અદાણી – અંબાણી ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગને પછાડી બન્યા વધારે ધનિક

|

Feb 04, 2022 | 4:47 PM

ફેસબુક માલિક માર્ક ઝુકર્બર્ગ(Mark Zuckerberg wealth) ની સંપતીમાં 30 અરબ ડોલરનો ભારે ઘટાડાને કારણે તે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને ગૌતમ અદાણી (Gautam Adani) થી પાછળ રહી ગયા છે

અદાણી - અંબાણી ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગને પછાડી બન્યા વધારે ધનિક
gautam adani-mukesh ambani net worth

Follow us on

ફેસબુક માલિક માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg wealth) ની સંપતીમાં 30 અરબ ડોલરનો ભારે ઘટાડાને કારણે તે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને ગૌતમ અદાણી (Gautam Adani) થી પાછળ રહી ગયા છે. ફોર્બ્સ ઇન્ડેક્ષ મુજબ ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પણ પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ગૌતમ અદાણીની સંપત્તિ 89.9 બિલિયન ડોલર છે અને તેઓ વિશ્વના દસમા સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણી 89.4 બિલિયન ડોલરની નેટવર્થ સાથે 11મા ક્રમે છે. માર્ક ઝુકરબર્ગ હવે 84.8 બિલિયન ડોલરની નેટવર્થ સાથે 12મા સ્થાને પહોંચી ગયો છે. ટેસ્લાના માલિક એલોન મસ્ક 232 બિલિયન ડોલર સાથે પહેલા ક્રમે છે.

India’s Adani and Ambani are now richer than Mark Zuckerberg

ઝુકરબર્ગની સંપત્તિમાં આ ઘટાડો ઐતિહાસિક છે. ટેસ્લાના એલોન મસ્કનું નામ એક દિવસમાં સંપત્તિને નુકસાન થવાના કિસ્સામાં પ્રથમ આવે છે. નવેમ્બર 2021માં તેમની સંપત્તિમાં એક દિવસમાં 35 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. હકીકતમાં, તેણે ટ્વીટ કરીને પૂછ્યું હતું કે શું તેણે ટેસ્લામાં પોતાનો 10 ટકા હિસ્સો વેચવો જોઈએ કે નહીં. તે ઘટાડા પછી, ટેસ્લાનો શેર અત્યાર સુધી ફરી તે સ્તર સુધી પહોંચી શક્યો નથી.અદાણીએ અંબાણી અને માર્ક ઝુકરબર્ગને પણ પાછળ છોડી દીધા છે.

ટેક કંપનીઓમાં થઇ રહ્યુ છે વેલ્યુ કરેક્શન

જણાવી દઈએ કે નૈસડૈકમાં જાન્યુઆરી મહિનામાં 9 ટકા કરેક્શન જોવા મળ્યું છે. ખરેખર યુએસ ફેડરલ રિઝર્વ માર્ચથી વ્યાજ દરમાં વધારો કરી શકે છે. ફેડરલની આ જાહેરાત બાદ ટેક્નોલોજી કંપનીઓ પર કરેક્શનનું દબાણ વધી રહ્યું છે. આ ટેક કંપનીઓ કોરોના સમયગાળા દરમિયાન એક્સેસ લિક્વિડિટીને કારણે અલ્ટ્રા-વેલ્યુએશનમાં છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

કંપનીમાં 12.8 ટકા હિસ્સો છે

માર્ક ઝુકરબર્ગ ફેસબુકમાં 12.8 ટકા હિસ્સો ધરાવે છે. 2021 માં ઝુકરબર્ગે 4.47 બિલિયન ડોલરની કિંમતના Facebook શેર વેચ્યા. આ કામ 10b5-1 ટ્રેડિંગ પ્લાન હેઠળ કરવામાં આવ્યું હતું.આ યોજના હેઠળ કંપનીના કર્મચારીઓ પહેલા નક્કી પ્લાન મુજબ પોતાના શેર વેચે છે.વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર ઝુકરબર્ગ લગભગ તમામ ટ્રેડિંગ સેશનમાં ફેસબુકના શેર ટ્રેડ કરે છે. ઇનસાઇડર ટ્રેડિંગના આરોપોથી બચવા માટે તેઓ આવું કરે છે.

ફેસબુકના વેલ્યુએશનમાં 200 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે

તમને જણાવી દઈએ કે 3 ફેબ્રુઆરીનો દિવસ ફેસબુકના ઈતિહાસમાં ખૂબ જ ખરાબ દિવસ હતો. ગુરુવારે ફેસબુકના શેરમાં 26.44 ટકાનો ભારે ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડાને કારણે ફેસબુકની પેરેન્ટ કંપની મેટા (Meta market cap)ના માર્કેટ કેપમાં 200 અબજ ડોલરનો ભારે ઘટાડો થયો હતો. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, કોઈપણ અમેરિકન કંપની માટે વેલ્યુએશનમાં આ એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે.

આ પણ વાંચો :Gold price today : આજે પણ સોનું મોંઘુ થયું? જાણો દેશ વિદેશના 10 ગ્રામ સોનાના ભાવ

આ પણ વાંચો :Facebook ના શેરમાં 26 ટકાનો કડાકો બોલ્યો, રોકાણકાર 200 અબજ ડોલર ગુમાવી બેઠા, જાણો યુએસ માર્કેટમાં કેમ પટકાયો શેર

Next Article