MONEY9: ખાદ્યતેલમાં પણ તોળાતો ભાવ વધારો
પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારાની તલવાર તો લટકી જ રહી છે ત્યારે ખાદ્યતેલના આંકડા પણ ચક્કર ચડાવી રહ્યાં છે. ઘણા મહિનાઓથી મોંઘવારીનો જમ ખાદ્યતેલનું ઘર ભાળી ગયો છે. શું આગામી મહિનાઓમાં પણ મોંઘું ખાદ્યતેલ તમારો પીછો નહીં છોડે ?
જો તમને પેટ્રોલ અને ડીઝલ (DIESEL) હજુયે મોંઘા થવાની ચિંતા સતાવી રહી હોય તો જરા અટકજો, કારણ કે, ખાદ્યતેલ (EDIBLE OIL) નું ઘર ભાળી ગયેલો મોંઘવારી (INFLATION)નો જમ હવે ત્યાંથી હટવાનું નામ નથી લઈ રહ્યો. ખાદ્ય તેલના મોંઘાદાટ આંકડા આંખોમાં અણીની માફક ખૂંચી રહ્યાં છે. ખાદ્યતેલની મોંઘવારી ઘણા મહિનાઓથી તમારા ખિસ્સાનું તેલ કાઢી રહી છે. અરે ! મોંઘા તેલના મારથી જનતાને બચાવવા માટે સરકારે જ્યારે પણ પગલાં ભર્યા છે ત્યારે ભાવ ઘટવાની જગ્યાએ વધી ગયા છે અને ઊલટું સરકારે જ ખોટ ખાવાનો વારો આવ્યો છે.
આ પણ જુઓ