IMFએ વર્ષ 2022-23 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો, મોંઘવારીથી ટૂંક સમયમાં કોઈ નહીં મળે રાહત!!!

|

Apr 20, 2022 | 7:18 AM

MFએ 19 એપ્રિલના રોજ જાહેર કરાયેલા વર્લ્ડ ઇકોનોમિક રિપોર્ટમાં જણાવ્યું છે કે 2022 માટે ભારત અને જાપાનના વિકાસના અંદાજમાં સૌથી મોટો કાપ મૂકવામાં આવ્યો છે જ્યારે જાપાનના વિકાસના અંદાજમાં 90 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવામાં આવ્યો છે

IMFએ વર્ષ 2022-23 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો, મોંઘવારીથી ટૂંક સમયમાં કોઈ નહીં મળે રાહત!!!
International Monetary Fund (IMF)

Follow us on

IMFને આશંકા છે કે મોંઘવારીની અસર પાછલા અંદાજો કરતાં ઘણી લાંબી રહી શકે છે. એજન્સીના જણાવ્યા અનુસાર રશિયા યુક્રેન ક્રાઈસીસ(Russia Ukraine Crisis) ના કારણે વિશ્વભરમાં કિંમતોમાં વધારો થતો રહેશે અને આ વધારો લાંબા સમય સુધી રહી શકે છે. આ સંકેતોને ધ્યાનમાં રાખીને IMFએ આ વર્ષ માટે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે વૃદ્ધિનું અનુમાન(growth forecast) ઘટાડીને 3.6 ટકા કર્યું છે. જે તાજેતરનો આંકડો જાન્યુઆરીના અંદાજ કરતાં 0.8 ટકા ઓછો છે. આ સાથે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો વિકાસ અનુમાન પણ 80 બેસિસ પોઈન્ટ્સ ઘટાડીને 8.2 ટકા કરવામાં આવ્યો છે. IMF અનુસાર રશિયા-યુક્રેન સંકટથી વપરાશ પર ખરાબ અસર પડશે જે વૃદ્ધિને નીચું લાવશે.

IMFએ વૃદ્ધિના અનુમાનમાં ઘટાડો કર્યો

IMFએ 19 એપ્રિલના રોજ જાહેર કરાયેલા વર્લ્ડ ઇકોનોમિક રિપોર્ટમાં જણાવ્યું છે કે 2022 માટે ભારત અને જાપાનના વિકાસના અંદાજમાં સૌથી મોટો કાપ મૂકવામાં આવ્યો છે જ્યારે જાપાનના વિકાસના અંદાજમાં 90 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવામાં આવ્યો છે તો ભારત માટેના અંદાજમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તેમાં 80 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર આ દેશોમાં સ્થાનિક માંગમાં નબળાઈની સંભાવના છે, જ્યારે ઓઈલના ઊંચા ભાવને કારણે ખાનગી વપરાશ અને રોકાણ બંનેમાં ઘટાડો જોવા મળી શકે છે. ભલે IMFએ તેના અંદાજમાં ઘટાડો કર્યો હોય પરંતુ તે ભારતના પોતાના અંદાજો કરતાં વધુ સારા છે, રિઝર્વ બેંકે 2022-23 માટે 7.2 ટકા વૃદ્ધિની આગાહી કરી છે. તે જ સમયે, આગામી નાણાકીય વર્ષ માટેના અંદાજમાં પણ મોટો તફાવત છે. IMFએ આગામી નાણાકીય વર્ષ માટે 6.9 ટકા વૃદ્ધિનો અંદાજ આપ્યો છે. રિઝર્વ બેન્કે અનુમાન લગાવ્યું છે કે 2023-24માં સ્થાનિક અર્થવ્યવસ્થા 6.3 ટકાની ઝડપે વિકાસ કરી શકે છે.

ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાનું દબાણ

IMF અનુસાર ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાને કારણે ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન થશે. આનાથી મોંઘવારી વધશે અને માંગમાં ઘટાડો થશે. રશિયા-યુક્રેન સંકટને કારણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરના સ્તરથી સતત ઉપર રહ્યા છે. હાલમાં કિંમતો ફરી એકવાર પ્રતિ બેરલ 111 ડોલરના સ્તરને પાર કરી ગઈ છે. આ સાથે રશિયા, યુક્રેનમાંથી ઉત્પાદિત ઘણી ચીજવસ્તુઓની સપ્લાય અટકાવવાને કારણે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થયો છે. IMFના મતે હાલમાં આ સ્થિતિને કાબુમાં લાવવામાં ધારણા કરતા વધુ સમય લાગી શકે છે. IMFના વરિષ્ઠ અર્થશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે વિશ્વના કેટલાક દેશો માટે મોંઘવારી સૌથી મોટો ખતરો બની ગઈ છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આ પણ વાંચો : LIC IPO પહેલા પોલીસીનું ધૂમ વેચાણ, દેશની સૌથી મોટી વીમા કંપનીએ દર મિનિટે 41 પોલિસીનું વેચાણ કરી રહી છે

આ પણ વાંચો : Gautam Adani બની શકે છે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ, 3 મહિનામાં સંપત્તિમાં 21 અબજ ડોલરનો વધારો થયો

Next Article