સરકારી કર્મચારીઓ માટે અગત્યના સમાચાર : કેન્દ્ર સરકારે DA માં 9% નો કર્યો વધારો! જાણો ક્યા કર્મચારીઓને મળશે લાભ

|

Nov 10, 2021 | 8:27 AM

હવે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને ડીઆર 28 ટકાથી વધીને 31 ટકા થઈ ગયા છે. તેનાથી કેન્દ્ર સરકારના 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.

સરકારી કર્મચારીઓ માટે અગત્યના સમાચાર : કેન્દ્ર સરકારે DA માં 9% નો કર્યો વધારો! જાણો ક્યા કર્મચારીઓને મળશે લાભ
Symbolic Image

Follow us on

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના લાંબા સમયથી અટકેલા લાભ હવે કોરોનકલ બાદ આપી છે. સરકારના વધુ એક વિભાગ માટે ખુશખબર આવી રહ્યા છે. સરકારે BSNLના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વધેલ મોંઘવારી ભથ્થું (DA) નવેમ્બર 2021 થી લાગુ થશે.

બીજા શબ્દોમાં કહીએ તો નવેમ્બર 2021 થી આ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે (Salary Hike). આ ઉપરાંત આ કર્મચારીઓને HRA વધારો પણ મળશે એટલે કે BSNL કર્મચારીઓને બેવડો લાભ મળશે.

મોંઘવારી ભથ્થું કેટલું વધશે
સરકારે BSNL કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની રકમ 170 ટકાથી વધારીને 179.3 ટકા કરાયું છે. BSNLના બોર્ડ લેવલ અને બોર્ડ લેવલથી નીચેના તમામ કર્મચારીઓને વધેલા દરે મોંઘવારી ભથ્થું મળશે. DA માં વધારાનો લાભ 2007ના પગાર સુધારણાના આધારે પગાર મેળવતા કર્મચારીઓને આપવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

78,323 એ VRS લીધું છે
BSNL કર્મચારીઓ માટે DA 1 જુલાઈ 2021થી 170.5 ટકાથી વધારીને 173.8 ટકા કરવામાં આવ્યો હતો. પછી 1 ઓક્ટોબર 2021થી તેને ઘટાડીને 179.3 ટકા કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ભારત સંચાર નિગમ લિમિટેડના કુલ 1,49,577 કર્મચારીઓમાંથી 78,323 લોકોએ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધી હતી.

DA 31 ટકા થઈ ગયું છે
DAની સાથે કેન્દ્ર સરકારે પેન્શનરોની મોંઘવારી રાહત (DR)માં પણ 3 ટકાનો વધારો કર્યો છે. ડીએ અને ડીઆરમાં આ વધારો 1 જુલાઈ, 2021થી અસરકારક ગણવામાં આવશે. હવે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને ડીઆર 28 ટકાથી વધીને 31 ટકા થઈ ગયા છે. તેનાથી કેન્દ્ર સરકારના 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.

બીજી વખત મોંઘવારી ભથ્થામાં વધારો
કેન્દ્ર સરકારે જુલાઈ 2021માં મોંઘવારી ભથ્થાનો દર 17 ટકાથી વધારીને 28 ટકા કર્યો હતો. હવે બીજી વખત સરકારે 3 ટકાના વધારા સાથે ડીએનો દર વધારીને 31 ટકા કર્યો છે. DA એ કર્મચારીના બેઝિક સેલેરીનો એક નિશ્ચિત ભાગ છે. દેશમાં મોંઘવારીનો પ્રભાવ ઓછો કરવા માટે સરકાર પોતાના કર્મચારીઓને ડીએ આપે છે. સમયાંતરે તેમાં વધારો કરવામાં આવે છે. પેન્શનરોને આ લાભ મોંઘવારી રાહત તરીકે મળે છે.

આ પણ વાંચો : કર્મચારીઓ માટે ખુશખબર : મોદી સરકાર પેન્શન વધારવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે, જાણો વિગતવાર

આ પણ વાંચો : ITR Filing : 2.38 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ થયાં, 31 ડિસેમ્બર બાદ ચૂકવવી પડશે લેટ ફી

Next Article