Income Tax: ITR આકારણી વર્ષમાં માત્ર એક જ વાર અપડેટ કરી શકાશે , જાણો વિગતવાર

|

Feb 10, 2022 | 7:01 AM

કરદાતાને આકારણી વર્ષમાં માત્ર એક જ વાર તેનું ઈન્કમ ટેક્સ રિટર્ન અપડેટ (ITR Update)કરવાની મંજૂરી આપવામાં આવશે.

Income Tax: ITR આકારણી વર્ષમાં માત્ર એક જ વાર અપડેટ કરી શકાશે , જાણો વિગતવાર
Income tax return Update

Follow us on

જો તમે નોકરી કરો છો અને આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. ITR ફાઇલ કર્યા પછી કેવી રીતે સુધારવું તે અંગે એક નવું અપડેટ આવ્યું છે. PTI ના જણાવ્યા અનુસાર કરદાતાને આકારણી વર્ષમાં માત્ર એક જ વાર તેનું ઈન્કમ ટેક્સ રિટર્ન અપડેટ (ITR Update)કરવાની મંજૂરી આપવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના અધ્યક્ષ જેબી મહાપાત્રાએ આ માહિતી આપી હતી.

રિટર્ન ફાઇલ કરવાની તક આપવાનો હેતુ

રિપોર્ટ અનુસાર કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) વતી આયોજિત એક કાર્યક્રમમાં મહાપાત્રાએ કહ્યું કે આ જોગવાઈનો ઉદ્દેશ્ય એવા લોકોને તક આપવાનો છે જેઓ કોઈ ચોક્કસ કારણસર સુધારો કરી શક્યા નથી. મહાપાત્રાએ કહ્યું કે કરદાતાઓ આકારણી વર્ષમાં માત્ર એક જ વાર અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકશે.

બાકી ટેક્સ અને વ્યાજ પર 25% વધારાની ચુકવણી

બજેટ 2022-23 કરદાતાઓને ITR ફાઇલ કર્યાના બે વર્ષમાં ‘અપડેટ’ કરવાની મંજૂરી આપે છે જેના પરિણામે રિટર્નમાં કેટલીક ભૂલ રહી ગઈ હોય અથવા વિગતોની બાકી રહી ગઈ હોય તો સમસ્યા ઉભી થશે નહિ. કરદાતાઓ ટેક્સ ભરીને ITR અપડેટ કરી શકશે. જો Updated ITR 12 મહિનાની અંદર ફાઇલ કરવામાં આવે છે તો બાકી ટેક્સ અને વ્યાજ પર 25 ટકા વધારાની ચૂકવણી કરવી પડશે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

આ સંજોગોમાં વ્યાજ પર ચૂકવણી વધીને 50 ટકા થાય છે

જો અપડેટેડ આઈટીઆર (Updated Income tax return) 12 મહિના પછી ફાઈલ કરવામાં આવે છે તો ટેક્સ અને વ્યાજ પરની ચુકવણી વધીને 50 ટકા થઈ જશે પરંતુ તે સંબંધિત મૂલ્યાંકન વર્ષના 24 મહિનાની અંદર ફાઇલ કરવાનું રહેશે. જો કે આકારણી વર્ષ માટે નોટિસ જારી કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય તો કરદાતાને આ સુવિધાનો લાભ મળશે નહીં.

 

આ પણ વાંચો : Share Market : સતત બીજા દિવસે લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ થયો, જાણો ક્યાં શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : તમારા વાહનના ઇંધણની કિંમતમાં આજે પણ કોઈ ફેરફાર નહિ, જાણો તમારા શહેરના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ

Next Article