પેંશનર્સ માટે અગત્યના સમાચાર : વહેલી તકે પતાવીલો આ કામ નહીંતર અટકી શકે છે પેન્શન, જાણો વિગતવાર

|

Nov 14, 2021 | 8:26 AM

નિયમો મુજબ આ વર્ષે તમામ પેન્શનરોએ 30 નવેમ્બર સુધીમાં પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે. જોકે તેઓ આમ નહીં કરે તો તેમનું પેન્શન બંધ થઈ જશે.

પેંશનર્સ માટે અગત્યના સમાચાર : વહેલી તકે પતાવીલો આ કામ નહીંતર અટકી શકે છે પેન્શન, જાણો વિગતવાર
Life Certificate

Follow us on

જો તમને પણ પેન્શન(Pension ) લઈ રહ્યા છે તો તમારા માટે આ સારા સમાચાર છે. નિયમો મુજબ આ વર્ષે તમામ પેન્શનરોએ 30 નવેમ્બર સુધીમાં પોતાનું જીવન પ્રમાણપત્ર(Life Certificate) જમા કરાવવાનું રહેશે. જોકે તેઓ આમ નહીં કરે તો તેમનું પેન્શન બંધ થઈ જશે. તમામ નિવૃત્ત કર્મચારીઓ માટે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ખૂબ મહત્વનો રહે છે. આ મહિનાઓમાં પેન્શનરે જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આ જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યા પછી, તમારું પેન્શન ચાલુ રહે છે.

અમને જણાવી રહ્યા છીએ કે તમે કઈ રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.

પોર્ટલ પર જમા કરાવી શકો છો
તમે જીવન પ્રમાણ પોર્ટલ https://jeevanpramaan.gov.in/ પર તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. આ માટે તમારે પહેલા પોર્ટલ પરથી જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરવી પડશે. UDAI માન્ય ફિંગરપ્રિન્ટ ઉપકરણ પણ હોવું જોઈએ. આ પછી તમે સ્માર્ટફોન દ્વારા ઇમેઇલ આઈડી અને એપ્લિકેશનમાં દર્શાવેલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઘરે બેઠા તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

લાઈફ સર્ટિફિકેટ ઘરે બેઠા જમા કરાવો
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે જણાવ્યું હતું કે પેન્શનરો 12 જાહેર ક્ષેત્રની બેંકોના ડોરસ્ટેપ બેંકિંગ એલાયન્સ અથવા ટપાલ વિભાગની ડોરસ્ટેપ સર્વિસનો ઉપયોગ કરીને ડિજિટલ જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકો છે.

આ બેંકો સેવાઓ પૂરી પાડે છે
ભારતીય બેંકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સુવિધા પુરી પાડે છે.

તમે વેબસાઈટ (doorstepbanks.com અથવા www.dsb.imfast.co.in/doorstep/login) અથવા ‘ડોરસ્ટેપ બેંકિંગ’ મોબાઈલ એપ્લિકેશન, અથવા ટોલ ફ્રી નંબર (18001213721 અથવા 18001037188) નો ઉપયોગ કરી શકો છે.

ઇન્ડિયા પોસ્ટ દ્વારા સેવા શરૂ કરવામાં આવી
ઈન્ડિયા પોસ્ટે ટ્વીટ કર્યું છે કે વરિષ્ઠ નાગરિકો તેમના વિસ્તારની નજીકની પોસ્ટ ઑફિસમાં કોમન સર્વિસ સેન્ટર (CAC)માંથી સરળતાથી જીવન પ્રમાણ સેવાઓ મેળવી શકે છે. વિભાગની સત્તાવાર વેબસાઇટ અનુસાર ભારત સરકાર પેન્શનર યોજના માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવવાની સમસ્યાને હલ કરવા માંગે છે. જેથી પ્રમાણપત્ર સરળતાથી મળી શકે.

અહીં અરજી કરી શકો છો
મોબાઈલ નંબર 7738299899 પર SMS મોકલીને નજીકના જીવન પ્રમાણ કેન્દ્ર પર અરજીઓ અપડેટ કરી શકાય છે. SMS માં JPL <pincode> હોવું આવશ્યક છે. તે તમારા વિસ્તારની આસપાસના કેન્દ્રોની યાદી મળશે.

વિડીયો કૉલ દ્વારા Life Certificate સબમિટ કરી શકાય  છે
વિડીયો કૉલ દ્વારા જીવન પ્રમાણપત્ર(Life Certificate) સબમિટ કરી શકાય  છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પેન્શનધારકો માટે નવી સુવિધા શરૂ કરી રહી છે. આ અંતર્ગત બેંકમાં પેન્શન ખાતા ધારકો ઘરે બેઠા વીડિયો કૉલ દ્વારા તેમનું જીવન પ્રમાણપત્ર(Life Certificate) સબમિટ કરી શકે છે. SBIએ આ નવી સુવિધાને વિડિયો લાઈફ સર્ટિફિકેટ સર્વિસ (SBI Video Life Certificate Service) નામ આપ્યું છે.

 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

આ પણ વાંચો : Forex Reserves : વિદેશી મુદ્રા ભંડારમાં 1.14 અબજ ડોલરનો ઘટાડો, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન?

Next Article