IPO મારફતે ભંડોળ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે તેમાં પોલિસી બજાર (રૂ. 6,017 કરોડ), એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ (રૂ. 4,500 કરોડ), નાયકા (4,000 કરોડ), સીએમએસ ઇન્ફો સ્ટમ્સ (રૂ. 2,000 કરોડ) અને મોબીકવિક સિસ્ટમ્સ (રૂ. 1,900 કરોડ) નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ATM નો ઉપયોગ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો નહિતર ભેજાબાજો તમારી જીવનભરની કમાણી તફડાવી જશે
આ પણ વાંચો : તમારી રસોઈમાં વપરાયેલું Cooking Oil અસલી છે કે ભેળસેળયુક્ત? FSSAI ની આ રીત 2 મિનિટમાં નકલી તેલની પોલ ખોલી નાંખશે