GST રિટર્ન ફાઈલ નહીં કરનાર 15 ઓગસ્ટથી E-Way Bill જનરેટ કરી શકશે નહીં, જાણો વિગતવાર

|

Aug 06, 2021 | 6:29 AM

ગયા વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ કોવિડ રોગચાળા દરમિયાન અનુપાલનમાં રાહત આપતા નોન-ફાઈલર્સ માટે ઈલેક્ટ્રોનિક ઈ-વે બિલ જનરેશન પર પ્રતિબંધ મુલતવી રાખ્યો હતો.

સમાચાર સાંભળો
GST રિટર્ન ફાઈલ નહીં કરનાર 15 ઓગસ્ટથી  E-Way Bill જનરેટ કરી શકશે  નહીં, જાણો વિગતવાર
GST

Follow us on

જીએસટી નેટવર્ક (GST Network) એ કહ્યું છે કે જે કરદાતાઓએ જૂન 2021 સુધી બે મહિના માટે જીએસટી રિટર્ન(GST Returns) ફાઇલ નથી કર્યું તે 15 ઓગસ્ટથી ઇ-વે બિલ (E-Way Bill) જનરેટ કરી શકશે નહીં. નિષ્ણાતો કહે છે કે આ પગલું ઓગસ્ટમાં જીએસટી વધારવામાં મદદ કરશેકારણકે પેન્ડિંગ જીએસટી રિટર્ન ફાઈલ થવાની ધારણા છે. ગયા વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ કોવિડ રોગચાળા દરમિયાન અનુપાલનમાં રાહત આપતા નોન-ફાઈલર્સ માટે ઈલેક્ટ્રોનિક ઈ-વે બિલ જનરેશન પર પ્રતિબંધ મુલતવી રાખ્યો હતો.

15 ઓગસ્ટથી પ્રતિબંધ લાગુ પડશે
GSTN એ કરદાતાઓને કહ્યું, “સરકારે હવે 15 ઓગસ્ટથી તમામ કરદાતાઓ માટે EWB પોર્ટલ પર ઇ-વે બિલ જનરેશન પર પ્રતિબંધને લાગુ કરવાનો નિર્ણય લીધો છે.” આ રીતે 15 ઓગસ્ટ 2021 પછી સિસ્ટમ ફાઇલ કરેલા રિટર્નની તપાસ કરશે અને જો જરૂરી હોય તો ઇ-વે બિલ જનરેટ કરવા પર પ્રતિબંધ મૂકશે.

જીએસટી રિટર્ન ફાઇલ ન કરનારા લોકો પર દબાણ વધ્યું
એએમઆરજી એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને જણાવ્યું હતું કે જીએસટીએન એ તેવા લોકો પર દબાણ વધાર્યું છે જેઓ જીએસટી રિટર્ન ફાઈલ કરતા નથી અને ઈ-વે બિલના નિર્માણ પર સ્થગિતતા સાથે ઘણા વ્યવસાય ઠપ્પ થઇ જશે. મોહને કહ્યું કે આ ઓટોમેટિક શિક્ષાત્મક કાર્યવાહી ઓગસ્ટમાં ટેક્સમાં વધારો કરશે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

નેક્સડાઇમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાકેત પટવારીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે ત્યારે ટેક્સ એડમિનિસ્ટ્રેશન વ્યવસાયોને જીએસટી પાલનને નિયમિત કરવા વિનંતી કરી રહ્યું છે તેમણે કહ્યું કે રિટર્ન ફાઈલ કર્યા પછી ઈ-વે બિલ જનરેશન ફરી શરૂ કરવું એક સરળ પ્રક્રિયા છે.

 

આ પણ વાંચો : વિદેશયાત્રા કરવાની ઈચ્છા છે પણ બજેટ ઓછું છે? જાણો આ 10 દેશ વિશે જ્યાં તમે ઓછા ખર્ચમાં પ્રવાસની મોજ સાથે 1 રૂપિયામાં ઘણી ચીજો પણ ખરીદી શકો છો

આ પણ વાંચો : 7th Pay Commission:સરકારી કર્મચારીઓના 18 મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયરની સ્થિતિ હજુ સ્પષ્ટ નહિ ? જાણો શું છે સરકારનું વલણ

Published On - 6:28 am, Fri, 6 August 21

Next Article