વર્ષના મહિના 12 છે તો મોબાઈલ રિચાર્જ કેમ 13 વખત કરવું પડે છે ? TRAI ગ્રાહકોના હિતમાં જલ્દી નિર્ણય લે તેવા સંકેત

|

May 14, 2021 | 1:47 PM

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) નું કહેવું છે કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSP) દ્વારા આપવામાં આવતી કેટલીક યોજનાઓ મુખ્યત્વે 28 દિવસ હોય છે.

વર્ષના મહિના 12 છે તો મોબાઈલ રિચાર્જ કેમ 13 વખત કરવું પડે છે ? TRAI ગ્રાહકોના હિતમાં જલ્દી નિર્ણય લે તેવા સંકેત
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) નું કહેવું છે કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSP) દ્વારા આપવામાં આવતી કેટલીક યોજનાઓ મુખ્યત્વે 28 દિવસ હોય છે. આ ટેરિફ યોજનાઓ ગ્રાહકોના દ્રષ્ટિકોણથી જોતા યોગ્ય લાગતું નથી. ટેલિકોમ રેગ્યુલેટર દ્વારા એક ચર્ચા પત્ર (discussion paper) શરૂ કરવામાં આવ્યું છે જેમાં ટેલિકોમ ટેરિફ ઓફરની માન્યતા અવધિ નક્કી કરવામાં દખલ કરવા મામલે અને તેને સાશનના નિયંત્રણ હેઠળ રાખવું જોઈએ કે નહીં તે અંગેના મંતવ્યો માંગવામાં આવશે

TRAIએ કહ્યું છે કે તેને અનેક ફરિયાદો મળી છે જેમાં ગ્રાહકોએ જણાવ્યું હતું કે તેઓને માસિક યોજનાઓ માટે વર્ષમાં 13 રિચાર્જ કરવા પડયાં છે જેનાથી તેઓ છેતરાયા હોવાની લાગણી અનુભવે છે. “TRAI ગ્રાહકોને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSP) દ્વારા માસિક ઓફરને બદલે 28 દિવસથી ટેરિફ આપવાની બાબતે ઘણા બધા ગ્રાહકોના ઘણા સંદર્ભ પ્રાપ્ત કરી રહી છે.

ગ્રાહકોએ તેમની ફરિયાદોમાં જણાવ્યું છે કે આ માત્ર મૂંઝવણનું કારણ નથી પરંતુ તેઓ છેતરાયાનો અનુભવ કરી રહયા છે. તેમના માટે મુશ્કેલીઓ ઉભી થાય છે કારણ કે તેઓએ મહિનાના બદલે 28 દિવસની માન્યતા અવધિ આપતા માસિક પ્રિપેઇડ ટેરિફ પ્લાન ના કારણે વાર્ષિક 13 રિચાર્જ કરવાની જરૂર પડે છે. ”નિયમનકારે જણાવ્યું છે કે તેણે લેખિત ટિપ્પણીઓ માટે સમયમર્યાદા તરીકે 11 જૂન અને 25 જૂન નક્કી કરી છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

નિયમનકારે સ્પષ્ટ વેલિડિટી પિરિયડ માટે 30 દિવસ અથવા એક મહિનાનો હોવો જોઈએ કે કેમ ? તે અંગેના અભિપ્રાય માંગ્યા છે. દર મહિનાની સમાન તારીખે જ ટેરિફ રીન્યુઅલ કરવાની આવશ્યકતા હોય છે. આ સામે 28 દિવસની ઓફર કરવાની હાલની પ્રથા ઉપરાંત 29/30/31 દિવસ માટે અતિરિક્ત ટેરિફ કરવાની ફરજ પડે છે . જે અંગેના મંતવ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રાઇએ જોકે સ્વીકાર્યું કે ઓપરેટરો માન્યતા અવધિ મામલે પારદર્શિતા જાહેર કરી રહ્યા છે.

 

Next Article