Infosys 100 અબજ ડોલરની માર્કેટ કેપને પાર કરનાર ચોથી ભારતીય કંપની, જાણો શું છે કંપનીના શેરની સ્થિતિ

|

Aug 25, 2021 | 7:35 AM

ઇન્ફોસિસ લિમિટેડે(Infosys Ltd) 100 અબજ ડોલરની માર્કેટ કેપ પાર કરી છે. આ સિદ્ધિ હાંસલ કરનારી ઇન્ફોસિસ ચોથી ભારતીય કંપની બની છે.

સમાચાર સાંભળો
Infosys 100 અબજ ડોલરની માર્કેટ કેપને પાર કરનાર ચોથી ભારતીય કંપની, જાણો શું છે કંપનીના શેરની સ્થિતિ
Infosys

Follow us on

દેશની બીજી સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસે(Infosys) ઇતિહાસ રચ્યો છે. ઇન્ફોસિસ લિમિટેડે(Infosys Ltd) 100 અબજ ડોલરની માર્કેટ કેપ પાર કરી છે. આ સિદ્ધિ હાંસલ કરનારી ઇન્ફોસિસ ચોથી ભારતીય કંપની બની છે. કંપનીએ આ સિદ્ધિ હાંસલ કરી ત્યારે ઇન્ફોસિસનો શેર નવા રેકોર્ડ સ્તરે જોવા મળ્યો હતો.

આ અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Reliance Industries Ltd), ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ (TCS) અને એચડીએફસી બેંક લિમિટેડે(HDFC Bank Ltd) આ સિદ્ધિ હાંસલ કરી છે. RIL નું માર્કેટ કેપ 140 અબજ ડોલર છે. તે બાદ 115 અબજ ડોલરની માર્કેટ કેપ સાથે TCS બીજા અને 100.1 અબજ ડોલર સાથે HDFC બેંક ત્રીજા ક્રમે છે.

રેકોર્ડ સર્વોચ્ચ સપાટી દર્જ કરી
મંગળવારના કારોબાર દરમિયાન ઇન્ફોસિસે BSE પર શેરદીઠ રૂ 1,755.60 ની વિક્રમી સપાટી હાંસલ કરી હતી. કંપનીની માર્કેટ કેપ ઝડપથી વધીને 7.44 ટ્રિલિયન ડોલર એટલે કે 100 અબજ ડોલર થઈ ગઈ છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ફોસિસ ભારતમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાંની એક છે જેણે ક્લાઉડ, ગ્રાહક અનુભવ, સાયબર સિક્યુરિટી વગેરેમાં સારી કામગીરી કરી છે.

જૂન ક્વાર્ટરમાં નફો 23 ટકા વધ્યો
નાણાકીય વર્ષ 2021-22ના એપ્રિલ-જૂનના પ્રથમ ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નેટ પ્રોફિટ લગભગ 23 ટકા વધીને 5,195 કરોડ રૂપિયા થયો છે. આ સાથે, કંપનીએ સમગ્ર નાણાકીય વર્ષ માટે તેની આવક વૃદ્ધિના અનુમાનમાં વધારો કર્યો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીને 4,233 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.

જૂન ક્વાર્ટરમાં ઇન્ફોસિસની ઓપરેટિંગ ઇન્કમ 17.8 ટકા વધીને 27,896 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં તે 23,665 કરોડ રૂપિયા હતું.કંપનીએ 2021-22 માટે આવકનો અંદાજ અગાઉ 12-14 ટકાથી વધારીને 14-16 ટકા કર્યો છે. તેણે તેનું ઓપરેટિંગ માર્જિન માર્ગદર્શન 22-24%જાળવી રાખ્યું છે.

35 હજાર સ્નાતકોને નોકરી આપશે
કંપનીએ નાણાકીય વર્ષ 2022 માટે 35,000 સ્નાતકોની ભરતી કરવાની યોજના જાહેર કરી છે. જૂન ક્વાર્ટરમાં ઇન્ફોસિસમાં નોકરી છોડવાનો દર વધીને 13.9 ટકા થયો છે. માર્ચ 2021 ક્વાર્ટરમાં તે 10.9 ટકા હતો. જો કે ગત વર્ષના જૂન ક્વાર્ટરમાં આ એટ્રિશન રેટ 15.6 ટકાથી ઓછો છે.

આ પણ વાંચો :   ITR : FY 21 માટે Income Tax Return Deadline લંબાવાઈ શકે છે, ITR પોર્ટલની સમસ્યાઓના પગલે નિર્ણય લેવાય તેવી શક્યતા

આ પણ વાંચો :  Dollar Vs Rupee : ડોલર સામે મજબૂત થઇ રહ્યો છે રૂપિયો, તમને થશે લાભ કે સહન કરવું પડશે નુકશાન? જાણો અહેવાલ દ્વારા

Next Article