India Pesticides નો 23 જૂને આવી રહ્યો છે IPO, જાણો કંપની અને તેની યોજના વિશે વિગતવાર

|

Jun 19, 2021 | 9:03 AM

વધુ એક કંપની પ્રાથમિક બજારમાંથી નાણાં એકત્ર કરવા આવી રહી છે. ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ(India Pesticides)નો IPO 23 જૂને સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.

India Pesticides નો 23 જૂને આવી રહ્યો છે IPO, જાણો કંપની અને તેની યોજના વિશે વિગતવાર
India Pesticides IPO

Follow us on

કોરોના પછી બજારમાં સુધાર સાથે કંપનીઓ સતત IPO લાવી રહી છે. વધુ એક કંપની પ્રાથમિક બજારમાંથી નાણાં એકત્ર કરવા આવી રહી છે. ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ(India Pesticides)નો IPO 23 જૂને સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.

કંપનીનો આઈપીઓ 800 કરોડનો હશે. આ એગ્રોકેમિકલ તકનીકી કંપનીનો ઇસ્યુ 23 જૂન, 2021 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 25 જૂન, 2021 ના રોજ બંધ થશે. આ પબ્લિક ઇશ્યૂમાં 100 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે.

કંપનીના શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે.
પ્રમોટર આનંદ સ્વરૂપ અગ્રવાલ 281.4 કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ લાવશે. શેરહોલ્ડરોના રૂ 418.6 કરોડના શેર વેચવામાં આવશે. કંપનીના શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે. આ IPO બુક રનિંગ માટે અક્સિસ કેપિટલ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડની મુખ્ય વ્યવસ્થાપક તરીકે નિમણૂક કરવામાં આવી છે જ્યારે કેફિન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ તેના રજિસ્ટ્રાર છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

India Pesticides નો શું છે કારોબાર?
ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ એ આર એન્ડ ડી આધારિત તકનીકી એગ્રોકેમિકલ ઉત્પાદક છે. કંપનીનો ફોર્મ્યુલેશન બિઝનેસ વધી રહ્યો છે. કેપ્ટન, ફોલ્પેટ અને થિઓકાર્બેમેટ જંતુનાશકોની ઉત્પાદન ક્ષમતાના સંદર્ભમાં કંપની વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. તે દેશમાં ઓછામાં ઓછા પાંચ ટેક્નિકલની એક માત્ર નિર્માતા છે.

India Pesticidesની લિસ્ટેડ પીઅર કંપનીઓમાં ધનુકા એગ્રોટેક લિ., ભારત રસાયણ લિ., યુપીએલ લિમિટેડ, રેલીસ ઇન્ડિયા, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, સુમિટોમો કેમિકલ ઇન્ડિયા અને અતુલ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. એવરેજ PE 47.44x છે. 2019, 2020 અને 2021 માટે નેટવર્થ પર વેઈટ રીટર્ન 30.37 ટકા છે. આઇપીઓ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળમાંથી કંપની 80 કરોડ રૂપિયાની કાર્યકારી મૂડી તરીકે ઉપયોગ કરશે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે કરવામાં આવશે.

Next Article