જનતા પર પડશે મોંઘવારીનો વધુ એક માર, તેલ, સાબુ, બિસ્કિટ થી લઈને આ રોજબરોજની ચિજવસ્તુઓની વધશે ભાવ

આવતા મહિનેથી દેશની જનતા પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકાવા જઈ રહ્યો છે. રોજબરોજની ચીજવસ્તુઓ તેલ, સાબુ, બિસ્કિટ થી લઈને બ્રેડ સહિતની ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે. દેશની દિગ્ગજ FMCG કંપનીઓએ કેટલીક ચીજવસ્તુઓ પર ભાવ વધારો કરવાનો સંકેત આપી દીધો છે જેનાથી આમ નાગરિકને મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે.

જનતા પર પડશે મોંઘવારીનો વધુ એક માર, તેલ, સાબુ, બિસ્કિટ થી લઈને આ રોજબરોજની ચિજવસ્તુઓની વધશે ભાવ
| Updated on: Aug 10, 2026 | 3:27 PM

જુન મહિનામાં અનેક ચીજ વસ્તુઓ પર ભાવ વધારો કરી ગ્રાહકોને ઝટકો આપ્યા બાદ હવે FMCG કંપનીઓ સપ્ટેમ્બર મહિનાની ત્રીમાસિક ગાળામાં ફરી ભાવવધારો કરવાની તૈયારી કરી લીધી છે.
જેમા તેલ, સાબુ જેવી રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે. મળતા અહેવાલ અનુસાર બ્રિટાનિયા થી લઈને હિંદુસ્તાન યુનિલિવર અને ડાબર સહિતની કંપનીઓએ કાચા માલના વધતા ભાવ અને જિયોપોલિટિકલ તણાવનો હવાલો દેતા ભાવ વધારો કરવાની તૈયારીમાં છે.

FMCG કંપનીની મોટી તૈયારી

એજન્સીનું માનીએ તો ભારતની અગ્રણી ફાસ્ટ-મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન પસંદગીના ઉત્પાદનો પર ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. જૂન ક્વાર્ટર દરમિયાન સરેરાશ 2-5% ભાવ વધારો લાગુ કર્યા પછી, FMCG કંપનીઓ હવે મોંઘવારીના દબાણને ઘટાડવા માટે ટાર્ગેટેડ મૂલ્ય નિર્ધારણ પગલાં તરફ આગળ વધી રહી છે.

આ કંપનીઓ જણાવે છે કે વધતી જતી કોમોડિટી કિંમતો અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ તેમના માર્જિનને પ્રતિકૂળ અસર કરી રહી છે; તેઓ ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા અને ચોમાસા અને અલ નીનોની સંભવિત અસર સાથે સંકળાયેલા જોખમોનું પણ નજીકથી નિરીક્ષણ કરી રહી છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ, કેટલીક કંપનીઓ ચીજવસ્તુઓની પેકિંગ નાના કરી રહી છે અથવા તો ભાવ વધારો કરવાની તૈયારીમાં છે. કંપનીઓ કાં તો ચોક્કસ પેકેજોમાં ઉત્પાદનની માત્રા ઘટાડી રહી છે અથવા પસંદગીની વસ્તુઓ પર ભાવ વધારવાની તૈયારી કરી રહી છે.

બ્રિટાનિયાએ આપ્યા આ સંકેત

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ₹ 5 અને ₹10 ની કિંમતના બિસ્કિટના પેકેટ પર આશરે 1.5-2% નો ભાવવધારો કરવાની અપેક્ષા રાખી રહી છે. PTI અનુસાર Britannia ના MD અને CEO રક્ષિત હરગવેએ આ ભાવ વધારાનો સંકેત આપતા જણાવ્યુ કે કંપની ખાંડ અને પામ તેલ જેવા મુખ્ય કાચા માલના વધતા ખર્ચનો સામનો કરી રહી છે. તેમણે જણાવ્યુ હતુ કે ક્વાર્ટરના અંતમાં વધુ વધારો જોવા મળી શકે છે. જો એકંદર અસર 1% હતી, તો 1.5-2% નો વધુ વધારો થવાની સંભાવના છે

ગોદરેજ ની પ્રોડક્ટ્સ પણ થશે મોંઘી

ગોદરેજ કંજ્યુમર પ્રોડક્ટ લિમીટેડએ ગત જુન મહિનામાં તેના તમામ પ્રોડક્ટ્સની કિંમતોમાં સરેરાશ 5 % નો વધારો કરી ગ્રાહકોને ઝટકો આપ્યો હતો. જ્યારે કંપની હવે સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં પણ ભાવ વધારો કરી શકે છે.
જો કે રિપોર્ટમાં કહેવાયુ છે કે કંપની હાલ ભાવ વધારાનું પગલુ લેતા પહેલા કોમોડિટીની કિંમતો પર નજર રાખી રહી છે.

ડાબર પણ ભાવ વધારાની તૈયારીમાં

બ્રિટાનિયા અને ગોદરેજની સાથે, ડાબર ઇન્ડિયા પણ ટૂંક સમયમાં તેના ગ્રાહકો પર મોંઘવારીનો બોંબ ફોડી શકે છે. હાઈ ઈનપુટ કોસ્ટ ના પડકારની આશંકા વચ્ચે , કંપની તેના માર્જિનને સુરક્ષિત રાખવા માટે પસંદગીના ઉત્પાદનો પર ભાવ વધારો કરી શકે છે.

TATA થી HUL પણ આ યાદીમાં સામેલ

FMCG સેક્ટરની અન્ય કંપનીઓની વાત કરીએ તો હિંદુસ્તાન યુનિલીવર લિમીટેડ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં પ્રોડક્ટ્સ કેટેગરીની કિંમતો વધારી શકે છે. કંપની એ FY27ના પહેલા ક્વાર્ટરમાં તેની ચીજવસ્તુઓની કિંમતોમાં 2-5 % નો વધારો કર્યો હતો.

રિપોર્ટમાં HUL ના CEO અને MD પ્રિયા નાયરને ટાંકીને કહેવાયુ છે કે કંપની મોંઘવારીને જોતા સપ્ટેમ્બર ક્વાર્ટર માટે ભાવમાં વધારો કરવાનું વિચારશે. આ ઉપરાંત, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના MD સુનિલ ડિસોઝાએ સંકેત આપ્યો છે કે જો જરૂરી હોય તો ઉત્પાદનના ભાવમાં વધુ ગોઠવણો પર વિચાર કરી શકાય છે.

ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, ચારે બાજુ હરિયાળી અને વાદળોથી ઘેરાયેલા પર્વતનો સુંદર નજારો આવ્યો સામે- જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.