આવકવેરા વિભાગ(Income Tax Department)ના જણાવ્યા અનુસાર 1 એપ્રિલ, 2021 થી 3 જાન્યુઆરી 2022 દરમિયાન 1.48 કરોડ કરદાતાઓને 1,50,407 કરોડ રૂપિયા રિફંડ(IT Refund)આપવામાં આવ્યા છે. આ રિફંડ પૈકી 51,194 કરોડ રૂપિયાનું રિફંડ 1.46 કરોડ કરદાતાઓને વ્યક્તિગત આવકવેરા રિફંડ તરીકે આપવામાં આવ્યું છે જ્યારે 2.19 લાખ કરદાતાઓને રૂ. 99,213 કરોડના કોર્પોરેટ ટેક્સ રિફંડ આપવામાં આવ્યા છે. તમે ફાઈલ કરેલા રિટર્નનું તમને રિફંડ (Refund Status)મળ્યું કે નહિ તે જાણવું જરૂરી છે.
CBDT issues refunds of over Rs. 1,50,407 crore to more than 1.48 crore taxpayers from 1st Apr,2021 to 3rd January,2022. Income tax refunds of Rs. 51,194 crore have been issued in 1,46,24,250cases & corporate tax refunds of Rs. 99,213 crore have been issued in 2,19,913cases(1/2)
— Income Tax India (@IncomeTaxIndia) January 5, 2022
કંપની તેના કર્મચારીઓના પગારમાંથી ટેક્સનો અંદાજિત હિસ્સો કાપીને સરકારના ખાતામાં ચૂકવે છે. કર્મચારીઓ વર્ષના અંતે આવકવેરા રિટર્ન ફાઈલ કરે છે, તે જણાવે છે કે તેઓને ટેક્સના સ્વરૂપમાં કેટલું દેવું છે. જો વાસ્તવિક જવાબદારી અગાઉ કાપવામાં આવેલી કરની રકમ કરતાં ઓછી હોય તો બાકીની રકમ કર્મચારીને રિફંડ તરીકે પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો : આધાર કાર્ડની મદદથી કોવિડ વેક્સિન સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય? આ 5 સ્ટેપમાં આખી પ્રક્રિયાને સમજો
આ પણ વાંચો : સ્ટેમ્પ ડ્યૂટીનો ખર્ચ બચાવી પાવર ઓફ એટર્નીથી મિલ્કતની લે-વેચ લાભદાયક કે નુકસાનનો સોદો? જાણો જવાબ
Published On - 8:18 am, Thu, 6 January 22