LIC પોલિસીધારકો માટે અગત્યના સમાચાર, 25 માર્ચ સુધીમાં પતાવીલો આ કામ નહીંતર અટવાઈ જશે પૈસા

|

Mar 06, 2022 | 9:48 AM

જો તમે કોરોના મહામારી દરમિયાન પૈસાની અછતને કારણે તમારું LIC વીમા પ્રીમિયમ ચૂકવી શક્યા નથી, તો હવે ચિંતા કરવાની જરૂર નથી, આવા પોલિસી ધારકો માટે LIC લેપ્સ પોલિસી રિવાઇવલ સ્કીમ લઈને આવ્યું છે.

LIC પોલિસીધારકો માટે અગત્યના સમાચાર, 25 માર્ચ સુધીમાં પતાવીલો આ કામ નહીંતર અટવાઈ જશે પૈસા
Life Insurance Corporation of India

Follow us on

Life Insurance Policy: જો તમારી પાસે પણ LIC પોલિસી છે તો તમારા માટે મહત્વના સમાચાર છે. જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ જણાવ્યું કે જો તમારી પોલિસી પણ લેપ્સ થઈ ગઈ હોય તો તમે હવે તમારી પોલિસી ફરી શરૂ કરી શકો છો. કંપનીએ આ માટે એક અભિયાન શરૂ કર્યું છે. જો તમે કોરોના મહામારી દરમિયાન પૈસાની અછતને કારણે તમારું LIC વીમા પ્રીમિયમ ચૂકવી શક્યા નથી, તો હવે ચિંતા કરવાની જરૂર નથી, આવા પોલિસી ધારકો માટે LIC લેપ્સ પોલિસી રિવાઇવલ સ્કીમ લઈને આવ્યું છે. 25 માર્ચ સુધી એલઆઈસી પોલિસીધારકોને લેપ્સ થયેલી વીમા પોલિસીને ફરીથી સક્રિય કરવાની તક આપવામાં આવી રહી છે.

25 માર્ચ સુધી યોજના ચાલુ રહેશે

LICએ શનિવારે એક પ્રેસ રિલીઝમાં આ અંગેની માહિતી આપી છે. LIC જણાવે છે કે તમે 7 ફેબ્રુઆરી, 2022 થી માર્ચ 25, 2022 ની વચ્ચે પ્રીમિયમ ચૂકવણીના સમયગાળા દરમિયાન સમાપ્ત થઈ ગયેલી પોલિસીને ફરીથી સક્રિય કરી શકો છો.

LIC પોલિસી ધારકોને સસ્તી કિંમતે શેર મળશે

એલઆઈસી પોલિસી ધારકો અને કંપનીના કર્મચારીઓ માટે શેર અનામત રાખવામાં આવ્યા છે. બંનેને LIC ઇશ્યૂ ડિસ્કાઉન્ટ પર આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, સેબીને સબમિટ કરવામાં આવેલા ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ મુજબ, 10 ટકા ઇશ્યૂ પોલિસી ધારકો માટે અનામત રાખવામાં આવ્યો છે. એટલે કે, જો તમારી LIC પોલિસી સમાપ્ત થઈ ગઈ હોય, તો પણ તમે અનામત ક્વોટામાં બિડ કરી શકો છો. આ સિવાય LIC કર્મચારીઓ માટે 5 ટકા શેર અનામત રહેશે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

પોલિસીને ફરીથી એક્ટિવ કરવાની તક

વીમા કંપનીએ કહ્યું, “કોવિડ-19 રોગચાળાએ વીમા સુરક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને આ ઝુંબેશ એલઆઈસી પોલિસીધારકો માટે તેમની પોલિસીને ફરીથી એક્ટિવ કરવાની સારી તક છે.”

ફીમાં રાહત આપવામાં આવશે

એલઆઈસીએ કહ્યું કે નિષ્ક્રિય પોલિસીને ફરીથી સક્રિય કરવા માટેની ફી પણ માફ કરવામાં આવી રહી છે. જો કે, ટર્મ પ્લાન અને હાઈ રિસ્ક ઈન્સ્યોરન્સ પ્લાન પર આ ડિસ્કાઉન્ટ નહીં મળે.

5 વર્ષ પહેલા લેપ્સ થયેલી પોલિસી પણ શરૂ કરવાની તક

આ ઉપરાંત પોલિસીને ફરીથી સક્રિય કરવા માટે જરૂરી મેડિકલ રિપોર્ટમાં કોઈ રાહત આપવામાં આવશે નહીં પરંતુ સ્વાસ્થ્ય અને સૂક્ષ્મ વીમા યોજનાઓમાં પ્રીમિયમની મોડી ચુકવણી માટે ફી માફ કરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ પાંચ વર્ષ સુધી પ્રીમિયમ ન ભરવાની પોલિસી પણ સક્રિય કરી શકાશે.

શું તમારે તમારી લેપ્સ્ડ પોલિસી રિવાઇવ કરવી જોઈએ?

જો તમે માત્ર એક કે બે પ્રિમીયમજ ચૂકવ્યા હોય અને રકમ નજીવી હોય અને તમારી જરૂરિયાતો હાલની પોલિસીને આવરી લેવામાં સક્ષમ ન હોય તો તેને ફરીથી શરૂ કરવાનો કોઈ અર્થ નથી. લેપ્સ પોલિસી રિવાઇવ કરતા પહેલા મૂલ્યાંકન કરો કે તમને આ પોલિસીની જરૂર છે કે નહીં?

આ પણ વાંચો : આ લિંક ઉપર ક્લિક કરી સરળતાથી સરકારી નોકરી મેળવવાનો મેસેજ તમને મળ્યો કે નહિ? જાણો હકીકત

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં ઇંધણના ભાવ શું છે

Next Article