EPF અને બેંક એકાઉન્ટની વિગતોમાં ફેરફાર હશે તો નહીં મળે પૈસા, જાણો સુધારો કરવાની આ બે સરળ રીત

|

Aug 25, 2021 | 8:00 AM

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આ મહિનામાં જ તેના લગભગ ૬કરોડ સબસ્ક્રાઇબર્સના ખાતામાં EPF વ્યાજ જમકારી શકે છે. EPF નું વ્યાજ તે વ્યક્તિના ખાતામાં આવશે જેના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર સાથે લિંક કરવામાં આવશે.

સમાચાર સાંભળો
EPF અને બેંક એકાઉન્ટની વિગતોમાં ફેરફાર હશે તો નહીં મળે પૈસા,  જાણો સુધારો કરવાની આ બે સરળ રીત
EPFO

Follow us on

ઘણીવાર લોકોના PF એકાઉન્ટ અને બેંક એકાઉન્ટમાં આપવામાં આવેલી માહિતી મેળ ખાતી નથી. હવે આવી સ્થિતિમાં લાભાર્થીને ખાતામાંથી પૈસા મેળવવાનું મુશ્કેલ બને છે. ઘણા સભ્યોએ ખોટી રીતે જન્મ તારીખ દાખલ કરી છે. ઘણાના ખાતામાં પિતાનું નામ લખેલું નથી. તમે આવી બધી ભૂલો સુધારી શકો છો. તેને કેવી રીતે ઠીક કરવું તે અમે જણાવી રહયા છીએ.

Online સુધારણા પ્રક્રિયા
> EPFO ના યુનિફાઇડ પોર્ટલની મુલાકાત લો. UAN અને પાસવર્ડથી લોગીન કરો.
> હોમ પેજ પર મેનેજ બેઝિક ડિટેઇલ્સ કરો પર જાઓ. જો આધાર વેરિફાઇડ છે તો વિગતોમાં ફેરફાર કરવામાં આવશે નહીં.
> સાચી વિગતો ભરો (જે તમારા આધારમાં દાખલ કરવામાં આવી છે) પછી સિસ્ટમ આધાર ડેટા સાથે તેની ચકાસણી કરશે.
> વિગતો ભર્યા પછી અપડેટ ડિટેઇલ પર ક્લિક કરો
> હવે આ માહિતી એમ્પ્લોયરને મંજૂરી માટે મોકલવામાં આવશે.

એમ્પ્લોયર આ પ્રક્રિયા પૂર્ણ કરશે
> એમ્પ્લોયર પોર્ટલ પર લોગીનકરીને ચેન્જ રિક્વેસ્ટ પર ક્લિક કરીને સભ્યની વિગતો જોઈ શકે છે.
> એમ્પ્લોયર માહિતી તપાસશે અને મંજૂર કરશે. એમ્પ્લોયર મંજૂરી બાદ સ્ટેટસ અપડેટ ચેક કરી શકાય છે.
> એમ્પ્લોયર ત્યારબાદ રિકવેસ્ટ EPFO ઓફિસને મોકલશે જ્યાં ફિલ્ડ ઓફિસરો ક્રોસ ચેક કરશે.
> જો તે માહિતી સાચી હોય તો વિગતો પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર કચેરી દ્વારા મંજૂર કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Offline કેવી રીતે સુધારવું?
જો કોઈ વ્યક્તિ ઓફલાઇન વિગતો સુધારવા માંગે છે તો તેણે ફોર્મ ભરીને EPFO ઓફિસ મોકલવું પડશે. ઓફિસમાં તેની વિગતો તપાસ્યા પછી તમારું એકાઉન્ટ અપડેટ કરવામાં આવશે. તમે 7738299899 પર SMS મોકલીને પણ માહિતી મેળવી શકો છો. PF ખાતામાં કેટલી રકમ છે, બેલેન્સ કેટલું છે, આ માહિતી સભ્યો નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 011-22901406 મિસ્ડ કોલ કરીને મેળવી શકાય છે.

1 સપ્ટેમ્બર પહેલા પતાવી ઓ આ કામ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આ મહિનામાં જ તેના લગભગ ૬કરોડ સબસ્ક્રાઇબર્સના ખાતામાં EPF વ્યાજ જમકારી શકે છે. EPF નું વ્યાજ તે વ્યક્તિના ખાતામાં આવશે જેના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર સાથે લિંક કરવામાં આવશે. UAN ને આધાર સાથે લિંક કરવાની નવી સમયમર્યાદા 1 સપ્ટેમ્બર 2021 છે. જો તમે 15 દિવસમાં આ નહીં કરો તો તમારું PF એકાઉન્ટ અટવાઈ શકે છે.

 

આ પણ વાંચો :  Infosys 100 અબજ ડોલરની માર્કેટ કેપને પાર કરનાર ચોથી ભારતીય કંપની, જાણો શું છે કંપનીના શેરની સ્થિતિ

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ

Next Article