India foreign aid : ભારત કયા દેશોને ઉધાર આપે છે, જાણો કયા દેશો પર છે સૌથી વધુ દેવું?

ભારત હવે માત્ર વિદેશી સહાય મેળવનાર નહીં, પણ આપનાર દેશ બની ગયું છે. 2024-25માં વિદેશ મંત્રાલયને ₹22,155 કરોડ ફાળવાયા હતા, જેમાંથી ₹5,667.56 કરોડ વિદેશી સહાય માટે છે.

India foreign aid : ભારત કયા દેશોને ઉધાર આપે છે, જાણો કયા દેશો પર છે સૌથી વધુ દેવું?
| Updated on: Dec 28, 2025 | 10:15 PM

ભારત હવે માત્ર વિદેશી સહાય મેળવનાર દેશ નથી રહ્યું. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અનેક દેશોને નાણાકીય સહાય અને લોન આપનાર એક મહત્વપૂર્ણ વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. પડોશી દેશોથી લઈને આફ્રિકા અને લેટિન અમેરિકા સુધી, ભારતની નાણાકીય સહાય તેની વિદેશ નીતિનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. કેન્દ્ર સરકારના તાજેતરના બજેટ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારત કયા દેશોને સૌથી વધુ સહાય આપે છે અને કયા દેશો પર સૌથી વધુ ખર્ચ કરે છે.

વિદેશ મંત્રાલયને કેટલું બજેટ ફાળવાયું?

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2024-25 મુજબ, વિદેશ મંત્રાલય માટે કુલ ₹22,155 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ રકમ 2023-24ના બજેટ અંદાજ ₹18,050 કરોડ કરતાં વધુ છે, જોકે ગયા વર્ષના સુધારેલા અંદાજ ₹29,121 કરોડ કરતાં ઓછી છે. 2024-25 દરમિયાન વિદેશી દેશોને આપવામાં આવતી કુલ અંદાજિત નાણાકીય સહાય ₹5,667.56 કરોડ હોવાનું અનુમાન છે.

ભૂટાનને ભારત તરફથી સૌથી વધુ નાણાકીય સહાય

બજેટના આંકડાઓ અનુસાર, ભૂટાન ભારત પાસેથી સૌથી વધુ નાણાકીય સહાય મેળવનાર દેશ છે. નાણાકીય વર્ષ 2024-25માં ભૂટાનને આશરે ₹2,068.56 કરોડની સહાય મળવાની સંભાવના છે. જો કે, આ રકમ ગયા વર્ષ કરતાં થોડી ઓછી છે. 2023-24માં ભૂટાન માટે સુધારેલો આંકડો ₹2,398.97 કરોડ હતો. ભૂટાન પછી નેપાળ, માલદીવ અને મોરેશિયસ જેવા દેશો ભારતની સહાય યાદીમાં અગ્રસ્થાને છે.

ભારત કયા દેશોને કેટલું ધિરાણ આપે છે?

બજેટ આંકડા મુજબ, ભારત વિવિધ દેશોને અલગ- અલગ પ્રમાણમાં નાણાકીય સહાય અને લોન આપે છે. ભૂટાનને ₹2,068.56 કરોડ, નેપાળને ₹700 કરોડ અને માલદીવને ₹400 કરોડની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, મોરેશિયસને ₹370 કરોડ, મ્યાનમારને ₹250 કરોડ અને શ્રીલંકાને ₹245 કરોડની સહાય ફાળવવામાં આવી છે. અફઘાનિસ્તાન અને આફ્રિકન દેશોને ₹200 કરોડની સહાય મળે છે, જ્યારે બાંગ્લાદેશને ₹120 કરોડ, સેશેલ્સને ₹40 કરોડ અને લેટિન અમેરિકન દેશોને ₹30 કરોડની સહાય આપવામાં આવે છે.

ભારત પોતે કેટલું વિદેશી દેવું ધરાવે છે?

ભારત અનેક દેશોને ઉધાર આપે છે, પરંતુ સાથે સાથે તે અન્ય દેશો અને વૈશ્વિક સંસ્થાઓ પાસેથી પણ લોન લે છે. માર્ચ 2020ના અંત સુધીમાં ભારતનું વિદેશી દેવું લગભગ 558.5 અબજ ડોલર સુધી પહોંચી ગયું હતું. આમાં મુખ્યત્વે વાણિજ્યિક ઉધાર અને NRI થાપણોનો મોટો ફાળો રહ્યો હતો. COVID-19 મહામારી દરમિયાન, MSME ક્ષેત્ર, આરોગ્ય અને શિક્ષણ જેવી મહત્વપૂર્ણ સેવાઓને ટેકો આપવા માટે ભારતે વિશ્વ બેંક અને એશિયન વિકાસ બેંક પાસેથી પણ ઉધાર લીધું હતું.

65થી વધુ દેશોને ભારતની સહાય

આજના સમયમાં ભારત 65થી વધુ દેશોને વિવિધ પ્રકારની નાણાકીય સહાય, વિકાસ યોજનાઓ અને લોન પૂરી પાડે છે. આ સહાય ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા વધારવામાં તેમજ વિકાસશીલ દેશો સાથે મજબૂત રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

LIC ની અદ્ભુત યોજના ઓછી બચત, મોટો લાભ.. 25 લાખ રૂપિયાનો