Explainer: મોંઘુ ક્રૂડ ઓઈલ બગાડી રહ્યું છે સરકારનો હિસાબ, જાણો કેવી રીતે થાય છે ઈન્ડિયન ક્રૂડ બાસ્કેટ રેટનું કેલ્ક્યુલેશન

|

Feb 28, 2022 | 8:41 PM

ભારત તેની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. જો ક્રૂડ ઓઈલની કિંમતમાં 1 ડોલરનો વધારો થાય છે તો ભારતનું ઓઈલ ઈમ્પોર્ટ બિલ 2 અબજ ડોલરથી વધી જાય છે.

Explainer:  મોંઘુ ક્રૂડ ઓઈલ બગાડી રહ્યું છે સરકારનો હિસાબ, જાણો કેવી રીતે થાય છે ઈન્ડિયન ક્રૂડ બાસ્કેટ  રેટનું કેલ્ક્યુલેશન
Crude oil price rise (Symbolic Image)

Follow us on

ક્રૂડ ઓઈલના ભાવ (Crude Oil Price) ભારત સરકારનું વહીખાતું બગાડી રહ્યું છે. કાચા તેલની કિંમત 100 ડોલરને પાર પહોંચી ગઈ છે. બીજી તરફ, અમેરિકી ડૉલર (US Dollar) પણ રૂપિયા સામે 75ના સ્તરને પાર કરી ગયો છે. 24 ફેબ્રુઆરીએ ભારતે ખરીદેલા તેલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલર હતી. આ ભારતીય બાસ્કેટનો દર છે. મોદી સરકારનું આ સર્વોચ્ચ સ્તર છે. ક્રૂડ ઓઈલમાં વધારા સાથે રૂપિયાના ઘટાડાની સરકારના તિજોરી પર બેવડી અસર થઈ રહી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ‘ઇન્ડિયન બાસ્કેટ (Indian Basket)‘ હેઠળ તેલની કિંમતની ગણતરી થોડી અલગ હોય છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ અલગ-અલગ હોય છે. પહેલી કિંમત બ્રેન્ટ ક્રૂડની છે, જ્યારે બીજી કિંમત WTI ક્રૂડ એટલે કે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયરીની છે. બંને તેલની ગુણવત્તા અલગ-અલગ હોય છે, જે સલ્ફરની સામગ્રી પર આધારિત છે. ઈન્ડિયન બાસ્કેટના ભાવ વિશે વાત કરીએ તો, સ્વીટ બ્રેન્ટ ક્રૂડ તેમાં 25 ટકા ફાળો આપે છે અને બાકીનામાં ઓમાન અને દુબઈના સોર ક્રૂડ પ્રાઈસનો સમાવેશ થાય છે. ક્રૂડ ઓઈલ જેમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે તેને સોર ક્રૂડ ઓઈલ કહેવાય છે. આ તેલ માટે પ્રોસેસિંગ ચાર્જ વધારે છે.

એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ તેલ 18 ડોલર મોંઘુ થયું છે

નવેમ્બર મહિનામાં સરકારે ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તે સમયે ભારતીય બાસ્કેટની કિંમત પ્રતિ બેરલ 83-84 ડોલર હતી. ત્યારપછી પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ભારતીય બાસ્કેટ 17-18 ડોલર પ્રતિ બેરલ મોંઘું થઈ ગયું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ભારત 85% આયાત કરે છે

ભારત તેની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. જો ક્રૂડ ઓઈલની કિંમતમાં 1 ડોલરનો વધારો થાય છે તો ભારતનું ઓઈલ ઈમ્પોર્ટ બિલ 2 અબજ ડોલરથી વધી જાય છે. એક રિપોર્ટ અનુસાર જો ક્રૂડ ઓઈલની કિંમતમાં 10 ટકાનો વધારો થાય છે તો ભારતની રાજકોષીય ખાધ 0.4-0.5 ટકા વધી જાય છે.

આજે ફરી રૂપિયો તૂટ્યો હતો

આજે ડોલર સામે રૂપિયો ફરી ગગડ્યો હતો. તે 2 પૈસાના ઘટાડા સાથે 75.35 પર બંધ રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ હાલમાં 0.43 ટકાના વધારા સાથે 97.03 પર ટ્રેડ કરી રહ્યો હતો. કાચા તેલમાં હાલમાં લગભગ 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને તે પ્રતિ બેરલ  98.80 ડોલર પર ટ્રેડ કરી રહ્યું હતું.

આ પણ વાંચો :  MONEY9: મોટી ઉંમરે જ ટર્મ વીમો લેવો કે અત્યારથી ? ટર્મ વીમાના ઉંમર સાથેના ફાયદા સમજો આ વીડિયોમાં

Published On - 8:28 pm, Mon, 28 February 22

Next Article