Independence Day 2023 : સરકારનો મોંઘવારીથી આઝાદી આપવાનો પ્રયાસ, સ્વતંત્ર પર્વએ 50 રૂપિયે કિલો ટામેટા મળશે

|

Aug 15, 2023 | 9:20 AM

Commodity Market Today : ગ્રાહક બાબતોના વિભાગે NCCF અને Nafedને 15 ઓગસ્ટ 2023(Independence Day 2023) થી 50 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે ટામેટાં વેચવાનો નિર્દેશ આપ્યો છે. જથ્થાબંધ બજારોમાં ટામેટાંના ભાવમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Independence Day 2023 : સરકારનો મોંઘવારીથી આઝાદી આપવાનો પ્રયાસ, સ્વતંત્ર પર્વએ 50 રૂપિયે કિલો ટામેટા મળશે

Follow us on

Commodity Market Today : ગ્રાહક બાબતોના વિભાગે NCCF અને Nafedને 15 ઓગસ્ટ 2023(Independence Day 2023) થી 50 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે ટામેટાં વેચવાનો નિર્દેશ આપ્યો છે. જથ્થાબંધ બજારોમાં ટામેટાંના ભાવમાં થઇ રહેલા ઘટાડાએ રાહત આપી છે. કિંમતોમાં આવેલી નરમાશને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

NCCF અને Nafed દ્વારા ટામેટાંનું છૂટક વેચાણ સ્વતંત્ર પર્વના એક દિવસ અગાઉથી જ શરૂ થયું  છે. ઓગસ્ટ 2023માં 13 ઓગસ્ટ 2023 સુધી બંને એજન્સીઓ દ્વારા કુલ 15 લાખ કિલો ટામેટાંની ખરીદી કરવામાં આવી હતી. જે દેશના મુખ્ય ટમેટા વપરાશ કેન્દ્રો પર છૂટક ગ્રાહકોને પૂરા પાડવામાં આવ્યા હતા. આ સ્થળોમાં દિલ્હી-એનસીઆર, રાજસ્થાનમાં જયપુર અને  કોટા, ઉત્તર પ્રદેશમાંલખનૌ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને બિહારમાં પટના, મુઝફ્ફરપુર, અરાહ સાથે  બક્સરનો સમાવેશ થાય છે.

સરકારે ઓહવારી ઘટાડવા પ્રયાસ હાથ ધર્યા

NCCF અને Nafed દ્વારા ખરીદવામાં આવતા ટામેટાંની છૂટક કિંમત શરૂઆતમાં 90 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવી હતી અને બાદમાં 16 જુલાઈથી ઘટીને 80 રૂપિયા પ્રતિ કિલો અને 20 જુલાઈથી 70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. હવે ટામેટાંના ભાવ 100 રૂપિયાથી અડધકી કિંમતના થઈ ગયા છે. આનાથી દેખીતી રીતે જ ગ્રાહકોને રાહત મળશે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

છેલ્લા કેટલાક દિવસોમાં, NCCF એ સમગ્ર દિલ્હીમાં 70 સ્થાનો અને નોઇડા અને ગ્રેટર નોઇડામાં 15 સ્થાનો પર તેની મોબાઇલ વાન તૈનાત કરીને છૂટક ગ્રાહકોને પૂરા પાડવામાં આવતા ટામેટાંના જથ્થામાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ ઉપરાંત NCCF ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) પ્લેટફોર્મ દ્વારા ટામેટાંનું સતત છૂટક વેચાણ પણ કરી રહ્યું છે. તે એવા વિસ્તારોમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું જ્યાં છેલ્લા એક મહિનામાં ટામેટાના ભાવમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો.

ટામેટા સસ્તા થયા

બેંગલુરુમાં ટામેટાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે કારણ કે આ મહિનાની શરૂઆતમાં તે 180 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો. એક કિલો ટામેટાંની કિંમત અત્યારે 80 રૂપિયાની આસપાસ છે. વિક્રેતાઓએ ભાવમાં ઘટાડાનું કારણ ઉત્પાદનમાં થયેલા વધારાને ગણાવ્યું હતું.

હોર્ટિકલ્ચરલ પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી (HOPCOMS) અનુસાર, ટામેટાંની પ્રતિ કિલો જથ્થાબંધ કિંમત 66 રૂપિયાની આસપાસ છે અને છૂટક કિંમત 76-84 રૂપિયાની વચ્ચે છે.

1 ઓગસ્ટના રોજ, જથ્થાબંધ કિંમત 153 રૂપિયાની આસપાસ હતી અને છૂટક કિંમત 176-194 રૂપિયાની વચ્ચે હતી.

Published On - 9:17 am, Tue, 15 August 23

Next Article