IPO : 1 નવેમ્બરે ત્રણ કંપનીઓ લાવી રહી છે કમાણીની તક, જાણો કંપની અને યોજના વિશે વિગતવાર

|

Oct 31, 2021 | 9:02 AM

પોલિસીબજાર, સિગાચી ઇન્ડસ્ટ્રીઝ અને એસજેએસ એન્ટરપ્રાઇઝિસ કુલ 6,634 ભંડોળ એકત્રિત કરશે. આ ત્રણ IPO 1 નવેમ્બરે ખુલશે અને 3 નવેમ્બરે બંધ થશે.

IPO : 1 નવેમ્બરે ત્રણ કંપનીઓ લાવી રહી છે કમાણીની તક, જાણો કંપની અને યોજના વિશે વિગતવાર
IPO Investment Tips

Follow us on

આવતીકાલે 1 નવેમ્બરે ૩ કંપનીઓ કમાણીની તક લાવી રહી છે. તાજેતરના સમયમાં જે પ્રકારે IPO બજારમાં તેજી છવાઈ છે તેનો લાભ ઉઠાવવા ઘણી કંપનીઓ પોતાની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલેકે IPO લાવવા તૈયારી કરી રહી છે. પોલિસીબજાર(Policy bazar), સિગાચી ઇન્ડસ્ટ્રીઝ(Sigachi Industries) અને એસજેએસ એન્ટરપ્રાઇઝિસ( SJS Enterprises ) 1 નવેમ્બરના રોજ કુલ રૂ. 6,634 કરોડ એકત્ર કરવાની યોજના લઈ આવી રહ્યા છે. ત્રણેય IPO 1 નવેમ્બરે ખુલશે અને 3 નવેમ્બરે બંધ થશે.

પોલિસીબજાર, સિગાચી ઇન્ડસ્ટ્રીઝ અને એસજેએસ એન્ટરપ્રાઇઝિસ કુલ 6,634 ભંડોળ એકત્રિત કરશે. આ ત્રણ IPO 1 નવેમ્બરે ખુલશે અને 3 નવેમ્બરે બંધ થશે. દરમિયાન રોકાણકારો ફિનટેક , Paytm, MobiKwik અને અદાણી વિલ્મરના IPOની પણ રાહ જોઈ રહ્યા છે જે નવેમ્બરના બીજા સપ્તાહમાં ખુલી શકે છે.

Policy bazar India
ઓનલાઈન ફિનટેક માર્કેટપ્લેસ પોલિસીબઝાર અને પૈસાબઝારની પેરેન્ટ કંપની PB Fintech આવતા IPO લઈને આવી રહી છે. IPOનું કદ ₹5,709 કરોડ છે જેમાં ₹3,759 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને તેના હાલના શેરધારકો દ્વારા ₹1,959 કરોડમાં વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

Sigachi Industries
હૈદરાબાદ સ્થિત સેલ્યુલોઝ આધારિત એક્સિપિયન્ટ્સ ઉત્પાદક સિગાચી ઇન્ડસ્ટ્રીઝ 76.95 લાખ શેર વેચીને 125.43 કરોડ એકત્ર કરવા માંગે છે. કંપની માઇક્રોક્રિસ્ટલાઇન સેલ્યુલોઝ ઉત્પાદન કરે છે. તે એક પોલિમર જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ફોર્મ્યુલેશન માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.

SJS Enterprises
ભારતીય ડેકોરેટિવ બ્યુટી પ્રોડક્ટ્સ ઉદ્યોગમાં અગ્રણી ખેલાડીઓ પૈકીના એક કંપનીનો ઇપો પણ ખુલશે. પોલિસીબઝાર અને સિગાચી ઇન્ડસ્ટ્રીઝ સાથે 1 નવેમ્બરે તેનો IPO પણ ખોલશે. IPOમાં Evergraph Holdings Pte દ્વારા ₹710 કરોડ અને ₹90ના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. એવરગ્રાફ હોલ્ડિંગ્સ અને કેએ જોસેફ કંપનીમાં અનુક્રમે 77.86 ટકા અને 20.74 ટકા હિસ્સો ધરાવે છે.

આ IPO બંધ થશે
Nykaa 2012 માં લોન્ચ કરવામાં આવી હતી. તે દેશની સૌથી અલગ સ્ટાર્ટઅપ કંપની હતી. તેમાં પ્રારંભિક ભંડોળ ખાનગી ઇક્વિટી ફર્મ TPG તરફથી છે. કંપનીની શરૂઆત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયરે કરી હતી. રસપ્રદ વાત એ છે કે, Nykaa એ દેશના કેટલાક ઓનલાઈન રિટેલર્સમાંની એક છે જે નફામાં ચાલી રહી છે.

FSN E-Commerce Venturesનો જે બ્યુટી એન્ડ વેલનેસ પ્રોડક્ટ્સના ઓનલાઇન સેલર Nykaa નું સંચાલન કરે છે તેનો IPO આજે 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ખુલશે. કંપનીએ રૂ 1,085-1,125 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તે રૂ 630 કરોડના નવા શેર ઇશ્યૂ કરશે અને પ્રમોટરો અને વર્તમાન શેરધારકો વતી ચાર કરોડથી વધુ શેરની ઓફર ફોર સેલ (OFS) રહશે.

આ પણ વાંચો :  LPG Cylinder : 1 નવેમ્બરથી રાંધણ ગેસ મોંઘો થવાના મળી રહ્યા છે સંકેત! જાણો શું છે કારણ

આ પણ વાંચો :  શું તમે જાણો છો દેશના સૌથી મોટા દાનવીર કોણ છે? જેણે દરરોજ 27 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે

Next Article