દેશની બીજી સૌથી મોટી IT કંપની ઇન્ફોસિસે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત માર્કેટ કેપ 7 લાખ કરોડને પાર

|

Aug 03, 2021 | 11:26 PM

છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 71 ટકાથી વધુનો વધારો થયો છે. મંગળવારે BSE પર ઈન્ફોસિસનો શેર 1644.05 ની ઓલટાઈમ હાઈ પર પહોંચતાની સાથે માર્કેટ કેપ વધીને 7.01 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ.

દેશની બીજી સૌથી મોટી IT કંપની ઇન્ફોસિસે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત માર્કેટ કેપ 7 લાખ કરોડને પાર
Infosys

Follow us on

દેશની બીજી સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસે (Infosys) નવો ઇતિહાસ રચ્યો છે. ઈન્ફોસિસ લિમિટેડ  (Infosys Ltd) મંગળવારે માર્કેટ કેપમાં 7 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરનાર ચોથી ભારતીય કંપની બની છે.

અગાઉ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ  (Reliance Industries Ltd), ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ (TCS) અને એચડીએફસી બેંક લિમિટેડ (HDFC Bank Ltd)  આ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે.

છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 71 ટકાથી વધુનો વધારો થયો છે. મંગળવારે BSE પર ઈન્ફોસિસનો શેર 1644.05 ની ઓલટાઈમ હાઈ પર પહોંચતાની સાથે માર્કેટ કેપ વધીને 7.01 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. હાલમાં શેર 0.70 ટકાના વધારા સાથે 1642.75 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ વર્ષે શેરમાં 31 ટકાનો ઉછાળો આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

જૂન ક્વાર્ટરમાં નફો વધ્યો 23 ટકા

નાણાકીય વર્ષ 2021-22ના એપ્રિલ-જૂનના પ્રથમ ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો ચોખ્ખો નફો લગભગ 23 ટકા વધીને 5,195 કરોડ રૂપિયા થયો છે. આ સાથે, કંપનીએ સમગ્ર નાણાકીય વર્ષ માટે તેની આવક વૃદ્ધિમાં વધારો કર્યો છે. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 4,233 કરોડ રૂપિયા હતો.

જૂન ક્વાર્ટરમાં ઇન્ફોસિસની ઓપરેટિંગ આવક 17.8 ટકા વધીને 27,896 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં તે 23,665 કરોડ રૂપિયા હતી. કંપનીએ 2021-22 માટે કમાણીનો અંદાજ 12-14 ટકાથી વધારીને 14-16 ટકા કર્યો છે.

રોકાણકારોએ શું કરવું જોઈએ?

બ્લૂમબર્ગ પર 49 માંથી 42 બ્રોકરોએ ઇન્ફોસિસના શેર ખરીદવાની સલાહ આપી છે. જ્યારે 4 બ્રોકરોએ શેર હોલ્ડ કરવાની સલાહ આપી છે અને 3 બ્રોકરોએ વેચવાની સલાહ આપી છે.

1990 માં ઇન્ફોસિસને તેને માત્ર 2 કરોડમાં ખરીદવાની ઓફર મળી હતી. ઇન્ફોસિસના સ્થાપક એન.આર. નારાયણમૂર્તિ અને સહ સંસ્થાપકો એ આ ઓફર ઠુકરાવી દીધી હતી. અને કંપનીને સંભાળવાનો નિર્ણય કર્યો હતો.

35 હજાર સ્નાતકોને આપશે નોકરી

નાણાકીય વર્ષ 2022 માટે 35,000 કોલેજ સ્નાતકોની ભરતી કરવાનું આયોજન છે. જૂન ક્વાર્ટરમાં ઇન્ફોસિસમાં નોકરી છોડનારા લોકોનો દર વધીને 13.9 ટકા થયો છે. માર્ચ 2021 ક્વાર્ટરમાં તે 10.9 ટકા હતો. જો કે, આ એટ્રિશન રેટ ગત વર્ષના જૂન ક્વાર્ટરના  15.6 ટકાથી ઓછો છે.

આ પણ વાંચો : મેટ્રો સ્ટેશન પર ફાયરિંગ બાદ અમેરિકી સંરક્ષણ વિભાગનું મુખ્યાલય ‘પેન્ટાગોન’ કરાયું બંધ, ફોર્સ પ્રોટેક્શન એજન્સીને મોકલાયું એલર્ટ

આ પણ વાંચો : LICની આ પોલીસીથી મળશે 28 લાખ રુપિયા સુધીનું રીટર્ન, સાથે મળશે પેન્શનનો લાભ

Next Article