IPO : વધુ એક સરકારી કંપની લાવી રહી છે રોકાણની તક, 25 ટકા હિસ્સો વેચવા માટે નવા શેર જારી કરાશે, જાણો વિગતવાર

|

Aug 13, 2021 | 10:55 AM

National Seeds Corporation માં સરકાર 100 ટકા હિસ્સો ધરાવે છે. આ મિની રત્ન PSU કંપનીએ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રૂ 29.92 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

સમાચાર સાંભળો
IPO : વધુ એક સરકારી કંપની લાવી રહી છે રોકાણની તક, 25 ટકા હિસ્સો વેચવા માટે નવા શેર જારી કરાશે, જાણો વિગતવાર
IPO ALLOTMENT STATUS

Follow us on

કેન્દ્ર સરકારે સરકારી કંપની નેશનલ સીડ્ઝ કોર્પોરેશન( National Seeds Corporation)નો હિસ્સો વેચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકાર પોતાનો 25 ટકા હિસ્સો વેચવા માટે IPO લાવશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટે(Department of Investment and Public Asset Management – DIPAM ) આ આઇપીઓના બુક રનિંગ અને સંબંધિત કાયદાકીય કાર્યવાહી માટે મર્ચન્ટ બેન્કની નિમણૂક કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ માટે બિડ મંગાવવામાં આવ્યા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ નેશનલ સીડ્ઝ કોર્પોરેશન કામ કરે છે.

મીની રત્ન PSU
મર્ચન્ટ બેન્કર્સ અને લીગલ એડવાઇઝર્સની નિમણૂક માટે અરજી કરવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર 2021 છે. DIPAM અનુસાર સરકાર બે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની નિમણૂક કરશે જે IPO ની પ્રક્રિયા પૂર્ણ કરશે. National Seeds Corporation માં સરકાર 100 ટકા હિસ્સો ધરાવે છે. આ મિની રત્ન PSU કંપનીએ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રૂ 29.92 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. 31 માર્ચ 2020 ના રોજ તેની નેટવર્થ 646.37 કરોડ રૂપિયા હતી.

નાણાકીય વર્ષ 2021-22 મા 1.75 લાખ કરોડનું વિનિવેશનું લક્ષ્ય
સરકારે નાણાકીય વર્ષ 2021-22 માટે 1.75 લાખ કરોડ રૂપિયાના વિનિવેશનું લક્ષ્ય નક્કી કર્યું છે પરંતુ અત્યાર સુધી NMDC લિમિટેડ અને HUDCO (હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (HUDCO) માં પોતાનો હિસ્સો વેચીને માત્ર 8,368 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. LIC માટે સરકાર દ્વારા લાવવામાં આવતો IPO સૌથી મોટો હશે. અપેક્ષિત છે કે તે છેલ્લા ક્વાર્ટરમાં લોન્ચ થશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ પણ વાંચો : PFC Q1 Results: આ સરકારી કંપનીએ પહેલા ત્રિમાસિક પરિણામોમાં 28 ટકા નફો દર્જ કર્યો, જાણો કેટલું મળશે ડિવિડન્ડ

 

આ પણ વાંચો :દેશમાં 5.82 કરોડ જનધન ખાતાધારકો સરકારી યોજનાઓનો લાભથી વંચિત રહેશે, જાણો કેમ?

Next Article