IPO : 29 સપ્ટેમ્બરે આવી રહી છે કમાણીની વધુ એક તક, રોકાણ પહેલા જાણો ઓફર વિશે વિગતવાર

|

Sep 26, 2021 | 8:37 AM

આ IPO 3.88 કરોડ ઇક્વિટી શેરનો હશે. આમાં આદિત્ય બિરલા કેપિટલ દ્વારા 28.51 લાખ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) હશે જ્યારે સન લાઇફ AMC પાસે 1.6 કરોડ શેરની OFS હશે.

સમાચાર સાંભળો
IPO : 29 સપ્ટેમ્બરે આવી રહી છે કમાણીની વધુ એક તક, રોકાણ પહેલા જાણો ઓફર વિશે વિગતવાર
Policy Bazaar IPO

Follow us on

દેશનું IPO બજાર તેજીમાં છે. એક પછી એક ઘણી કંપનીઓ તેમની ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO લાવી રહી છે. હવે આદિત્ય બિરલા સન લાઇફ AMC (Aditya Birla Sun Life AMC) નો IPO 29 સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 1 ઓક્ટોબરે બંધ થશે. આ IPO ની પ્રાઇસ બેન્ડ 695-712 રૂપિયા પ્રતિ શેર છે. તમને જણાવી દઈએ કે આદિત્ય બિરલા સન લાઈફ AMC આદિત્ય બિરલા ગ્રુપ અને કેનેડાની સન લાઈફ ફાઈનાન્સિયલ ઈન્ક વચ્ચે સંયુક્ત સાહસ છે.

આ IPO 3.88 કરોડ ઇક્વિટી શેરનો હશે. આમાં આદિત્ય બિરલા કેપિટલ દ્વારા 28.51 લાખ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) હશે જ્યારે સન લાઇફ AMC પાસે 1.6 કરોડ શેરની OFS હશે. આ ઓફરના 1,94,000 ઇક્વિટી શેર આદિત્ય બિરલા કેપિટલના શેરધારકો માટે અનામત રાખવામાં આવશે.

20 શેરનું લોટ સાઈઝ
લોટ સાઈઝ 20 શેર હશે અને ત્યારબાદ 20 ના ગુણાંકમાં રોકાણ કરવાનું રહેશે. ઓફરનો 50 ટકા ભાગ QIP રોકાણકારો માટે, 35 ટકા રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત રહેશે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

આ ઇશ્યૂ માટે મર્ચન્ટ બેન્કર્સ કોણ છે?
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, બોફા સિક્યોરિટીઝ ઇન્ડિયા, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા, એક્સિસ કેપિટલ, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ, આઇઆઇએફએલ સિક્યોરિટીઝ, જેએમ ફાઇનાન્સિયલ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ, એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ અને યસ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ મર્ચન્ટ બેન્કર્સ રહેશે.

AUM લગભગ 2,93,642 અબજ રૂપિયા છે
ઉલ્લેખનીય છે કે આદિત્ય બિરલા સન લાઈફ AMC ની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) લગભગ 2,93,642 અબજ રૂપિયા છે. કંપની લગભગ 112 મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન કરે છે. આ સિવાય તે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ, ઓફશોર ફંડ્સમાં રોકાણ અને વૈકલ્પિક રોકાણોની સુવિધા આપે છે.

તાજેતરમાં આ IPO એ તમામ રેકોડ તોડયા
પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસ (Paras Defence IPO) ના આઈપીઓને રેકોર્ડબ્રેક પ્રતિસાદ મળ્યો છે. રોકાણકારોએ આ ઇશ્યૂમાં જબરદસ્ત રોકાણ કર્યું છે. કંપનીનો ઇશ્યૂ 304.26 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. આ સાથે પારસ ડિફેન્સ આઈપીઓ અત્યાર સુધીનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થયેલો ઘરેલુ આઈપીઓ બની ગયો છે. સંરક્ષણ ક્ષેત્રમાં આ કંપનીનો ઈશ્યુ 21 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને 23 સપ્ટેમ્બરે બંધ થયો હતો. પારસ ડિફેન્સનો આઈપીઓ 171 કરોડ રૂપિયાનો છે. શેરની ફાળવણી 28 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. કંપનીના શેર 1 ઓક્ટોબરે એક્સચેન્જમાં લિસ્ટેડ થશે.

કંપનીના 71.40 લાખ શેરના સ્થાને 217.26 કરોડ ઇક્વિટી શેર માટે બિડિંગ મળી છે. કંપનીના 175 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ મુજબ 38,000 કરોડ રૂપિયાની બોલી મળી છે. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 112.81 ગણો બિડિંગ મળ્યો છે જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs અથવા HNIs) એ તેમના શેરની 927.70 ગણી બોલી લગાવી છે. ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારો (QIBs) માટે અનામત હિસ્સો 169.65 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે.

 

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : ત્રણ દિવસમાં બીજી વાર ડીઝલના ભાવમાં વધારો થયો, શું ફરી ઇંધણની કિંમત ભડકે બળશે?

 

આ પણ વાંચો : Multibagger Stock :ફાર્મા કંપનીના આ શેરે રોકાણકારોને બનાવ્યા લખપતિ, 6 મહિનામાં 1 લાખના થયા 3 લાખ, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

Published On - 8:37 am, Sun, 26 September 21

Next Article