IPO : ડેટા એનાલિટિક્સ કંપની 600 કરોડ એકત્રિત કરવા IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

|

Aug 17, 2021 | 8:03 AM

લેટન્ટ વ્યૂ એનાલિટિક્સ(Latent View Analytics) IPO દ્વારા એકત્ર કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ પેટાકંપનીઓમાં નવું રોકાણ કરવા માટે પણ કરશે. કંપની ડેટા અને એનાલિટિક્સ કન્સલ્ટિંગ, ડેટા એન્જિનિયરિંગ અને ડિજિટલ સોલ્યુશન્સના વ્યવસાય સાથે સંકળાયેલી છે.

સમાચાર સાંભળો
IPO  : ડેટા એનાલિટિક્સ કંપની 600 કરોડ એકત્રિત કરવા IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે
IPO ALLOTMENT STATUS

Follow us on

કોરોના સંકટની મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ એક પછી એક, ઘણી કંપનીઓએ IPO લોન્ચ કરીને ભારે ભંડોળ એકત્ર કરી રહી છે. હવે ડેટા એનાલિટિક્સ સર્વિસ ફર્મ લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સે હવે આઈપીઓ (Latent View Analytics IPO) દ્વારા 600 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે મૂડી બજાર નિયમનકાર SEBIને દસ્તાવેજો રજૂ કર્યા છે. 474 કરોડ રૂપિયાના નવા ફ્રેશ ઇક્વિટી શેર્સ(Fresh Equity Shares) આ IPOમાં જારી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમોટર અને હાલના શેરધારકો પાસેથી રૂ126 કરોડની ઓફર ફોર સેલ (OFS) રહશે.

પ્રમોટર 60 કરોડથી વધુ શેર વેચશે
ઓફર ફોર સેલ હેઠળ પ્રમોટર વિશ્વનાથન વેંકટરામન 60.14 કરોડ રૂપિયાના શેર વેચશે. આ સિવાય શેરધારકો રમેશ હરિહરન 35 કરોડ રૂપિયાના શેર અને ગોપીનાથ કોટીશ્વરન રૂ. 23.52 કરોડના શેરનું વેચાણ કરશે. ડેટા એનાલિટિક્સમાં વેંકટરામન 69.63 ટકા, કોટિશ્વરન 7.74 ટકા અને હરિહરન 9.67 ટકા હિસ્સો ધરાવે છે. નવા શેર ઇશ્યૂ કરવાથી એકત્ર થયેલા ભંડોળનો ઉપયોગ કંપનીની વૃદ્ધિ અને કાર્યકારી મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કરવામાં આવશે.

પેટાકંપનીઓમાં પણ ભંડોળનું રોકાણ કરવામાં આવશે
લેટન્ટ વ્યૂ એનાલિટિક્સ IPO દ્વારા એકત્ર કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ પેટાકંપનીઓમાં નવું રોકાણ કરવા માટે પણ કરશે. કંપની ડેટા અને એનાલિટિક્સ કન્સલ્ટિંગ, ડેટા એન્જિનિયરિંગ અને ડિજિટલ સોલ્યુશન્સના વ્યવસાય સાથે સંકળાયેલી છે. અમેરિકા, યુરોપ અને એશિયાના કેટલાક દેશોમાં તેના ગ્રાહકો છે. કંપનીની યુએસ, નેધરલેન્ડ, જર્મની, યુકે અને સિંગાપોરમાં પેટાકંપનીઓ છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

બાબા રામદેવની કંપની RUCHI SOYAને FPO લોન્ચ કરવા માટે SEBI એ મંજૂરી આપી
પ્રાથમિક બજારમાં તેજી વચ્ચે અન્ય એક FPO ને મંજૂરી આપવામાં આવી છે. FPO લાવવા માટે SEBIએ રૂચી સોયાની અરજી મંજૂર કરી છે.રૂચી સોયાની માલિકી બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ પાસે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર FPO ની કિંમત 4,300 કરોડ રૂપિયા રહશે.

રૂચી સોયાએ જૂન મહિનામાં આ FPO માટે દસ્તાવેજ દાખલ કર્યા હતા. આ FPO માંથી એકત્રિત થયેલા નાણાંમાંથી અડધાથી વધુનો ઉપયોગ કંપનીના દેવાના બોજને ઘટાડવા માટે કરશે. આ FPO કંપનીને SEBIના લઘુતમ 25 ટકા જાહેર શેરહોલ્ડિંગ નિયમનું પાલન કરવામાં મદદ કરશે.

 

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો :  બાબા રામદેવની કંપની RUCHI SOYAને FPO લોન્ચ કરવા માટે SEBI એ મંજૂરી આપી, જાણો વિગતવાર

Published On - 7:59 am, Tue, 17 August 21

Next Article