Infosys Q2 Results : ઇન્ફોસિસના નફામાં 11.9% અને આવકમાં 20.5%નો વધારો, પ્રતિ શેર 15 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ અપાશે

|

Oct 14, 2021 | 7:24 AM

Infosys Q2 Results : કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે બોર્ડે નાણાકીય વર્ષ 2022 માટે પ્રતિ શેર 15 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.ઇન્ફોસિસે નાણાકીય વર્ષ 2022 માટે તેની આવક વૃદ્ધિનો અંદાજ વધારીને 16.5-17.5 ટકા કર્યો છે.

Infosys Q2 Results : ઇન્ફોસિસના નફામાં 11.9% અને  આવકમાં 20.5%નો વધારો, પ્રતિ શેર 15 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ અપાશે
Infosys

Follow us on

Infosys Q2 Results : ભારતની બીજી સૌથી મોટી IT કંપની ઇન્ફોસિસે(Infosys) એ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 11.9 ટકા વધીને 5,421 કરોડ રૂપિયા થયો છે. નિયમનકારી ફાઇલિંગ અનુસાર ઇન્ફોસિસનો ચોખ્ખો નફો અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ 4,845 કરોડ હતો. બેંગલુરુ સ્થિત કંપનીની આવક સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં 20.5 ટકા વધીને 29,602 કરોડ રૂપિયા થઈ છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ 24,570 કરોડ હતી.

નાણાકીય વર્ષ 2022 માટે રેવેન્યુ ગ્રોથની આગાહી
ઇન્ફોસિસે નાણાકીય વર્ષ 2022 માટે તેની આવક વૃદ્ધિનો અંદાજ વધારીને 16.5-17.5 ટકા કર્યો છે. અગાઉ કંપનીએ માર્ચ 2022 માં સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં સતત ચલણની દ્રષ્ટિએ 14-16 ટકાની આવકમાં વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. ઇન્ફોસિસના સીઇઓ અને એમડી સલીલ પારેખે જણાવ્યું હતું કે તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન અને મજબૂત વૃદ્ધિનું દૃષ્ટિકોણ તેમના વ્યૂહાત્મક ધ્યાન અને તેમની ડિજિટલ ઓફરિંગની તાકાત દર્શાવે છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે બોર્ડે નાણાકીય વર્ષ 2022 માટે પ્રતિ શેર 15 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

જોકે, ઈન્ફોસિસે 2021-22 માટે 22-24 ટકાના એકીકૃત ઓપરેટિંગ માર્જિનનું અનુમાન જાળવી રાખ્યું છે. કંપનીએ સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં $ 2.15 બિલિયનના સોદા હાંસલ કર્યા છે. ઓપરેટિંગ મોરચે કંપનીના કોન્સોલિડેટેડ ઓપરેટિંગ માર્જિનમાં 10 બેસિસ પોઇન્ટનો ઘટાડો થયો છે અને તે ઘટીને 23.6 ટકા થયો છે. ઘટાડાનું મુખ્ય કારણ પ્રતિભા જાળવી રાખવા માટે કંપનીના પગારમાં વધારો છે. જો કે, આ પ્રયાસો સફળ થયા ન હતા કારણ કે કંપનીનો એટ્રિશન રેટ વધીને 20.1 ટકા થયો છે જે અગાઉના ક્વાર્ટરમાં 13.9 ટકા હતો.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કંપનીના શેરમાં ઉછાળો આવ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1.2 ટકાના ઉછાળા સાથે કંપનીનો શેર રૂ 1,705 બંધ રહ્યો હતો. બીજીતરફ વિપ્રોએ બુધવારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 9.6 ટકા ઘટીને 2,930.7 કરોડ રૂપિયા થયો છે. ક્વાર્ટરમાં કંપનીની કોન્સોલિડેટેડ આવક 7.7 ટકા વધીને 19,667.4 કરોડ રૂપિયા થઈ છે. કંપનીના નફામાં ઘટાડાનું કારણ ઊંચા ટેક્સની ચુકવણી અને ખર્ચમાં વધારો છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: ભડકે બળતા ઇંધણ ભાવ ઉપર ક્યારે નિયંત્રણ આવશે? જાણો આજે કેટલા મોંઘા થયા પેટ્રોલ – ડીઝલ

 

આ પણ વાંચો : મહિલાઓ માટે અગત્યની વાત : આ 5 મહત્વના દસ્તાવેજો ધ્યાનમાં રાખજો, તકલીફના સમયમાં આશીર્વાદરૂપ સાબિત થશે

Next Article