Gujarati NewsBusinessIf there is a change in EPF and bank account details, you will not get the money, here are two easy ways to improve
EPF અને બેંક એકાઉન્ટની વિગતોમાં ફેરફાર હશે તો નહીં મળે પૈસા! જાણો સુધારો કરવાની આ બે સરળ રીત
સબસ્ક્રાઇબર્સના PF એકાઉન્ટ અને બેંક એકાઉન્ટમાં આપવામાં આવેલી માહિતી કેટલાક કિસ્સાઓમાં મેળ ખાતી નથી. હવે આવી સ્થિતિમાં લાભાર્થીને ખાતામાંથી પૈસા મેળવવાનું મુશ્કેલ બને છે.
EPFO
Follow us on
ઘણીવાર લોકોના PF એકાઉન્ટ અને બેંક એકાઉન્ટમાં આપવામાં આવેલી માહિતી મેળ ખાતી નથી. હવે આવી સ્થિતિમાં લાભાર્થીને ખાતામાંથી પૈસા મેળવવાનું મુશ્કેલ બને છે. ઘણા સભ્યોએ ખોટી જન્મ તારીખ દાખલ કરી હોય છે તો ઘણાના ખાતામાં પિતાનું નામ લખેલું હોતું નથી. તમે આવી બધી ભૂલો સુધારી શકો છો. તેને કેવી રીતે ઠીક કરવું તે અમે જણાવી રહયા છીએ.
ઓનલાઇન સુધારણા પ્રક્રિયા
EPFO ના યુનિફાઇડ પોર્ટલની મુલાકાત લો. UAN અને પાસવર્ડથી લોગીન કરો.
હોમ પેજ પર મેનેજ બેઝિક ડિટેઇલ્સ કરો પર જાઓ. જો આધાર વેરિફાઇડ છે તો વિગતોમાં ફેરફાર કરવામાં આવશે નહીં.
સાચી વિગતો ભરો (જે તમારા આધારમાં દાખલ કરવામાં આવી છે) પછી સિસ્ટમ આધાર ડેટા સાથે તેની ચકાસણી કરશે.
વિગતો ભર્યા પછી અપડેટ ડિટેઇલ પર ક્લિક કરો
હવે આ માહિતી એમ્પ્લોયરને મંજૂરી માટે મોકલવામાં આવશે.
જો તે માહિતી સાચી હોય તો વિગતો પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર કચેરી દ્વારા મંજૂર કરવામાં આવશે.
ઓફલાઇન કેવી રીતે સુધારવું?
જો કોઈ વ્યક્તિ ઓફલાઇન વિગતો સુધારવા માંગે છે તો તેણે ફોર્મ ભરીને EPFO ઓફિસ મોકલવું પડશે. ઓફિસમાં તેની વિગતો તપાસ્યા પછી તમારું એકાઉન્ટ અપડેટ કરવામાં આવશે. તમે 7738299899 પર SMS મોકલીને પણ માહિતી મેળવી શકો છો. PF ખાતામાં કેટલી રકમ છે, બેલેન્સ કેટલું છે, આ માહિતી સભ્યો નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 011-22901406 મિસ્ડ કોલ કરીને મેળવી શકાય છે.