આ કાળજી રાખશો તો EPFOથી મળશે 50 હજાર રૂપિયાનું વધારાનું બોનસ

|

Dec 04, 2021 | 6:36 PM

નિવૃત્તિ બોનસ મેળવવા માટે થોડી કાળજીની જરૂર છે. આ સાથે તમે નિવૃત્તિ સમયે EPFO ​​તરફથી 50,000 રૂપિયા સુધીનું વધારાનું બોનસ મેળવી શકો છો. અહીં જાણો કેવી રીતે.

આ કાળજી રાખશો તો EPFOથી મળશે 50 હજાર રૂપિયાનું વધારાનું બોનસ
EPFO (Symbolic Image)

Follow us on

EPFO દ્વારા પીએફ ખાતાધારકો (PF Account Holder)ને અનેક પ્રકારના લાભો આપવામાં આવે છે. આ લાભો પેન્શન (Pension)થી લઈને વીમા (Insurance)સુધીની છે. આવો જ એક લાભ નિવૃત્તિ બોનસ છે, જેને મેળવવા માટે થોડી કાળજીની જરૂર છે. આ સાથે તમે નિવૃત્તિ સમયે EPFO ​​તરફથી 50,000 રૂપિયા સુધીનું વધારાનું બોનસ (Retirement Bonus) મેળવી શકો છો.

 

બોનસ મેળવવા માટે આ શરત જરૂરી

EPFO ​​આ બોનસ PF ખાતાધારકોને લોયલ્ટી-કમ-લાઈફ બેનિફિટ (Loyalty-cum-Life Benefit) હેઠળ આપે છે. તેનો લાભ એવા પીએફ ખાતા ધારકોને મળે છે, જેમણે નિવૃત્તિ પહેલા ઓછામાં ઓછા 20 વર્ષ સુધી પીએફ ખાતામાં જમા કરાવ્યું હોય. EPFOએ થોડા સમય પહેલા કરવામાં આવેલા ફેરફારમાં આવા ખાતાધારકોને બોનસ આપવાનો નિર્ણય લીધો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

બોનસના રૂપમાં મળે છે ઓછામાં ઓછા આટલા હજાર

આ લાભ 20 વર્ષની શરત પૂરી કરનાર દરેક PF ખાતાધારકને મળે છે. આમાંથી જેમનો સરેરાશ બેઝિક પગાર પાંચ હજાર રૂપિયા સુધી છે, તેમને નિવૃત્તિ પર 30 હજાર રૂપિયાનું બોનસ મળે છે. તેવી જ રીતે 5,001થી 10 હજાર રૂપિયાની બેઝિક સેલેરી ધરાવતા લોકોને નિવૃત્તિ પર 40 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવે છે. જેમનો મૂળ પગાર 10 હજાર રૂપિયાથી વધુ છે, તેમને EPFO ​​દ્વારા 50 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવે છે.

 

કાયમી રૂપે ડિસેબલ થવા પર 20 વર્ષની શરત દૂર કરવામાં આવે છે

જો PF એકાઉન્ટ ધારક 20 વર્ષ પૂરા કરતા પહેલા કાયમી ધોરણે અક્ષમ થઈ જાય છે તો આ સ્થિતિમાં પણ EPFO ​​દ્વારા લોયલ્ટી-કમ-લાઈફ બેનિફિટ હેઠળ બોનસ ચૂકવવામાં આવશે. આ કિસ્સામાં પણ લાભ આપવામાં આવે છે. બોનસનો લાભ મૂળભૂત પગારના આધારે નક્કી કરવામાં આવે છે.

 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ પણ એ જ રીતે PF ખાતાધારકના અકાળે મૃત્યુના કિસ્સામાં ઓછામાં ઓછું રૂ. 2.5 લાખનું વીમા કવચ આપવાનું નક્કી કર્યું છે. (EDLI Cover)ઈડીએલઆઈ ઈન્સ્યોરન્સ કવર પણ હવે વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. આ ફેરફાર પહેલા લઘુત્તમ વીમા કવચની કોઈ જોગવાઈ ન હતી અને મહત્તમ કવર રૂ. 6 લાખ હતું.

 

 

આ પણ વાંચો: પેટ્રોલ, ડીઝલ કે CNG નહીં, નીતિન ગડકરીની નવી ગાડી ચાલે છે આ ઈંઘણથી, જાણો તેમાં શું છે ખાસ

 

આ પણ વાંચો: ઔષધીય છોડની ખેતી કરીને ખેડૂતો પોતાની કમાણી અનેકગણી વધારી શકે છે, સરકાર પણ કરી રહી છે મદદ

Next Article