Gita Gopinath: ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથને મળ્યું પ્રમોશન, હવે કરશે આ મહત્વપૂર્ણ કામ

|

Dec 03, 2021 | 10:06 AM

IMF: ગીતા ગોપીનાથ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ છોડવા ઈચ્છતા હતા. તે જાન્યુઆરી 2022 માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં પાછા જઈને શૈક્ષણિક કાર્ય કરવા માંગતી હતી, પરંતુ હવે તે IMFમાં બીજા નંબરે સેવા આપશે.

Gita Gopinath: ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથને મળ્યું પ્રમોશન, હવે કરશે આ મહત્વપૂર્ણ કામ
Gita Gopinath

Follow us on

ભારતીય અમેરિકન ગીતા ગોપીનાથ (Gita Gopinath) ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના (International Monetary Fund) પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર હશે. તે જ્યોફ્રી ઓકામોટો (geoffrey okamoto)નું સ્થાન લેશે. ગુરુવારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઓકામોટા જલ્દી જ પોતાનું પદ છોડી દેશે, ત્યારબાદ ગીતા ગોપીનાથ તેમની જગ્યાએ કાર્યભાર સંભાળશે. તે અત્યાર સુધી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ચીફ ઈકોનોમિસ્ટ (Chief Economist) તરીકે કામ કરતી હતી.

ત્રણ વર્ષથી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કામ કરી રહેલા ગોપીનાથ, જાન્યુઆરી 2022માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવાના હતા, પરંતુ તેમને ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી હતી.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જિયોગ્રાવિયાએ જણાવ્યું હતું કે, “ગીતા ગોપીનાથ પ્રથમ મહિલા મુખ્ય અર્થશાસ્ત્રી હતા, અમને આનંદ છે કે તેઓ તેમની સેવાઓ ચાલુ રાખશે અને હવે પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપશે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ આવતા મહિને વોશિંગ્ટન સ્થિત સંસ્થામાં બીજા નંબરના અધિકારી બનશે. IMFએ ગુરુવારે આની જાહેરાત કરી. ગોપીનાથ પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર (FDMD) તરીકે જ્યોફ્રી ઓકામોટોનું સ્થાન લેશે. ઓકામોટો IMFના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા પછી ગીતા ગોપીનાથ છે. પ્રથમ વખત, બે મહિલાઓ IMFમાં ટોચના નેતૃત્વની ભૂમિકા નિભાવશે. જ્યોર્જિવાએ ગોપીનાથને આ નેતૃત્વની ભૂમિકા માટે યોગ્ય ગણાવ્યા. IMF અનુસાર, ગોપીનાથ 21 જાન્યુઆરી, 2022 ના રોજ FDMD તરીકે તેમના નવા પદની શરૂઆત કરશે.

આ પણ વાંચોઃ

IPL 2022: મુંબઇ ઇન્ડિયન્સે રિટેન ના કર્યો તો ભાવુક થયો હાર્દિક પંડ્યા, ઇમોશનલ વિડીયો શેર કરીને ‘MI પલટન’ ને કર્યુ બાય-બાય

આ પણ વાંચોઃ

Missing Fishermans: NDRF ની વધુ એક ટીમ ગીર સોમનાથ ડાયવર્ટ કરાઈ, દરિયામાં હજુ 6 થી 7 માછીમારો લાપતા

Published On - 9:58 am, Fri, 3 December 21

Next Article