Post Office ની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ સારા વળતર સાથે ટેક્સમાં છૂટનો લાભ આપશે,જાણો યોજનાને વિગતવાર

|

Apr 02, 2022 | 8:22 AM

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણકારને 6.8 ટકા વ્યાજ મળે છે. આ યોજનામાં તમે ઓછામાં ઓછા રૂ 1000 અને તમે ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો. તમે આ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરતી વખતે માત્ર એ વાતનું ધ્યાન રાખો કે તમારે માત્ર 100ના ગુણાંકમાં જ રોકાણ કરવું પડશે.

Post Office ની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ સારા વળતર સાથે ટેક્સમાં છૂટનો લાભ આપશે,જાણો યોજનાને વિગતવાર
symbolic image

Follow us on

નવું નાણાકીય વર્ષ 2022-2023 શરૂ થઇ ગયું છે. આ શરૂઆત સાથે રોકાણનું વધુ સારું આયોજન (Investment Planning)કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે ટેક્સ બચત(Tax Saving) ની સાથે વધુમાં વધુ વળતર મેળવવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કીમમાં રોકાણ કરવાની નિષ્ણાંતો સલાહ આપે છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમનો આ એક સારો વિકલ્પ છે. જો તમે પણ જોખમ મુક્ત રોકાણ વિકલ્પ શોધી રહ્યા છો, તો આ યોજના તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. જો તમે પણ આ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો જાણો આ સ્કીમની ખાસ વાતો…

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર કેટલું વ્યાજ મળે છે?

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણકારને 6.8 ટકા વ્યાજ મળે છે. આ યોજનામાં તમે ઓછામાં ઓછા રૂ 1000 અને તમે ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો. તમે આ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરતી વખતે માત્ર એ વાતનું ધ્યાન રાખો કે તમારે માત્ર 100ના ગુણાંકમાં જ રોકાણ કરવું પડશે. આ યોજનામાં રોકાણ કરવાથી તમારા રોકાણ કરેલા નાણાં 10 વર્ષ અને 6 મહિનામાં 6.8 ટકાના વાર્ષિક વ્યાજ પર બમણા થઈ જશે. આ સ્કીમમાં જો તમે 5 વર્ષમાં કુલ 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને મેચ્યોરિટી પર 1389.0 રૂપિયા મળશે.

યોજનામાં રોકાણ કરવાની પાત્રતા શું છે ?

આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષની હોવી જોઈએ. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ દ્વારા તમે સંયુક્ત અથવા સિંગલ બંનેમાં કોઈપણ એક રીતે રોકાણ કરી શકો છો. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું ખાતું ખોલવા પર માતાપિતા દ્વારા તેની સંભાળ રાખવામાં આવશે. 10 થી 18 વચ્ચે એકાઉન્ટ સગીર ના રૂપમાં હશે. 18 પછી એકાઉન્ટ પુખ્ત ખાતામાં રૂપાંતરિત થશે. આ સ્કીમ હેઠળ ત્રણ લોકોના નામે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કર મુક્તિનો લાભ

તમને જણાવી દઈએ કે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રોકાણ કરવા પર રોકાણકારોને ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાનું વળતર મળશે. આ સ્કીમમાં એકવાર રોકાણ કર્યા પછી, તમે 5 વર્ષ પહેલા આ પૈસા ઉપાડી શકતા નથી.

 

આ પણ વાંચો : MONEY9: શું શેરમાર્કેટમાં મંદીવાળા કબજો જમાવી શકશે? બજારમાં અત્યારે રોકાણકારોએ શું કરવું?

આ પણ વાંચો : ટૂર ઓપરેટરોને રાહત, એનઆરઆઈ દ્વારા વિદેશ માટે ટૂર પેકેજ લેવા પર ટેક્સ લેવાની જોગવાઈ રદ્દ

Next Article