Mutual Funds : રોકાણકારોના રૂપિયામાં 10 ગણો વધારો ! આ લાર્જ-કેપ ફંડે ₹10 લાખના સીધા ₹1.15 કરોડ કર્યા

લાર્જ કેપ ફંડે લાંબાગાળે જોરદાર રિટર્ન આપ્યું છે. મે 2008 માં આ ફંડમાં રૂ. 10 લાખનું રોકાણ કરવામાં આવ્યું હોત, તો આજે રૂ. 1.15 કરોડ થઈ ગયા હોત. આનો અર્થ એ થયો કે, આ ફંડે દર વર્ષે આશરે 15% ના CAGR આપ્યું છે.

Mutual Funds : રોકાણકારોના રૂપિયામાં 10 ગણો વધારો ! આ લાર્જ-કેપ ફંડે ₹10 લાખના સીધા ₹1.15 કરોડ કર્યા
Image Credit source: Freepik
| Updated on: Dec 01, 2025 | 9:05 PM

ICICI પ્રુડેન્શિયલ લાર્જ કેપ ફંડે તેના અદભૂત લાંબાગાળાના વળતરથી રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા છે. મે 2008 માં શરૂ કરાયેલ આ ફંડે તેની શરૂઆતથી આશરે 15% CAGR નું સરેરાશ વાર્ષિક રિટર્ન આપ્યું છે. જો કોઈએ મે 2008 માં આ ફંડમાં રૂ. 10 લાખનું રોકાણ કર્યું હોત, તો તેની કિંમત આજે રૂ. 1.15 કરોડ સુધી પહોંચી ગઈ હોત.

ફંડનું પ્રદર્શન

  • છેલ્લા 10 વર્ષમાં, આ ફંડે લગભગ 15.02% ની CAGR આપી છે.
  • છેલ્લા 5 વર્ષમાં, આ ફંડે વધુ સારું પ્રદર્શન કર્યું છે, 19.97% ના CAGR સુધી પહોંચ્યું છે.
  • છેલ્લા 3 વર્ષમાં, આ ફંડે 18.48% ની CAGR પણ આપી છે.

SIP ના જબરદસ્ત ફાયદા

  1. જો ફંડની શરૂઆતથી જ રૂ. 10,000 ની માસિક SIP શરૂ કરવામાં આવી હોત, તો આજે ફંડ વધીને આશરે રૂ. 97.37 લાખ જેટલું થયું હોત, જેનું સરેરાશ રિટર્ન 15.63% XIRR હતું.
  2. 10 વર્ષ પહેલાં શરૂ કરેલી SIPની વર્તમાન કિંમત 28.21 લાખ રૂપિયા હોત.
  3. 5 વર્ષ પહેલાં શરૂ કરેલી SIPની વર્તમાન કિંમત 9.22 લાખ રૂપિયા હોત.

ફંડનો ઉદ્દેશ્ય

ICICI પ્રુડેન્શિયલ લાર્જ કેપ ફંડનો ઉદ્દેશ્ય લાંબાગાળે Capital Growth બનાવવાનો છે.

  1. લાર્જ-કેપ શેરમાં 80-100% રોકાણ
  2. બીજા ઇક્વિટી અથવા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 0-20%
  3. REITs અને InvITs માં 0-10%

કયા રોકાણકારોએ આ ફંડમાં રોકાણ કરવું જોઈએ?

  • આ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય માનવામાં આવે છે, જેઓ લાંબાગાળા માટે મોટું ફંડ બનાવવા માંગે છે.
  • સ્થિર અને ઓછા જોખમવાળા શેરમાં રોકાણ કરવા માંગતા હોય, તે લોકો પણ આ ફંડમાં રસ લઈ શકે છે.
  • જો તમે લાર્જ કેપ કેટેગરીમાં સતત સારું પ્રદર્શન કરતાં ફંડને શોધી રહ્યા છો, તો આમાં રોકાણ કરી શકો છો.

આ પણ વાંચો: Mutual Fund : રોકાણકારોને મોટી રાહત ! સેબીએ ટ્રાન્સફર નિયમો સરળ બનાવ્યા, બસ આ શરતો ધ્યાનમાં રાખો

Published On - 9:05 pm, Mon, 1 December 25