મળતી માહિતી મુજબ રદ કરાયેલી ફ્લાઇટ્સની સંખ્યા ઍરલાઇંસના કુલ ઑપરેશનની 10 ટકા છે. ઇંડિગો તરફથી કહેવાયું છે કે પાયલૉટોની તંગીના કારણે ઇંડિગોએ શુક્રવારે પોતાની 130 ફ્લાઇટ રદ કરી દીધી છે.
બીજી બાજુ આ અંગે ઇંડિગોના પ્રવક્તા તથા ચીફ ઑપરેશન ઑફિસર (COO) વોલ્ફગૅંગ પ્રોક શાઉરે મોકલેલા પ્રશ્નનો કોઈ ઉત્તર ન મળ્યો.
નોંધનીય છે કે ગયા અઠવાડિયે દિલ્હી અને NCR વિસ્તારમાં વાવાઝોડા અને વરસાદના કારણે ઇંડિગો પોતાની રાહત દરની ફ્લાઇટ્સ શનિવારથી કરવા જઈ રહી છે.
100 વિદેશી પાયલૉટ હાયર કરશે ઇંડિગો
ઇંડિગો ફ્લાઇટ કૅપ્ટનની કમીને પૂરી કરવા માટે આ વર્ષે લગભગ 100 વિદેશી પાયલૉટ્સ હાયર કરવાનું આયોજન કરી રહી છે. પાયલૉટ્સની તંગીના કારણે ઇંડિગોને હાલના દિવસોમાં પોતાની કેટલીક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે આ પગલાથી ઇંડિગો કંપની ઉડાનોનું શિડ્યુઅલ જાળવી રાખી શકશે, પરંતુ સ્ટાફ પર તેનું કોસ્ટ વધી જશે. ઇંડિગો પાસે 200થી વધુ વિમાનો અને 3,000થી વધુ પાયલૉટચ છે. તેમાં લગભગ 50 વિદેશીઓ સહિત લગભગ 1,200 કમાંડર છે. નવા હાયરિંગ વડે વિદેશી પાયલૉટોની સંખ્યા ત્રણ ગણી કરવામાં આવશે.
[yop_poll id=1431]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]