ભીખારીનાં સપનામાં અમીરીનાં ઓરતા, ભીખ માંગવાની અણીએ છતા ઈમરાન ખાનનાં હસીન સપના, ભારત કરતા અમારી સ્થિતિ સારી !

|

Jan 12, 2022 | 10:16 AM

સરકાર પર પ્રહાર કરતા પીએમએલ-એન પ્રમુખે કહ્યું કે સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ એ દેશની અર્થવ્યવસ્થાને ડૂબાડી દીધી છે.

ભીખારીનાં સપનામાં અમીરીનાં ઓરતા, ભીખ માંગવાની અણીએ છતા ઈમરાન ખાનનાં હસીન સપના, ભારત કરતા અમારી સ્થિતિ સારી !
Imran Khan - PM of Pakistan

Follow us on

1 અબજ ડોલરના બેલઆઉટ પેકેજ પહેલા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની જરૂરિયાતોને પહોંચી વળવા વિવાદાસ્પદ કાયદો પસાર કરવાના પડકારનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને(Imran Khan) મંગળવારે કહ્યું હતું કે તેમના નેતૃત્વ હેઠળ સરકારમાં દેશની આર્થિક સ્થિતિ હજુ પણ ભારત સહીત ઘણા દેશો કરતાં સારી છે. જોકે આ નિવેદન હાસ્યાસ્પદ ગણી શકાય તેમ છે.

ઇમરાન ખાને એક ઉદ્ઘાટન સમારોહને સંબોધતા કહ્યું કે, “પાકિસ્તાન હજુ પણ વિશ્વના ઘણા દેશો ની તુલનામાં સૌથી સસ્તો દેશોમાંનો એક છે… વિપક્ષ અમને અસમર્થ કહે છે, પરંતુ હકીકત એ છે કે અમારી સરકારે દેશને તમામ સંકટમાંથી બચાવ્યો છે,” ખાને ઇસ્લામાબાદમાં રાવલપિંડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (RCCI) દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ચેમ્બર્સ સમિટ 2022 માં આ નિદેવન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં તેલના ભાવ હજુ પણ અન્ય દેશોની સરખામણીએ ઓછા છે.

તેમના દાવાઓ વર્તમાન સરકારે સંસદમાં રજૂ કરેલા ફાઇનાન્સ બિલ પર જ્વલંત ચર્ચા સાથે સુસંગત છે. જુલાઈ 2019 માં IMF સાથે સંમત થયેલા પ્રોગ્રામ હેઠળ પાકિસ્તાને પૂરી કરવાની જરૂરિયાતોમાંની એક બિલ છે. જો પસાર થઈ જાય તો કાયદો 1 અબજના હપ્તાની ચુકવણી માટે માર્ગ મોકળો કરશે. વિવાદાસ્પદ ફાઇનાન્સ બિલમાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)ની સંપૂર્ણ સ્વાયત્તતાનો સમાવેશ થાય છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આ મામલો નેશનલ એસેમ્બલીમાં ચર્ચા માટે ઉઠાવવામાં આવ્યો ત્યારે વિપક્ષના નેતા અને પીએમએલ-એનના પ્રમુખ શહેબાઝ શરીફે પ્રશ્ન કર્યો કે દેશ એક તરફ પરમાણુ શક્તિ હોય અને બીજી તરફ ભીખ માંગતો હોય તે કેવી રીતે શક્ય છે.

સરકાર પર પ્રહાર કરતા પીએમએલ-એન પ્રમુખે કહ્યું કે સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ એ દેશની અર્થવ્યવસ્થાને ડૂબાડી દીધી છે અને તેની સુરક્ષાને પણ જોખમમાં મૂકી રહી છે.તેમણે સરકારને વિવાદાસ્પદ ફાઇનાન્સ બિલ પાછું ખેંચવાની હાકલ કરી હતી. “અમારા રાજકીય મતભેદો છે … પરંતુ બીજું બિલ લાવો અને અમે તેનું સમર્થન કરીશું,” તેમણે ગૃહના ફ્લોર પર આમ કહ્યું હતું. શેહબાઝે ચેતવણી આપી હતી કે જો સરકાર આવા બિલને લાવવાનો પ્રયાસ કરશે તો વિપક્ષ ગૃહમાં અને રસ્તા પર વિરોધ કરશે. “તેઓ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને સ્વતંત્રતાને 1 અબજ ડોલરમાં વેચી રહ્યા છે”તેમ શેહબાઝે ચેતવણી આપી.

આ પણ વાંચો : સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો ? જાણો આ વિકલ્પ વિશે અને નક્કી કરો શું તમારા માટે શ્રેષ્ઠ છે

આ પણ વાંચો : World Bank એ ગ્લોબલ ગ્રોથ રેટના અંદાજમાં ઘટાડો કર્યો, જાણો ભારત અંગે શું જાહેર કરાયા અનુમાન

Published On - 10:10 am, Wed, 12 January 22

Next Article